આ પાણી ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે

પથરી લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.

ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.

જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે. ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.

મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે- મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.

Leave a Comment