લગ્નમાં રબડી ખાવી પડી મોંઘી ભોજન લેનાર ૨૦૦ વ્યક્તિને ફુડ પોઇઝનીંગ તમે પણ ખાસ ધ્યાન રાખજો

કતારગામમાં લગ્નપ્રસંગમાં ભોજન લેનાર ૨૦૦ વ્યક્તિને ફુડ પોઇઝનીંગ , ૪૨ ને દાખલ કરાયા સુરતના કતારગામ વિસ્તારમાં લગ્નપ્રસંગના ભોજન સમારંભમાં ભોજન લીધા બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ હતું આ ભોજન સમારંભમાં ૭૦૦ લોકોએ ભોજન લીધું હતું જેમાંથી ૨૦૦ લોકોને અસર થઇ હતી અને રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં ૪૨ લોકોને પોઈઝનીંગની વધુ અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા . કતારગામ ઝોન વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં એક લગ્ન સમારંભ યોજાયો હતો જેમાં ભોજન સમારંભ નજીકમાં આવેલા નિત્યાનંદ ધામમાં રખાયો હતો નિત્યાનંદ ધામમાં ભોજન સમારંભમાં ૭૦૦ થી વધુ મહેમાનોએ ભોજન લીધું હતું : મ્યુનિ.એ સ્થળ પર ઓપીડી શરૂ કરવી પડી

લગ્નના ભોજન સમારંભમાં ૭૦૦ વધુ લોકોએ ઓરીયા સેક , અંગુર રબડી અને કેસર કુમકુમ નામની મીઠાઈ ખાધી હતી ભોજન સમારંભ દરમિયાન જ અનેક લોકોની તબિયત બગડવા લાગી હતી . ૭૦૦ જેટલા લોકોએ ભોજન લીધું હતું તેમાંથી ૨૦૦ વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર જોવા મળી હતી . ફરિયાદ મળતા મ્યુનિ.નું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું .

કતારગામના આરોગ્ય વિભાગે લગ્ન સમારંભ સ્થળે જ ઓપીડી શરૂ કરી હતી . રાત્રીના ૧૦.૩૦ વાગ્યા સુધીમાં ૪૨ થી વધુ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં તેમની સારવાર ચાલી રહી છે . કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રોફ અને સુરત મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયક પણ મોડી રાત્રે ઘટના સ્થળે પહોચી ગયા હતા . પાલિકાના ફુડ વિભાગે પણ ભોજન સમારંભ માં પીરસવામાં આવેલી વાનગીના નમુના લઈ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે .