Monday, March 20, 2023
Home Blog

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ

0

કૅન્સર દૂર રાખવા શું કરશો?

જીવનમાં નિયમિતતા લાવવી. સવારે ઉઠો એટલે પહેલા ધ્યાન અને યોગ જરૂર કરો. અને આપણા મનની અંદર સકારાત્મક વિચારોને લાવીએ. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી હોય ત્યાં સુધી તમારી બીમારીઓ પણ ઠીક નહિ થાય. તેથી સૌ પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ખુબ જરૂરી છે.

નિયમિત સમયે નાસ્તો કરવા તેમજ ભોજન લેવું. નિયમિત કસરત, યોગ, ધ્યાન વિ. કરવાં. ખાસ કરીને ખોરાકમાં પ્રવાહી વધારે પ્રમાણમાં લેવું. ફળો, ફળોનો જ્યૂસ વિ. લેવાં. પાણી વધારે પ્રમાણમાં પીવું. ૭ જમ્યા બાદ ઓછામાં ઓછું અડધો કલાક ચાલવાનું રાખવું. છ એક સફરજન દરરોજ ખાવું. બે ભોજન વચ્ચે આઠ કલાકનું અંતર રાખવું. રાત્રિભોજન બાદ બીજા દિવસના નાસ્તા/ભોજન વચ્ચે ૧૬ કલાકનું અંતર રાખવું. છ અઠવાડિયે એકવાર અચૂક ઉપવાસ કરવો જોઈ પાણી પણ ન પીવું.

પડીકાંમાં આવતી પેક/પ્રિઝર્વેટિવ આઇટમો ન ખાવી. મેંદાનો બને ત્યાં સુધી ત્યાગ કરવો. ઠંડાં પીણાં ન પીવાં. ઠંડું કે વાસી ન ખાતાં ગરમ ખોરાક લેવો. પૂરતી

ઊંઘ લેવી, તણાવમુક્ત રહેવું. વધારે પડતું શરીર જાડું (ચરબીયુક્ત) ન થાય તેનો ખ્યાલ રાખવો. રાત્રિના ઉજાગરા ન કરવા. આદું, અખરોટ, અંજીર, દાડમ, હળદર, લસણ, પાલક તેમજ લીલાં શાકભાજીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો.

કેન્સરની કુદરતી સારવાર આ રીતે કરો મોંઘી દવાથી રાહત મળશે.

  • સૌ પહેલા કેન્સરના રોગી ત્વચા, ફેફસા, કીડની અને આંતરડા સાફ કરો, કિડનીની સફાઈ માટે એનીમા લેવો જોઈએ. ૪ દિવસ રોગી માત્ર સંતરા, દ્રાક્ષ, નાશપાતી, ટમેટા, લીંબુ વગેરે રસવાળા ફળ લો. ગાજર વગેરે કાચા શાકભાજીનો રસ પણ ફાયદાકારક છે. ત્યાર પછી નીચે જણાવેલ ડાઈટ ચાર્ટ ફોલો કરો.
  • જુના સમયમાં કેન્સરની દવા તરીકે લસણનો ઉપયોગ કરતા હતા. જે લોકો વધુ પ્રમાણમાં લસણ ખાય છે તેમને કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે.
  • એક કિલો પાણીમાં ચાર ચમચી તજ પાવડર નાખીને ઉકાળો. ૭૫૦ ગ્રામ પાણી રહે એટલે ગાળીને આખા દિવસમાં થોડું થોડું કરીને પીવું જોઈએ.
  • થોડા દિવસો સુધી આનો પ્રયોગ પછી રોગીને કુદરતી આહાર આપવો જોઈએ, જેવા કે લસણ, ટમેટા, ગાજર, લીલા પાંદડા વાળા શાકભાજી, કોબી વગેરે, તે ઉપરાંત અંકુરિત અનાજ, બદામ વગેરે.
  • હેબર્ટ વિશ્વ વિદ્યાલય દ્વારા ૧૨૦૦ કુટુંબ ઉપર કરવામાં આવેલ અધ્યયન મુજબ જે કુટુંબોમાં ગાજર, ટમેટા, સલાડ, લીલા પાંદડાવાળા શાકભાજી, મેવા, તરબૂચ નો વધુ ઉપયોગ થાય છે, તેમાં કેન્સરની શક્યતા એટલી જ ઓછી જોવા મળેલ છે. આ બધા સાથે તે પણ જરૂરી છે કે મસ્તિકને ખુબ જ આરામ આપવામાં આવે અને માનસિક ડિપ્રેશન દુર રાખવામાં આવે.

કેન્સરના રોગીને મતલી, ઉલટી, ઉબાક આવે તો શું કરવું

કેન્સરના રોગીને ઉલટી હોય તો તેને ૨-૨ કલાકના અંતરે આદુ અને ફુદીનાનો રસ ૨-૨ ચમચી આપતા રહો.

કેન્સરના રોગીને દુખાવો થાય તો શું કરવું.

કેન્સરના રોગીને વધુ પ્રમાણમાં દુખાવાનો સામનો કરવો પડે છે તેવામાં રોગીને અડધી ચમચી (૨ ગ્રામ) અશ્વગંધા નું ચૂર્ણ પાણી કે જ્યુસ સાથે દિવસમાં બે વખત અને જીન્સેંગ પાવડર નો અડધો અડધો ગ્રામ સવાર સાંજ પાણી કે જ્યુસ સાથે આપો.

કેન્સર નાશક

કેન્સરના રોગીને દિવસમાં ૩ વખત એક એક કપ કોબીનું જ્યુસ જરૂર પીવું જોઈએ.

કેન્સરના રોગીને રાત્રે સુતા સમયે

૫૦ મી.લી. ગૌમૂત્ર (તેમાં પણ ખાસ કરીને કાળા રંગની દેશી ગાય જો ગર્ભવતી ન હોય) તેમાં ૫૦ મી.લી. પાણી ભેળવીને પિવરાવો અને એક વખત ઉકાળી લેવું ઉકળ્યા પછી તેમાં અડધી ચમચી (૩ ગ્રામ) હળદરનો પાવડર ભેળવીને સારી રીતે મિક્સ કરીને ઘૂંટડે ઘૂંટડે પીવો. ગૌમૂત્ર ન મળે તો ગૌઅર્ક ઉપયોગમાં લો. (ધ્યાન રાખશો કે ગૌમૂત્ર જ ઉત્તમ છે. તે ન મળે તો અર્ક નો ઉપયોગ કરો.)

એકસાથે ૧૬૫ ગરીબ દીકરીઓનો શાહી સમુહલગ્ન યોજાયો સોના દાગીના સહિત ૧૨૬ વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી

જામકંડોરણા ખાતે ખેડૂત નેતા અને છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા યોજાયેલા સાતમા શાહી સમુહલગ્નમાં 165 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરેલ હતી. આ પ્રસંગે આગામી વર્ષે આઠમો શાહી સમુહ લગ્નોત્સવ યોજવાની ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ કરતા જ ગણતરીની મીનીટોમાં જ બે કરોડથી વધારેની રકમનું દાન જાહેર થયું હતું. સમાજના દાતાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાઓના સહયોગથી રજવાડી ઠાઠમાઠથી આ સમુહલગ્ન યોજાયા હતા.

 તમામ ક્ષેત્રના મહાનુભાવોએ આ પ્રસંગે એક લાખથી વધારે લોકોની હાજરીમાં લગ્ન જીવનના પંથે પ્રયાણ કરનાર 165 નવદંપતિઓને આશિર્વાદ પાઠવેલ હતા.આ સમુહ લગ્નમાં જોડાનાર દરેક દિકરીને કરીયાવરમાં 150થી વધારે ચીજવસ્તુઓ કરીયાવર રૂપે અર્પણ કરવામાં આવી હતી.

શાહી સમુહલગ્નોત્સવમાં દાનની સરવાણી વહાવતા દાતાઓનાં શાનદાર સન્માન કરવામાં આવ્યા હતા

ગોવા કરતા જોરદાર બીચ ગુજરાતમાં આ જગ્યા પર આવેલ છે બીચ પરની તસ્વીરો #shivrajpur #beach #dwarka #shvrajpurbeach

શિવરાજપુર બીચ: શિવરાજપુર બીચ દ્વારકા-ઓખા હાઇવે પર દ્વારકા (ગુજરાત) થી 12 કિમી દૂર સ્થિત છે. તાજેતરમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળે છે. તેને પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા જેવા વિવિધ માપદંડો પર ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે સ્વચ્છ પાણી અને સફેદ રેતી સાથે સુંદર બીચ છે. શિવરાજપુર બીચ પરિવાર અને બાળકો સાથે વીકએન્ડનો સમય પસાર કરવા માટે શ્રેષ્ઠ લોકેશન છે. તમે તેમના ડોલ્ફિન અને કેટલાક સુંદર પક્ષીઓને જોઈ શકો છો.

બીચ પ્રવાસીઓને અદભૂત સૂર્યાસ્ત અને મનોહર દૃશ્યો પ્રદાન કરે છે.

બીચ પર હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ અને આઇલેન્ડ પ્રવાસનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં સાયકલ ટ્રેક, પાથવે, પાર્કિંગ એરિયા, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક્સ, અરાઈવલ પ્લાઝા અને પ્રવાસી સુવિધા કેન્દ્ર

તેને એક આદર્શ પ્રવાસન સ્થળ બનાવવા માટે, બીચ મેનેજમેન્ટે મુલાકાતીઓ માટે વોટર સ્પોર્ટ્સ, ફૂડ અને શોપિંગ વિસ્તારો રજૂ કર્યા છે. પાણીમાં સાહસ કરતી વખતે સાવચેત રહો કારણ કે ત્યાં કોઈ બચાવ ટીમ ઉપલબ્ધ નથી.

શિવરાજપુર બીચ, [પ્રખ્યાત યાત્રાળુ સ્થળ દ્વારકા નજીક સ્થિત] સાથે ગુજરાતે તેની સિદ્ધિઓમાં વધુ એક પીંછા ઉમેર્યું છે, જેને ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (FEE), ડેનમાર્ક તરફથી આઇકોનિક બ્લુ ફ્લેગ માન્યતા પ્રાપ્ત થઈ છે, જે વિશ્વનું એકમાત્ર ઇકો- સમગ્ર વિશ્વમાં બીચ અને દરિયાકાંઠાના વિસ્તારો માટે લેબલિંગ ઓથોરિટી.

ભારતમાં આવેલ ૧૨ જયોતિર્લિંગ ના દર્શન અને ઇતિહાસ

જ્યોતિર્લિંગ નું નામજ્યોતિર્લિંગ નું સ્થળ
શ્રી સોમનાથસોમનાથ, ગુજરાત
શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમશ્રીશૈલમ, આંધ્રપ્રદેશ
શ્રી મહાકાળેશ્વરઉજ્જૈન, મધ્યપ્રદેશ
શ્રી ઓમકારેશ્વરઓમકારેશ્વર, મધ્યપ્રદેશ
શ્રી કેદારનાથરુદ્રપ્રયાગ, ઉત્તરાખંડ
શ્રી ભીમાશંકરભીમાશંકર, મહારાષ્ટ્ર
શ્રી કાશી વિશ્વનાથવારાણસી, ઉત્તરપ્રદેશ(UP)
શ્રી ત્રંબકેશ્વરનાસિક, મહારાષ્ટ્ર
શ્રી વૈદ્યનાથદર્ડમારા, ઝારખંડ
શ્રી નાગેશ્વરદારુકાવનમ, ગુજરાત
શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમરામેશ્વરમ, તમિલનાડુ
શ્રી ગ્રિષ્ણેશ્વર કે શ્રી ઘૃષ્ણેશ્વરવેરુલ, મહારાષ્ટ્ર

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી સોમનાથ

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

સોમનાથ

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.

પુન:નિર્માણ

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”.(સંદર્ભ આપો) શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમ

દક્ષિણ ભારતમાં કૈલાશના નામથી જાણીતા આંધ્ર પ્રદેશના શ્રીમલ્લિકાર્જુન મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ જ્યોર્તિલિંગ કૃષ્ણા નદીના તટ પર શ્રીશૈલમ નામના પર્વત પર સ્થિત છે. શ્રીશૈલમ પર્વત કરનૂલ જિલ્લાના નલ્લા-મલ્લા નામના ગાઢ જંગલોની વચ્ચે છે. નલ્લા-મલ્લાનો અર્થ છે સુંદર અને ઉંચો. આ પર્વતની ઉંચા શિખર પર ભગવાન શિવ શ્રી મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના સ્વરુપે બિરાજમાન છે. મલ્લિકાર્જુન મંદિરમાં સ્થિત જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે તથા 12 જ્યોતિર્લિંગોમાંથી મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગને બીજુ જ્યોતિર્લિંગ પણ માનવામાં આવે છે. મલ્લિકાનો અર્થ માતા પાર્વતીનું નામ છે, તો અર્જુન ભગવાન શંકરને કહેવામાં આવે છે. અહીં ભગવાન શિવની મલ્લિકાર્જૂન તરીકે પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર અહીં આવનારા દરેક ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી મહાકાળેશ્વર

મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગોં પૈકીનું એક છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે. મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જયિની નગરનું વર્ણન કરતી વેળા આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી ઓમકારેશ્વર

ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન) અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન). પણ દ્વાશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર, મામલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર અવેલું છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી કેદારનાથ

બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થ‌ઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી.[૧]જેટલા અંતરે આવેલું છે.

જ્યોતિર્લિંગ નું નામ : શ્રી ભીમાશંકર

ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે. ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે. તે શિવના ૧૨ જ્યોતીર્લિંગમાંનું એક છે. શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે. આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલો ઘણી લુપ્તપ્રાયઃ પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિનું આશ્રય સ્થાન છે. પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર, નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પુરું પાડે છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી કાશી વિશ્વનાથ

આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી ત્રંબકેશ્વર

ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી નદી છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી વૈદ્યનાથ

પોરબંદર જિલ્લામાં 12 જ્યોતિર્લીંગમાંની એક જ્યોતિર્લીંગ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ 

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી નાગેશ્વર

દ્વારકાની સીમમાં આવેલું નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર એ પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતતા આવતાં ત્રણ દેવસ્થાનો ભારતમાં છે: (૧) જગતેશ્વર, અલમોડા, ઉત્તરાખંડ (૨) નાગેશ્વર, દ્વારકા, ગુજરાત અને (૩) ઔંધ, મહારાષ્ટ્ર.

પૌરાણિક કથા…..

શિવ પુરાણ એ ભગવાન શંકરના ભક્તોનો પવિત્ર ગ્રંથ છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર એ દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવાકે કામ્યકવન,દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.

શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુક નામના રાક્ષસે દારુકવન શહેરમાં બંદી બનાવી રાખ્યા હતા. આ શહેર સર્પોનું શહેર હતું અને દારુક તેમનો રાજા હતો. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં. મરતાં પહેલાં તે રાક્ષસની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમ

આ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે. આ તીર્થ હિંદુઓના ચારધામો માનું એક છે. શિવપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામે કરી હતી. શિવપુરાણ અનુસાર કોઈપણ વ્યક્તિ ગંગાજળથી આ શિવલિંગને અભિષેક કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું, જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી. બાદમાં શ્રીરામે વિભીષણના વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો.

રામેશ્વરમ મંદિર ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે. તેનું પ્રવેશદ્વાર ચાલીસ ફૂટ ઊંચું છે. મંદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે, જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ, નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળશે.

જ્યોતિર્લિંગ નું નામશ્રી ગ્રિષ્ણેશ્વર કે શ્રી ઘૃષ્ણેશ્વર

શ્રી વૈધનાથ બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિહાર,ઓરિસ્સાના સંથાલ પરગણામાં આવેલું છે.

બાર જ્યોતિર્લિંગ નકશો | જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર | દ્વાદશ જ્યોતિર્લિંગ | 12 જ્યોતિર્લિંગ ના નામ અને સ્થળ | બાર જ્યોતિર્લિંગ દર્શન | બાર જ્યોતિર્લિંગ નકશો | 12 Jyotirlinga name

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

0

જો તમે પણ ઘુટણના દુખાવાથી પીડાવ  છો?? શરીરમાં યુરિક એસીડની માત્રામાં વધારો થવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે જેમાંની એક છે ઘુટણનો દુખાવો. જો તમે પણ એનાથી પીડાતા હોય તો દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. જાણો કેવી રીતે..

યુરિક એસીડ શરીરની અંદર બને છે પણ જો જરૂરતથી વધારે માત્રામાં તેનું ઉત્પાદન થાય તો ઘણી બધી તકલીફો શરીરમાં વધી શકે છે. શરીરમાં યુરિક એસિડની માત્રામાં વધારો થવાથી ઘુટણના દુખાવાની સમસ્યા થઇ શકે છે. સ્નાયુઓની વચ્ચે યુરિક એસિડના લીધે ક્રિસ્ટલ બનવાથી દુખાવો થાય છે અને તેમાં દૂધનું સેવન એ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધ યુરિક એસિડની સમસ્યાને ખતમ કરવામાં અકસીર સાબિત થાય છે.o9

ઘણા રિસર્ચના અંતે એવું માનવામાં આવે છે કે શરીરમાં બનતા યુરિક એસીડને કંટ્રોલમાં દૂધ પીવાથી લાવી શકાય છે. દૂધનું સેવન એ શરીરમાં રહેલા બિનજરૂરી યુરિક એસિડને બનતો અટકાવે છે.
હેલ્થ એક્સપર્ટનું માનીએ તો દુધમાં પ્યુરીનની માત્રા ઘણા ઓછા પ્રમાણમાં હોય છે અને એનાથી શરીરના હાડકા પણ મજબુત બને છે, એનાથી ઘુટણમાં દુખાવાનો ખતરો પણ દુર રહે છે.

શરીરમાં યુરિક એસીડની માત્રાને કંટ્રોલ કરવા માટે વિટામીન સી યુક્ત પદાર્થોનું સેવન વધારે માત્રામ અકરવું જોઈએ, જેમ કે – સંતરા, ટામેટા, લીંબુ બગેરે.. વિટામીન સી યુક્ત પદાર્થોના સેવનથી યુરિક એસિડની સમસ્યાને સરળતાથી અને ઓછા સમયમાં કંટ્રોલમાં લાવી શકાય છે. 

તમારી જીવન શૈલીમા આટલા બદલાવ કરશો તો કેન્સરથી પણ બચી શકાય છે

0

કેન્સર થતું કેવી રીતે અટકાવવું? આ વસ્તુઓને નિયમિત ખાવાથી થઈ શકે છે કેન્સર..આ લક્ષણો દેખાય તો હોય શકે છે કેન્સર
કેન્સર થવા પાછળના મુખ્ય લક્ષણો
• લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
• લાંબા સમયથી ખાંસી અથવા છિદ્રમાંથી લોહી પડે
• સતત મોટી થતી ગાંઠ જેમાં દુ:ખાવો થાય કે ન થાય
• અપચો અચથવા ખોરાક ગળવામાં તકલીફ પડવી
• માસિકમાં અનિયમિતતા/વધુ પડતુ લોહી નીકળવું
• યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું
• સ્તનમાં સોજો, લાલાશ, ત્વચામાં ફેરફાર
• 1-2 મહિનાથી પેશાબ/મળની હાજતમાં ફેરફાર
• મસા અથવા તલના આહાર/દેખાવમાં ફેરફાર
• થાક લાગવો/સમજી ન શકાય તેવો તાવ
• કારણવગર વજનમાં નોંધપાત્ર ઘટાડો શરીરમાં રોગના કોઇપણ લક્ષ્ણો આવે તે પહેલાં સમયાંતરે કરવામાં આવતી તપાસને સ્કીનીંગ કહેવામાં આવે છે જેને કારણે કેન્સરનું વહેલા પહેલા તબકકામાં નિદાન થઇ શકે છે.
• ગર્ભાશયના મુળના કેન્સર માટે પેપ ટેસ સ્તન કેન્સર માટે જાત તપાસ/મેમોગ્રાફી, આંતરડાના કેન્સર માટે કોલોનોસ્કોપી (દુરબીનની તપાસ), મોઢાના કેન્સર માટે નિયમિત જાત તપાસ તથા ડોકટર દ્વારા પરિક્ષણ, પ્રોસ્ટેટ કેન્સર માટે પીએસએનો ટેસ્ટ
કેન્સર થતું કેવી રીતે અટકાવવું? કેન્સરના મુખ્ય લક્ષણો શું હોય છે? કેન્સર થતું કેવી રીતે અટકાવી શકાય. માત્ર ને માત્ર તંદુરસ્ત સ્વસ્થ્ય અને વ્યસન વગર જીવનશૈલી અપનાવો તો 60-70% કેન્સર થતા અટકાવી શકાય છે. આ ઉપરાંત નિયમિત ડોકટરી તપાસ કરાવીને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. જો વહેલું નિદાન કરીને સારવાર દ્વારા મટાડી શકાય છે.

તમારા જીવન શૈલીમાં આટલા ફેરફારો કરો

તમાકુ/પાનમસાલા)ધ્રુમપાનથી હમેશા દુર રહો આ વાતનું ખાસ ધ્યાન રાખો સેક્ધડ હેન્ડ સ્મોક જે વ્યક્તિ પોતે ધ્રુમપાન નથી કરતા પરંતુ ઘરમાં અથવા કામના સ્થળે ધ્રુમપાનના ધુમાડાના સંપર્કમાં આવે છે. તેમને પણ ફેફસાના કેન્સર થવાનું જોખમ 20-30 % વધી જાય છે. તો તેનાથી દુર રહો. શરાબનું વ્યસ્ન ટાળો, તેનાથી લીવર, સ્વરપેટી, મોઢાના-ગળાનાં કેન્સર થઇ શકે છે. વધુ પડતા સુર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો તેનાથી ચામડીના કેન્સર થઇ શકે છે.,

યોગ્ય વજન જાળવો/નિયમિત 40-45 મિનિટ કસરત કરો. વધુ પડતો ચરબી યુકત/પ્રોસેસ્ડ અથવા યુઝરવેટીવ વાળો ખોરાક ન લો. ખોરાકમાં આખા ધાન્ય વધુ પ્રમાણમાં લો. ખોરાકમાં પુરતા પ્રમાણમાં ફળો તથા લીલાશાકભાજીનો ઉપયોગ કરવો. બહેનોએ 1 વર્ષ સુધી બાકળને સ્તનપાન કરાવવું જોઇએ. વિશ્વ કેન્સર દિવસનો 2019-20 નો સંકલ્પ છે i am and i will એટલે કે આપણે સૌ વ્યક્તિગત ધોરણે કેન્સર થતું અટકાવવાના પ્રયાસો કરીશું તો કેન્સર થતા અને તેનાથી થતા મૃત્યુ દરને ચોકકસ ઘટાડી શકીશું. કારણ કે એ વાત સૌએ ધ્યાનમાં રાખવી જોઇએ કે કેન્સર કોઇને કોઇપણ ઉંમરે થઇ શકે છે.

કેન્સર થવાના કારણો —– પ્રમાણ
તમાકુ, ધ્રુમપાન, પાનમસાલા —– 30-40%
વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ —– 10-15%
વધુ પડતી વજન 15 —– 15-20%
બેઠાડુ, કસરત વગરનું જીવન —– 5%
અયોગ્ય આહારની ટેવ —– 5%
વારસાગત —– 45%
કોઇ ચોકકસ કારણો વગર —– 25%
આલેખન : ડો. શિવાની ભટ્ટ
આર્ય ગેસ્ટ્રો અને કેન્સર કિલનીક,જામનગર

સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા

પાણી પીવાના નિયમો (૪૮ બિમારીઓ નહીં થાય)

(૧) જમવા બેસવાના ૪૫ મિનિટના સમયગાળામાં પાણી પીવું નહીં.

(૨) જમ્યા બાદ દોઢ કલાકે પાણી પીવું, જમ્યા પછી તરત એક ઘૂંટ પાણી પી શકાય. પાણી હંમેશા ઘુંટડે ઘૂંટડે જ પીવું.

(૩) સવારે દાતણ કર્યા પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી પીવું અથવા તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી પીઓ. (૪) ફ્રીઝનું ઠંડુ પાણી પીવું નહીં, માટલીનું અથવા તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવું. ઠંડા પાણીથી

જઠરાગ્નિ મંદ પડશે અને પથરી થવાની શક્યાતાઓ વધશે.

(૨) રસોઇ કરવા માટે માટીના વાસણો ઉત્તમ છે. ત્યારબાદ સ્ટીલ, પિત્તળનો ઉપયોગ કરવો, એલ્યુમિનિયમના વાસણોમાં રસોઇ બનાવવી નહીં. એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિક, મેલામાઇન, બોનચાઇના જેવા આ વાસણોમાં ખાવું નહીં. આ ધાતુઓ ઝેર સમાન છે.

(૩) રસોઇ કરતી વખતે રસોઇને સૂર્યપ્રકાશ અને હવાનો સ્પર્શ થવો જોઇએ. જો ન થાય તો તે રસોઇ ઝેર સમાન બનશે. પ્રેશર કુકર તથા માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ ન કરવો. (૪) ભોજન રાંધ્યા બાદ ૪૮ મિનિટ પછી વાસી ગણાય છે. સાંજે સૂર્યાસ્ત પહેલાં જમવું.

(h) દળેલો લોટ ૭ દિવસમાં પૂરો કરવો ત્યારબાદ તેની પોષકતા ઘટતી જશે. હાથની ઘંટીનો લોટ શ્રેષ્ઠ છે. (૬) ઘેરા રંગના શાકભાજી, ફળો, અનાજનો ઉપયોગ કરવો.

(૭) વિરુદ્ધ ખોરાક ખાવો નહીં, જેમકે દૂધ સાથે કોઇપણ ફળ, દહીં સાથે કઠોળ, મધ અને દૂધ. બે ભોજન વચ્ચે ૫ થી ૬ કલાકનું અંતર રાખવું.

(૮) બપોરે જમ્યા બાદ ૧૫, ૨૦ મિનિટ ડાબે પડખે સૂવું, રાત્રે જમ્યા બાદ ૨ કલાક પછી સુવું. રાત્રે જમ્યા બાદ ૧૦૦૦

પગલાં ચાલવું. જમ્યા બાદ ૧૦ મિનિટ વજ્રાસનમાં બેસવાથી ખોરાકનું પાચન સરળતાથી થશે. (૯) મનમાં તનાવ હોય તો ઉપવાસ કરો. ઉંડા શ્વાસ અવાર-નવાર લેવો.

(૧૦) રાત્રે સૂતી વખતે માથુ પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવું. ઊંઘ પૂરતી લેવી. (૧૧) આયોડીય યુક્ત મીઠું વાપરવું નહીં તેના બદલે સીંધાલુણ અથવા સાદુ મીઠું વાપરવું.

(૧૨) સફેદ ગોળ કેમિકલવાળો છે તે ન વાપરવો. દેશી ગોળ જે ચોકલેટી કલરનો છે તેનો વપરાશ કરવો. ખાંડનો વપરાશ કરવો નહીં તેના બદલે ખડી સાકર વાપરો.

(૧૩) શાકભાજી અને ફળો હુંફાળા પાણીથી બરાબર ધોઇ છાલ સાથે સમારીને વાપરો. ફ્રીજમાં મૂકેલા ખાધ પદાર્થો, પીણા તંદુરસ્તી માટે ખૂબ જ નુકશાનકર્તા છે.

(૧૪) પાણી હંમેશા બેસીને પીવું. દૂધ હંમેશા ઉભા ઉભા પીવું. સાંધાના દુઃખાવા થશે નહીં.

(૧૫) બેસીને પલાઠી વાળીને જમવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ઉભા ઉભા ખાવાથી નુકશાન થાય છે.

(૧૬) કફ થયો હોય તો જ થુકવું. પાણી પીતા લાળ જઠરમાં જવી જોઇએ. પાન સરળતાથી થશે.

(૧૭) ફળ, શાકભાજી, દાળ જ્યારે પણ ખાવ ત્યારે એક જ જાતના ખાવ, જાત જાતના ફળ, શાકભાજી, દાળ ભેગા કરીને ન ખાવ. મેંદાની તમામ બનાવટ, આઇસ્ક્રીમ, ફાસ્ટ ફુડ, સ્વાસ્થ્ય માટે ત્યાગો.

(૧૮) આપણી પ્રકૃતિ પ્રમાણે આપણા દેશની આબોહવામાં થતા ખાવાના પદાર્થો ઉત્તમ છે. (૧૯) સવારનો નાસ્તો બંધ કરો. સવારે ભરપેટ જમી લો. બપોરે ઓછું જમો. સાંજે એકદમ હળવું ભજન લો.

(૨૦) સવારે – બપોરે જમ્યા બાદ છાશ લઇ શકાય. રાત્રે જમ્યા બાદ એક કલાક પછી દૂધ લઇ શકાય.

(૨૧) ટૂથપેસ્ટને બદલે લીમડા, બાવળ કે વડનું દાંતણ વાપરો. બ્રેડ, પીઝા, મેગી, બર્ગર તથા પેકેટ ફુડની જગ્યાએ તાજા બનાવેલા નાસ્તા, સીંગ-ચણા, મકાઇ વગેરે વાપરો. પેકીંગવાળા ખાદ્ય પદાર્થોમાં પ્રિઝર્વેટીવ નુકશાનકારખ છે

અનંત અંબાણી અને રાધિકા ની સગાઈમાં આવેલ સેલીબ્રીટીની જુઓ તસવીરો

0

અનંત અંબાણી અને રાધિકા ની સગાઈમાં આવેલ સેલીબ્રીટીની જુઓ તસવીરો

આજ ખોડીયાર જયંતી નિમિત માતાજીના દર્શન કરવા માટે તસ્વીરો જુઓ

0

શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ..

ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. શ્રી ખોડિયાર માતાજીનું વાહન મગર છે. શ્રી ખોડિયાર માતાજીનો જન્મ આશરે 7મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

x