બંધારણના પ્રકાર જણાવી અને રાજયવ્યવસ્થામાં બંધારણનું મહત્વ સમજાવો

બંધારણ એટલે જે તે રાષ્ટ્રના નિર્માણ અને સંચાલન માટે તથા શાસનવ્યવસ્થા  (ધારાસભા, કારોબારી, ન્યાયવ્યવસ્થા)ના સંચાલન માટે જરૂરી નિયમોનો એક કાયદાકીય સ્ત્રોત

બંધારણએ એક સર્વોચ્ચ કાયદાકીય દસ્તાવેજ છે.

વિષયના આધારે –લિખિત અને અલિખિત

 • લિખિત:
 • બંધારણના કાયદાઓ, નિયમો તથા સિધ્ધાંતો વગેરે એક ચોક્કસ સંહિતાબદ્ધ (codified) થયેલ હોય છે. જેમ કે, ભારતનું બંધારણ એક વિવિધ ભાગમાં સંહીતાબદ્ધ છે.
 • ભારતનું બંધારણ સૌથી મોટું લિખિત બંધારણ તથા અમેરિકાનું બંધારણ સૌપ્રથમ લિખિત બંધારણ છે.
  • અલિખિત:

બંધારણની જોગવાઈઓ સંહીતાબદ્ધ ન હોય તેને અલિખિત બંધારણ કહે છે જેમ કે, બ્રિટનનું બંધારણ

બંધારણની વિકાસ પ્રક્રિયાના આધારે – નિર્મિત તથા વિકાસ

 • વિકસિત:
 • સમયે-સમયે નવા-નવા ચુકાદા બંધારણમાં ઉમેરાયેલ હોય તેને….બ્રિટન
  • નિર્મિત:

ચોક્કસ સમયે બંધારણીય સભા દ્વારા બનાવ હોય…ભારત, અમેરિકા

સુધારાની પ્રક્રિયાના આધારે – કઠોર અને નમ્ય.(સંશોધન)

 • કઠોર:
 • બંધારણીય સુધારા સરળતાથી ન થાય…અમેરિકા
  • નમ્ય
 • બંધારણીય સુધારા સરળતાથી થાય…બ્રિટન

ભારતનું બંધારણ કઠોર અને નમ્યતાનું મિશ્રણ છે.

રાજ્યવ્યવસ્થાના આધારે – સંઘાત્મક અને એકાત્મક સ્પષ્ટ રીતે

 • સંઘાત્મક:
 • શક્તિનું વિભાજન સંઘ અને રાજ્ય વચ્ચે સમપ્રમાણ થયેલું હોય તો તેને સંઘાત્મક….અમેરિકા, કેનેડા વગેરે.(રાજ્યએ સંઘ પર વધુ નિર્ભર ન….)
  • એકાત્મક:
 • શક્તિઓ મુખ્યત્વે સંઘમાં નિર્મિત થયેલી હોય….બ્રિટનનું બંધારણ

ભારતનું બંધારણ અર્ધ-સંઘાત્મક (સહયોગી – સંઘાત્મક)(cooperative federalism) કહી શકાય

મહત્વ

 • બંધારણ શાસનનું મૂળભૂત અંગ જે શાસનના વિવિધ કાર્યો અને માળખું સ્પષ્ટ કરે છે (ભાગ-5, ભાગ-6)
 • બંધારણ કાયદાના શાસનની સ્થાપના કરે છે. જેમ કે ભારતના બંધારણમાં અનુચ્છેદ-14
 • સરકાર અને દેશના નાગરિકો વચ્ચે સહયોગી સંબંધ સ્થાપિત કરે છે અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું કામ બંધારણનું છે. (મૂળભૂત અધિકારો, અનુ-32)
 • બંધારણીય નૈતિકતા એટલે કે સ્વતંત્રતા, અખંડીતતા, સમાનતાનું પાલન થાય અને આર્થિક, સામાજિક, રાજકીય નાગરિક વિકાસ થાય તે માટે બંધારણ જરૂરી છે
 • બંધારણનો મૂળ ઉદ્દેશ્ય વ્યક્તિ વિકાસ(ભાગ-૩), સામાજિક ન્યાય(આમુખ, ppsp), રાજકીય સ્થિરતા(સરકારનો સુનિશ્ચિત કાર્યકાળ) સ્થાપિત કરવાનો છે.
Tags: