દાણેદાર દાદીમાની સ્ટાઈલમાં બનાવો રવાનો શીરો બધા આંગળા ચાટતા રહી જશે | સોજીનો શીરો | શીરો રેસીપી | શીરો બનાવવાની રીત

રવાનો શીરો બહુ ઓછા લોકોને દાદીમા જેવો શિરો બનાવતા આવડતું હોઈ છે શિરો એક આપણી જૂની જાણીતી મીઠાઈ છે કોઇ કામની શરૂઆત કર્યા પહેલા મો મીઠું કરવા શીરો બનવવામાં આવે છે આથી શિરો બનવતા શીખવું ખૂબ અગત્યનું છે આવો જાણીએ સોજીની શીરો બનાવવાની રેસીપી

સુજી એટલે રવાનો શીરો બનાવવા માટે જરૂરી સામગ્રી:

૧૨૫ ગ્રામ સોજી, ૧૨૫ ગ્રામ ખાંડ, ૧૨૫ ગ્રામ ઘી, ૫૦૦ દૂધ, ૧\૪ કપ કાજુ & બદામ,૧ ટી સ્પૂન ઇલાઇચિ, પાઉડર, ૧/૪ ટી સ્પૂન જાયફળ પાઉડર

સુજી એટલે રવાનો શીરો બનાવવા માટેની રીત

૧ બાજુ દૂધ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ બાજુ ૧ નોનસ્ટીક મોટી કઢાઈ મા ઘી ગરમ થયે એમાં સોજી નાંખો…. એને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકો. હવે એમાં ઉકળતું દૂધ સાચવી ને રેડો…. અને બધું દૂધ બળવા આવે ત્યારે એમાં સુકોમેવો નાંખો… અને ઘી છૂટે ત્યારે ખાંડ નાખો. ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો અને ઇલાઇચિ પાઉડર અને જાયફળ પાઉડર નાંખી મીક્સ કરો…

જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોઈ તો મીત્રો સાથે જરૂર શેર કરજો ને જો આવી જ અવનવિ વાનગીની રેસિપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ કરીને અમને જણાવજો જેથી કરીને તમારી મનપસંદ વાનગીની રેસિપી તમારી સાથે શેર કરી શકી

Tags: , , , ,