સમારેલા બટાકા – ૩ પીસ, પાણી – 1/2 કપ, સમારેલા ગાજર – 1 પીસ, મીઠું – 1 ચમચી, સમારેલા ટામેટાં – ૩ પીસ, માખણ – 2 ચમચી, સમારેલી બીટરૂટ – 1 પીસ, તેલ – 1 ચમચી, તાજા લીલા વટાણા – 1 કપ, જીરું – 1 ચમચી, બારીક સમારેલી ડુંગળી – 2 પીસી,સમારેલા કેપ્સીકમ – 1 નંગ, સમારેલા મરચા – 2 નંગ, આદુ લસણની પેસ્ટ – 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી, પાવ ભાજી મસાલો – 2 ચમચી, કસુરી મેથી – 1 ચમચી, લીંબુનો રસ – 1/2 ચમચી
કૂકરને મધ્યમ આંચ પર રાખો.હવે તેમાં ત્રણ સમારેલા બટેટા, એક ઝીણું સમારેલ ગાજર, ત્રણ જાડા સમારેલા ટામેટાં, એક સમારેલ બીટરૂટ, 1 કપ તાજા લીલા વટાણા, 1/2 કપ પાણી ઉમેરો.હવે તેમાં 1 ચમચી મીઠું નાખી, સારી રીતે મિક્સ કરી, ઢાંકણ બંધ કરો અને બે સીટી વાગે ત્યાં સુધી ઉંચી આંચ પર પકાવો.હવે એક પહોળી પેનને મધ્યમ આંચ પર મૂકો, તેમાં 2 ચમચી માખણ, 1 ચમચી તેલ ઉમેરો અને તેને સારી રીતેઓગાળી લો. જ્યારે માખણ ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી જીરું, બે સમારેલી ડુંગળી નાખીને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.ડુંગળી હળવી સોનેરી થાય એટલે તેમાં એક સમારેલ કેપ્સિકમ ઉમેરી થોડીવાર પકાવો.
હવે તેમાં 2 ઝીણા સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપપર સાંતળી લો. 2 મિનિટ પછી, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી પાવભાજી મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં 2 ચમચી પાણી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો.જ્યારે મસાલો તેલ છોડવા લાગે, આગ ઓછી કરો.હવે બે સીટી વગાડ્યા બાદ કુકરને ચેક કરો અને ઢાંકણ હટાવી દો. હવે કૂકરમાં તમામ શાકભાજીને મેશર વડે મેશ કરી લો.
હવે કડાઈમાં છૂંદેલા શાકભાજી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર 5 મિનિટ સુધી પકાવો. 5 મિનિટ પછી, તેને ફરીથી મેશરથી સારી રીતે મેશ કરો અને 2 મિનિટ સુધી પકાવો. હવે 1/2 કપ પાણી ઉમેરીને કન્સીસ્ટન્સી ચેક કરો અને સારી રીતે મિક્સ કરો.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી કસુરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી 2-3 મિનિટ પકાવો.હવે તેમાં 1/2 ચમચી લીંબુનો રસ, બારીક સમારેલી કોથમીર, માખણ ઉમેરો અને તમારી મુંબઈ સ્ટાઈલની ભાજી તૈયાર છે.
હવે પાવ બનાવવા માટે, એક તવાને ગેસ પર મૂકો, તેમાં 2 ચમચી માખણ ઉમેરો અને તેને ઓગાળી લો.હવે તેમાં થોડો કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડા તૈયાર શાકભાજી, સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે એક પાવ લો અને તેને વચ્ચેથી કાપી લો અને તેને તવા પર રાખો.હવે પાવ પર બટર લગાવીને બંને બાજુથી શેકી લો.હવે પાવને પ્લેટમાં કાઢી લો. હવે, તમે તમારી સૌથી સ્વાદિષ્ટ પાવભાજી સર્વ કરી શકો છો અને માણી શકો છો