Skip to content
- યુરોપીયનોએ 15 મી સદીના અંત સુધીમાં વેપારીઓ તરીકે ભારતમાં આવવાનું શરુ કર્યું. અને આખરે 18 મી સદીના મધ્યભાગમાં સમગ્ર દક્ષીણ એશિયાએ વસાહત સ્થાપી. મુગલોની જેમ તેમણે પર્સિયન આર્કીટેક્ચર અને જીવનશૈલી જેવી શૈલીઓથી ભારતીય સંસ્કૃતિને પ્રભાવિત કરી અને ભારતીય કલા અને આર્કીટેક્ચર પર પોતાની છાપ છોડી દીધી છે.
- 16 મી સદીના મધ્યમાં પોર્ટુગીઝો દ્વારા છાપકામની તકનીક લાવવામાં આવી. જે 18 મી સદીના અંત સુધીમાં નવલકથાઓ પુસ્તકો જેવા પ્રકાશનોના નવા સ્વરૂપોમાં તે વિસ્તર્યું. રાષ્ટ્રવાદી અને સાક્ષરતાના વિકાસમાં તે મહત્વની ભૂમિકામાં રહ્યું.
- ‘ઓઈલ પેઈન્ટીંગ’ (તૈલી ચિત્રો) જેવી નવી ચિત્રકલાની શૈલીઓ લાવ્યા. વ્યક્તિચિત્રો (Potrait) કે ચિત્રમાં ગરજતા વાદળો જેવા ફેરફારો લાવ્યા. આને કાલીઘાટ પેઈન્ટીંગ્સકે સ્થાનિક શૈલીમાં ભારતીય પુરણકથાની થીમ્સ સાથે અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. જેના એક પ્રણેતા રાજા રવિ વર્મા હતા.
- સ્થાપત્ય કલા પર સફેદ રંગ, લાલ પથ્થરનો ઉપયોગ, ખુબ ઊંચા સ્તંભો, મોટી બારીઓ વગેરે જેવા નવા ફેરફારો સાથે પ્રભાવ પાડ્યો. ઉદાહરણ તરીકે પોઇન્ટેડ કમાનોવાળી ગોથિક શૈલી, વિક્ટોરિયા ટર્મિનસ કે વાઈસરોય હાઉસ.
- આયોજિત શહેરી વિકાસ એ સૌથી મહત્વની દેન/અસર કહી શકાય. જેમ કે દિલ્હી, ચંડીગઢ કે ગાંધીનગર શહેરોની સ્થાપત્ય કલા આમ, યુરોપીયનો દ્વારા ભારતીય કલા અને સ્થાપત્યને એક અનન્ય સાંસ્કૃતિક મિશ્રણના સંગમનું ઉદાહરણ આપ્યું.