Skip to content

પ્રાચીન ગુજરાતમાં મૈત્રક વંશના સમયગાળા દરમિયાન વિકસિત થયેલ કલા અને સ્થાપત્યના વિકાસ વિશે માહિતી આપો.

  • મૈત્રક વંશે પશ્ચિમ ભારત (હાલ ગુજરાત) માં લગભગ ઈ.સ. પૂર્વે 475 થી 776 સુધી રાજધાની વલ્લભી ખાતે શાસન કર્યું હતું.
  • ગુપ્ત સામ્રાજ્યના પતન પછી મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટાર્ક દ્વારા કરવામાં આવી હતી.
    • સ્થાપત્ય અને કલા
    • મંદિર સ્થાપત્ય :
  • તામ્રપત્ર શિલાલેખોમાં ધાર્મિક ઈમારતો, બ્રાહ્મણવાદી તેમજ બૌદ્ધવાદી ઉલ્લેખ મળે છે.
  • કેટલાક બૌદ્ધ સ્મારકોનું નિર્માણ મૈત્રકો દ્વારા કરાવવામાં આવ્યું હતું. જે વલ્લભી અને તેની આસપાસ મળે છે.
  • ગોપ મંદિર બંધાવ્યું હતું. જે ગુજરાતનું 7 મી સદીમાં બનેલું સૌ પ્રથમ બનેલું હતું.
  • ઈ.સ. પૂર્વે 601 માં શાંતિનાથ મંદિર (જૈન) હતું. જેનો સાહિત્યીક સ્ત્રોતોમાં ઉલ્લેખ છે.
  • આ સિવાય વટપદ્ર ખાતે શિવ મંદિર ભારતીશ્વર મંદિર, હાથબમાં પાંડુર્ય મંદિર તથા અન્ય સપ્તમાંત્રક મંદિર અને સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે.
  • તેમનું સૌથી મહત્વનું પ્રદાન વલ્લભી વિદ્યાપીઠ હતું. જે બૌદ્ધના શિક્ષણનું હીનયાન સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.
  • મૈત્રક લોકોએ ગુપ્ત અને ક્ષત્રપ દ્વારા સ્થાપિત સિક્કાની શૈલીઓ ચાલુ રાખી હતી.
  • આ હેઠળ મોટી સંખ્યામાં તાંબા અને ચાંદીના સિક્કા જોવા મળે છે.
    • વલ્લભી વિદ્યાપીઠ એ પ્રાચીન ભારતમાં નાલંદા & તક્ષશિલા પછીનું અભ્યાસ માટેનું પ્રખ્યાત સ્થળ હતું. મૈત્રકના ઉપર્યુક્ત યોગદાનથી તેમના કલા અને સ્થાપત્યના વિકાસને પ્રતિબિંબીત કરવામાં આવે છે.

Leave a Comment