Skip to content

ઇંડા કરતા દુનિયાનુ સૌથી વધુ શક્તિશાળી ફળ વીશે જાણો

દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે જે ઇંડાને બદલે ખજૂર ખાવ આ સીઝન ખજૂરની છે. ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ- દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દરરોજ ખાવ . ક્યારેક ખજૂરના ભજીયા પણ બનાવીને ખવાય . જામનગરની જે ભારતીય ખજૂર આવે છે ( સીડલેસ ) એ ગુણકારી નથી પણ આરબ દેશોની જે કાળી ખજૂર આવે છે એ જ ગુણકારી છે. ખજૂર ૧૦૦ રૂા.થી માંડી ૨૦૦૦ રૂા. કીલો સુધીની મળે છે . મોઢામાં મૂકતા ચોકલેટની જેમ ગળી જવાય એવી પણ ખજૂર આવે છે. ખજૂર ચોખ્ખા પાણીથી ધોઈ ખાવી સારી બાકી સારી ખજૂર ન ધુઓ તો પણ ચાલે.

૧૦૦ ગ્રામ ખજૂરમાં ૨૭૫ કેલેરી એનર્જી, ૨૨.૫૦ ગ્રામ પાણી, ૧.૯૭ ગ્રામ પ્રોટીન, ૦.૪૫ ગ્રામ ફેટ ( ટોટલ લિપિડ ) , ૭૩.૫૧ ગામ કાર્બોહાઇડ્રેટ, ૭.૫ ગ્રામ ફાઇબર, ૧.૫૮ ગ્રામ કાર્બન, ૩૨ મિલિયમ કેલ્શ્યમ, ૧૯૫ મિલિયમ આયરન, ૩ મિલિયમ મેગ્નેશિયમ, ૪૦ મિલિયમ ફોસ્ફરસ, ૬૫૨ મિલિયમ પોટેશ્યમ, ૩ મિલિયમ સોડિયમ અને એ, બી બી -૨, અને બી -૧૨ વિટામીન હોય છે . જેઓ ઇંડા ખાય છે એ કરતાં ખજૂર ખાવી હજાર દરજ્જે સારી

ઇંડા તો સડેલા હો છે ઇંડા તાકાત આપે છે એ ભ્રમ છે . તાકાત તો ખજૂર કે દૂધ જે આપે છે એનો એક ટક પણ ઇંડા નથી આપતા. ખજૂરથી થતા ફાયદાઓમાં ૧ એ નબળાઈ કમજોરી દૂર કરે છે, બ્લડપ્રેશર ઘટાડે છે કબજીયાત નથી કરતી , નર્વસ સિસ્ટમ સ્વસ્થ રાખે છે , પેટ અને આંતરડાના કેન્સર સામે લડે છે , કોલેસ્ટ્રોલ ઘટાડે છે , આંખોનો પ્રકાશ સુધારે છે , એનીમિયા દૂર કરે છે અને એનર્જી વધારે છે . વળી યુનાની ચિકિત્સા કહે છે કે એ કિડની અને મૂત્ર વિસર્જન તંત્રને મજબૂત કરે છે અને ફેફસાની તકલીફો દૂર કરે છે ગર્ભવતી મહિલાઓને થતી કેટલીક સમસ્યાઓથી એ છૂટકારો અપાવે છે. ગર્ભાશય દિવાલોને એ મજબૂત કરે છે. બાળકના જન્મની પ્રક્રિયા એથી સરળ થાય છે . એટલે ગર્ભવતીએ તો ખજૂર ખાસ ખાવી જ. એ વખતે લોહી પણ ઓછું પડે છે . ખજૂરમાં રહેલા ગ્લુકોઝ અને ફક્ટોઝના કારણે એમાંથી નૈસર્ગિક સાકર શરીરને મડે છે . આ એક ઉત્તમ ટોનિક છે . આમ ખજુર ખાવાના અનેક ફાયદા છે

1 thought on “ઇંડા કરતા દુનિયાનુ સૌથી વધુ શક્તિશાળી ફળ વીશે જાણો”

Leave a Comment