રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો અેક જ નીંદરમા ઉંઘ પૂરી થઈ જશે વધુમાં વધુ ફિઝિકલ એક્ટિવિટી માટે સમય ફાળવો જેથી શરીર એકટીવ રહે. સૂર્યપ્રકાશ અને તાજી હવાને માણો તમારુ મગજ શાંત થઈ જશે. બને ત્યાં સુધી રાતના 8 વાગ્યા સુધીમાં ડિનર કરી લો જમવાનું મોડુ ન કરવુ જોઇયે. જે પીણાંમાં વધારે પ્રમાણમાં કેફિન હોય એ પ્રકારના પીણાં લેવાનું ટાળો . રાત્રે સૂવાના અને સવારે ઉઠવાના સમયનું નિયમિત રીતે પાલન કરો સવારે સમયસર ઉઠી જવુ અને રાત્રે સમયસર સૂઈ જવુ જરૂરી છે . વિક – એન્ડ દરમિયાન પણ આ સમયનું પાલન કરો . સૂતા પહેલાનું એક ખાસ સ્લિપ રૂટીન નિયત કરો

આમાં સ્નાન , રીડિંગ , મેડિટેશન અથવા તો મ્યુઝિક સાંભળવું જેવી બાબતોનો પસંદગી પ્રમાણે સમાવેશ કરવો જોઇએ . બેડરૂમનું તાપમાન કમ્ફર્ટેબલ હોવું જોઇએ જેથી સહેલાઇથી સારી નીંદર આવી જાય. ત્યાં શાંતિ અને અંધારું હોવું જોઇએ બપોરે સૂતી વખતે રૂમમાં અંધારું હોવુ જોઇએ, દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને બેડરૂમથી દૂર જ રાખો .

પૂરતી ઊંઘ શા માટે જરૂરી ? સીડીસીના અનુસાર ઊંધ હોર્મોન્સને નિયંત્રિત કરે છે , જે ભૂખ , મેટાબોલિઝમ , ગ્રોથ અને હીલિંગને નિયંત્રિત કરે છે . સારી ઊંધ મગજની ક્રિયાશિલતા વધારે છે . કન્સન્ટ્રેશન , ફોકસ અને કાર્યક્ષમતા વધે છે . સૌથી મહત્ત્વનું ઈમ્યુન સિસ્ટમ સંતુલિત રહે છે . વજન કાબુમાં રહે છે . હૃદયરોગ , સ્ટ્રોક , હાઈ બ્લડ પ્રેશર , ડાયાબિટિસ જેવી બીમારીઓનું જોખમ ઘટે છે .

90 મિનિટનાં 5 થી 6 ચક્ર એટલે શું ? સ્લીપ ફાઉન્ડેશનના અનુસાર સારી ઊંઘ 5 થી 6 તબક્કામાં પૂરી થાય છે . દરેક તબક્કો લગભગ 90 મિનિટનો હોય છે . જો તમે રાત્રે ઊંઘના 5 તબક્કા પૂરા કરો છો તો તમને 7.5 કલાકની ઊંઘ મળે છે , જ્યારે 6 તબક્કા પૂરા કરો છો તો તમને 9 કલાકની ઊંઘ મળે છે . આ તબક્કાને પૂરા કરવાથી જ તમારું શરીર સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકે છે.

સારી ઊંઘ માટે કેટલી કસરત ? જોન હોપકિન્સ મેડિસિનના અનુસાર દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની મધ્યમ તેજ કસરત પ્રથમ દિવસથી જ ઊંઘમાં અંતર લાવી દે છે . સારી ઊંઘ માટે એરોબિક એક્સરસાઈઝ જેમકે રનિંગ , વોક વગેરે ફાયદાકારક છે . એક્સરસાઈઝથી એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે , જેનાથી ઊંઘ થોડા સમય માટે ઘટે છે . ઊંઘવાના 1 થી 2 કલાક પહેલા સુધી જ આવી કસરત કરવી જોઈએ .