Skip to content

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે

અતીવીષની કળી : અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી . અતીવીષા એટલે અતીવીષની કળી . એ બાળકોનું ઔષધ છે . અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર , આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે .

આથી જે બાળકને કાચા , ચીકણા કે પાતળા ઝાડા થતા તેમના માટે ઉત્તમ ઔષધ છે . અતવષ ઉત્તમ આમ પાચક પણ છે વળી એ કડવાશને લીધે તાવ , પેટના કૃમી અને કફનો નાશ કરે છે . અતીવીષનું ચુર્ણ બાળકોને આખા દીવસમાં અડધી ચમચી જેટલું પરંતુ ખુબ નાના બાળકને તો માત્ર ઘસારો જ આપવો .

માના ધાવણ જેવું તે નીર્દોષ ઔષધ છે . અતીવીષની કળી કંઈક ગરમ , તીક્ષ્ણ , અગ્નીદીપક , ગ્રાહી – મળને બાંધનાર , ત્રીદોષશામક , આમાતીસાર , કફપીત્તજવર , ઉધરસ , વીષ , ઉલટી , તૃષા , કૃમી , મસા , સળેખમ , અતીસાર અને સર્વ વ્યાધીહર ગણાય છે . અતીવીષ સર્વદોષહર , દીપનીય પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે .

જે રોગમાં જઠરાગ્નીને પ્રદીપ્ત કરવાની , આહારને પચાવવાની તથા મળને બાંધવાની ક્રિયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ , પીત્તાદી દોષોને શાંત કરવાની જરૂર હોય તેમાં અતીવીષ સર્વોત્તમ છે . આ ઉપરાંત અતીવીષ લેખનીય – ચોટેલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે .

અતીવીષની કળી ધોળી , કાળી અને પીળી એમ ત્રણ પ્રકારની મળે છે . પણ ઔષધમાં ધોળીનો જ ઉપયોગ થાય છે . કળી ભાંગીને સફેદ હોય તે જ લાવીને વાપરવી . અતીવિષ અતીસાર – ઝાડાનું ઉત્તમ ઔષધ છે . કોઈ પણ પ્રકારના ઝાડામાં દીપન , પાચન અને સંગ્રાહી ઔષધની જરૂર હોય છે . અતીવીષની ફળીમાં આ ત્રણ ગુણ છે અને તે આમનાશક પણ છે .

અતીસારમાં સુંઠ અને અતીવીષા બંનેનું ૫-૫ ગ્રામ ચુર્ણ ૧ કીલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું . અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું . એનાથી આમનું પાચન થાય છે , જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે .

કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય . મળ બંધાઈ જવાથી અતીસાર મટે છે . રક્તાતીસાર અને પીત્તાતીસાર સીવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે .

1 thought on “બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે”

  1. In dreams: I’ve always had super vivid dreams and it takes me a while after waking up to realize that they’re not real. Sometimes, it’s a disappointment but generally I just forget about it and move on. Now, in 6th grade I had one really close friend who I never actually got into a fight with. One night, I had a really vivid dream where my friend and I had this huge falling out over something that I can’t even remember now. I was really good at holding grudges because I was not a forgiving child, so for three weeks I completely ignored my best friend in anger to the point where she started crying in front of the teacher and he asked what was going on. Of course, as I’m telling the story I realize the events were super weird and that it was all a dream. I fall silent and just look at my friend who’s still extremely upset and don’t know what to say because I had fucked up so badly.

    Reply

Leave a Comment