Skip to content

ભારતીય લોકતંત્રને સુદ્રઢ બનાવવા સિવિલ સેવાની ભૂમિકા

ભારતીય લોકતંત્રને સુદ્રઢ બનાવવા સિવિલ સેવાની ભૂમિકા: સરદાર પટેલે જેને ‘ભારતીય વહીવટની સ્ટીલ ફ્રેમ’ ગણાવી છે તે સિવિલ સેવાનો આઝાદી બાદ મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોકતંત્રને સુદ્રઢ બનાવી સરકારની નીતિઓનો કાર્યક્ષમ અમલ કરી. સામાજિક-આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. તેની ભૂમિકા..

1) નીતિઓ અને કાયદા લાગુ કરવા  સિવિલ સેવક ની મુખ્ય ભૂમિકા સરકારના કાયદા/નીતિઓ લાગુ કરવાનો હોય છે. સાર્વજનિક નીતિઓ લાગુ કરી તેઓ જરૂરી લક્ષિત લાભાર્થીને વસ્તુ અને સેવાઓ પ્રદાન કરે છે.

2) નીતિ નિર્માણ તરીકે  સિવિલ સેવકો રાજનેતા અને મંત્રીઓને સલાહ આપી નીતિ નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેમાં નીતિઓ કે જાહેર કાર્યક્રમોની રચના કરી તેનો કાર્યક્ષમ અમલ, સીધો જ નાગરિકોની ક્રિયાઓને અસર કરે છે.

3) લોકતંત્રમાં નાગરીકોની ભાગીદારી વધારવા  માટે સિવિલ સેવકોની ભૂમિકા અગત્યની છે. જેમ કે, MyGov.org પોર્ટલ પરથી નીતિ/યોજના બાબતે લોકોનો અભિપ્રાયમાં લેવો.

4) સામાજિક-આર્થિક વિકાસ  સિવિલ સેવકના તેના કાર્યક્ષેત્રના તેમજ દેશના સામાજિક આર્થિક વિકાસ કાર્યક્રમોના લક્ષ્યો હાંસિલ કરવા તે આશા રાખવામાં આવે છે. જેમ કે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જીલ્લાના વિકાસ કાર્યોનું અમલીકરણ સુનિશ્ચિત કરવું.

5) સરકારને મદદ કરવા  ભારતીય લોકશાહીમાં કોઈ સરકાર અસ્થાયી હોય છે, જયારે સિવિલ સેવામાં બ્યુરોક્રેટસ તરીકે સરકારને યોગ્ય જમીની વાસ્તવિકતા થી વાકૂફ કરી સરકારને તેના કાર્યોમાં આધાર (મદદ) આપવાનું કાર્ય કરે છે.

6) વહીવટી ન્યાય નિર્ણય  વહીવટ ન્યાય અધિકરણમાં સિવિલ સેવકને ન્યાયધીશના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે જે નાગરીકો અને રાજ્યોની વચ્ચેના વિવાદોનું સમાધાન કરે છે. જેમ કે ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ તરીકે કલેકટરનું કાર્ય

7) કાયદો અને વ્યવસ્થા જાળવવા  સિવિલ સેવકોની અગત્યની ભૂમિકા એ છે કે સામાજિક તનાવની સ્થિતિમાં સમાજમાં શાંતિ જળવાય તે રીતે કાયદો વ્યવસ્થા જળવાય રહે જેમ કે જીલ્લા પોલીસવડા (IPS)ની ભૂમિકા

8) વિપતિઓ અને મુશ્કેલીઓ  જેવી કે ભૂકંપ, પુર, ચક્રવાત જેવી મહામારીમાં તેમજ હાલની કોવીડ-19 સ્થિતિમાં જાહેર વ્યવસ્થાના નિયમન માટે સિવિલ સેવાની ભૂમિકા અને તેના નિર્ણયો સીધા જ લોકોને અસર કરે છે. ઉદા. ડીઝાસ્ટર મેનેજમેન્ટ કે લોકડાઉન લાગુ કરવા માટે બ્યુરોકેટ્સની અગત્યની ભૂમિકા.

9) રાષ્ટ્રવાદની ભાવના વિકસાવવા  જવાબદેહી, સત્યનિષ્ઠા, સહિષ્ણુતા, સંવેદનશીલતા જેવા ગુણોના આધારે સિવિલ સેવક જાતિવાદ/પ્રાંતવાદ કે સાંપ્રદાયિક તણાવ સમાજમાંથી દુર કરવા અગત્યની ભૂમિકા ભજવે છે.

10) લોકતંત્રને સુદ્રઢ કરવા  નવીનીકરણ (ઈ-ગવર્નન્સ) સેવા સેતુ વગેરે કાર્યક્રમો થકી સિવિલ સેવાના કાર્યો એ લોકોને સશક્ત બનાવ્યા છે.

Way Forward:- .સિવિલ સેવાઓમાં બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ, ભ્રષ્ટાચાર વધુ પડતું કેન્દ્રીયકરણ, સતાનો દુરપયોગ વગેરે દુર કરવા 2nd ARCની ભલામણો જેવી કે કામગીરી સંબંધિત પ્રમોશન, ઈ-ગવર્નન્સને પ્રાધાન્ય રાજકીય તટસ્થતા અને જાહેર સેવામાં નિષ્પક્ષતાને મહત્વ આપવું જોઈએ.