શા માટે કચ્છમાં અષાઢી બીજના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે

શું તમે જાણો છે કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે શા માટે ઉજવવામાં આવે છે જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા આ ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું , ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. આમ કચ્છમાં આ અષાઢી બીજના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે. પરંતુ ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપનાસમયથી આ દિવસ ને નવા વર્ષ તરીકે મનાવે છે. તે તો ઇતિહાસના પાના પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિ વસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.

કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ,
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ.”

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ

અષાઢી બીજનાં દરબાર ભરાતો અને નગરજનો રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા – દાયકા પહેલા આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ ષના નવા સિક્કા બ હાર પડાતા, નવું પંચા ગ બહાર પડતું, અને વિવિધ આક ર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા અને રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા હતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. તેમાં અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે.

દર અષાઢી બીજ અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવતા – રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને જે 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જૂની ટંકશાળ હતી. ત્યાં ક ચ્છ રાજનું તત્ કાલિન ચલણી નાણું છપાતું.અને દર અષાઢી બીજે અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવ તા હતા. એક સદી પહેલાં મહાદેવ નાકા પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહીં બોર્ડર વિંગની કચેરીઅને પેન્શનર્સોની ઓફિસ આવેલી છે.

અષાઢી બીજનાં દિવસે 17 તોપોની સલામી આપવામાં આવી હતી – ઉપરાંત કચ્છના રાજવી જ્યારે દિલ્હી જતા ત્યારે તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. અને દરરોજ રાજા નું આયુષ્ય જળવાઈ રહે તે માટે કરીને બપોરે 12 વાગ્યે 1 તોપ છોડવામાં આવતું હતું.ઉપરાંત દર અષાઢી વર્ ષે એટલે કે કાચી નવા વ ર્ષે ભુજના હૃદય સમા હમીરસર તળાવના કિનારેથી રાજા માટે 17 તોપની સલામી આપવામાં આવતી હતી

દરિયાખેડુ અને ખેડૂતો પણ આ કચ્છી નવા વર્ષના ઇતિહાસ સાથે સંકળાયેલા છે – અષાઢી બીજ, કચ્છી નવા વર્ષ અંગેનો ઇતિહાસ સાથે પા ણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિ વસો દરમ્યા ન દરિયો ખેડીને પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાઈ છે. તેથી પણ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવ વા પાછળનું કારણ ગણાય છે. તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિ વસ વિશે ષ બને છે.