શું તમે જાણો છો સોનાની મોટી ખાણ ક્યાં આવેલ છે સોનાની સૌથી મોટી પ્રતિમા ક્યાં આવેલ છે

મા નવ સંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યએ ખોદીને કાઢેલ અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકી એક ધાતુ સુવર્ણ એટલે કે સોનુ છે. ઋગ્વેદ તેમજ પુરાણો અને અન્ય શાસ્ત્રો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાં પણ સોનાનો ઉલ્લેખ મળી આવેલ છે . આઠ હજાર વર્ષ જૂના સુવર્ણના અલંકારોના અવશેષો મળી આવે છે . ભારત તેમજ અન્ય દેશોની પૌરાણિક કથાઓમાં દેવ દેવીઓની મૂર્તિઓ પણ સૂવર્ણની બનાવવામાં આવે છે . થાઈલેન્ડમાં ભગવાન બુદ્ધની એક મોટી પ્રતિમા સોનાની છે આ પ્રતિમા બચાવવા તેના પર ખાસ પ્રકારની માટીનું પડ ચડાવી દેવામાં આવેલ હતું . આપણા દેશમાં જૈન તિર્થંકરોની પ્રતિમા ઘણા સ્થળે સુવર્ણની હોય છે તેમજ હિન્દુ દેવ – દેવીઓની પ્રતિમાઓ પણ ઘણા સ્થળે સોનાની હોય છે . આ ઉપરાંત અનેક મંદિરોમાં સોનાના ભંડારો પણ આવેલા છે. આપણા દેશમાં સોનાને બચત કરવાનું ખુબ મહત્વનું ગણવામાં આવે છે .

ઓલિમ્પિક રમતો અને અન્ય ઘણી રમત સ્પર્ધાઓમાં ટોચનું ઇનામ ગોલ્ડ મેડલ છે . સોનાનો ઉપયોગ ઔષધોમાં પણ કરવામાં આવે છે . gold medal મેળવવો દરેક લોકો માટે ખુબ મહત્વનું બને છે સોનું મેળવવા માટે મનુષ્ય આખી પૃથ્વીને ખૂંદી વળ્યો છે . ૨૦૨૦ માં , વિશ્વનો સૌથી મોટુ સોનાનુ ઉત્પાદક ચીન હતુ , ત્યારબાદ રશિયા અને ઑસ્ટ્રેલિયા આવે છે . સોના કરતા પણ કિમતી ધાતુ પ્લેટિનમ છે . પૌરાણિક સમયથી પ્લેટિનમની બનેલી હાથ કારીગરીની ૬ વસ્તુઓ મળી આવી છે . પરંતુ આધુનિક સમયમાં ૧૫૫૭ માં ઇટાલિયન કવિ અને સાહસખેડુ જુલિયસ સિઝર સ્કેલીન્જરને મેક્સિકોમાંથી તે પ્રાકૃત સ્વરૂપમાં મળી આવ્યાનું મનાય છે . એન્ટોનિયો ઉલેમાને કોલંબિયા ( દક્ષિણ અમેરિકા ) કેટલીક ધાતુઓ મિશ્રિત સોનુ મળી આવ્યું હતું . ત્યાંના સ્પેનિશ લોકો ચાંદીને મળતી આવતી આ ધાતુને પ્લેટીના ૬ પીન્ટો કહેતા હતા . ૧૭૪૧ માં અંગ્રેજી ધાતુ શાસ્ત્રી ચાર્લ્સ વુડ દ્વારા આ ધાતુનો પ્રથમ નમૂનો યુરોપમાં લાવવામાં આવેલ . હાલા પ્લેટિનમ અમેરિકા , અલાસ્કા , કેનેડા , પેરુ , આયર્લેન્ડ , જર્મની , ફિનલેન્ડ , રશિયા , ન્યૂઝીલેન્ડ , ઓસ્ટ્રેલિયા , મડાગાંસ્કર , દક્ષિણ આફ્રિકા , ઝિમ્બાવે અને યુગોસ્લાવિયામાં મળી આવે છે . ભારતમાં તે જૂજ પ્રમાણમાં મળી શકે છે . યુનિવર્સિટી ઓફ બ્રીસ્ટોલના વિજ્ઞાનીઓએ શોધી કાઢેલ છે કે પૃથ્વીની સપાટીને ચાર મીટર જાડાઈના અમૂલ્ય પડથી મઢવા પૂરતું સોનુ અને પ્લેટિનમ પૃથ્વીના હાર્દમાં રહેલા છે .

તો પ્રશ્ન એ થાય કે આ સુવર્ણ અને પ્લેટિનમ અને તેના જેવી બીજી કીમતી ધાતુઓ પૃથ્વીના પેટાળમાં આવી કેવી રીતે ? એવું માનવામાં આવે છે કે આ ધાતુઓ , પૃથ્વીના રચના કાળ દરમિયાન , તેના પદાર્થો પૃથ્વીના પેટાળ તરફ ગયા હશે . જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારે તે પીગળેલી હતી , તેથી પ્રારંભિક અવસ્થામાં પૃથ્વીમાં હાજર લોખંડ પૃથ્વીના કેન્દ્ર તરફ જમા થયું હશે અને લગભગ તમામ સોનું અને બીજી ધાતુઓ કદાચ તેના હાર્દમાં ડૂબી ગયા હશે . તો થોડા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે સુવર્ણ અને પ્લેટિનમ બંને બાહ્ય અવકાશમાંથી પૃથ્વી પર આવેલા છે આપણી સામે સવાલ એ થાય કે બાહ્ય અવકાશમાંથી એ ક્યાંથી , કેવી રીતે અને ક્યારે આવ્યા હશે ? પૃથ્વીની રચના કાળે સોના અને પ્લેટિનમની જંગી ડિપોઝિટ તેમજ અન્ય કિંમતી ધાતુઓની જંગી ડિપોઝિટ પૃથ્વીના કેન્દ્ર પ્રતિ પીગળેલ લોહ ઉતર્યું ત્યારે તેની સાથે પૃથ્વીના હાર્દમાં ગઈ . તેનાથી પૃથ્વીની ઉપરના સ્તરોમાં સોના અને પ્લેટિનમની ઊણપ સર્જાઈ . ૨૦ કરોડ વર્ષો પછી તે પૃથ્વી પર ઉલ્કાપિંડોનો પ્રલય કારી બોમ્બમારો થયો ત્યાં સુધી આ ઉણપ રહી તે ૨૦ કરોડ વર્ષોના ગાળા દરમિયાન એકડા પાછળ ૩૦ મીન્ડા મૂકીયે ( ૧૦૦ અબજ અબજ અબજ ) તેટલા ટન ઉલ્કાપિંડોના પદાર્થો પૃથ્વી પર ખાબકેલા તેમાં સોનુ અને પ્લેટિનમ પણ હતા . અમુક સંશોધકોના મતે ઉલ્કાપિંડોના આ પ્રચંડ પ્રપાતે પૃથ્વીએ પોતાના હાર્દમાં ગુમાવેલી કિંમતી ધાતુઓની ડિપોઝિટ ફરી ભરપાઈ થઈ ગઈ હોવી જોઈએ આપણા સૌરમંડળમાં મંગળ અને ગુરુના ગ્રહો વચ્ચે અનેક લઘુરીતે ગ્રહો સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા છે . તે પૈકી અમુક તો એટલા મોટા છે કે તેમને દૂરબીનથી જોઈ શકાય છેપૃથ્વીના આ લઘુગ્રહો અંદર અંદર અથડાય છે અને તેના ટુકડા થઈ જાય છે . તેઓ પોતાની કક્ષામાંથી વિચલિત પણ થાય છે . તે પૈકી કોઈ ઉલ્કાપિંડ બની પૃથ્વીના વાતાવરણમાં તેજ લિસોટા બની પૃથ્વીની સપાટી પર ગ્રીકલેન્ડ વિસ્તારમાં પુરાતન ખડકો શોધી કાઢ્યા છે . સમય જતા પૃથ્વી કેવી લઘુરીતે બદલાય છે તે જાણવામાં ખડકો ઉપયોગી થાય છે ખડકોના પૃથ્થકરણ પરથી માલૂમ પડ્યું કે તેઓ પૃથ્વીના રચનાકાળ દરમિયાન પડે છે . આ લઘુગ્રહોમાં એટલા પ્રમાણમાં ખનીજ ધરબાયેલા છે કે કેટલાક લોકો સ્પેસ માઇનિંગ વિશે વિચારવા માંડ્યા છે . રોબર્ટ ફૂંકના કહેવા પ્રમાણે ચોરસ મીટર પહોળાઈના યુક્ત લઘુગ્રહમાંથી અબજો રૂપિયાનું સોનું , પ્લેટિનમ અને બીજી કીમતી ધાતુઓ મળી શકે તેમ છે . તેથી એવું માનવામાં આવે છે પૃથ્વી પરનું સોનુ , પ્લેટિનમ અને અન્ય ખનીજો ઉલ્કાપિંડોની વર્ષાથી બાહ્ય અવકાશમાંથી આવેલા છે . વૈજ્ઞાનિકોએ પેટાળમાંથી જ રચાયા હતા અને આ ખડકોમાં ટંગસ્ટન ધાતુના આઇસોટોપનું પ્રમાત્ર આધુનિક ખડકો કરતા વધારે હતું . આધુનિક ખડકો સંભવતઃ ઉલ્કાપિંડના વરસાદને કારણે રચાયા હશે . તેના પરથી કહી શકાય કે મહારાજાઓને જે ધાતુનો આમ આદમીથી માંડીને શ્રીમંત આદમી તથા રાજા પરાપૂર્વથી મોહ રહ્યો છે તે સુવર્ણ એટલે કે સોનું છે . તેનાથી પણ કીમતી પ્લેટિનમ છે . આજના સુવર્ણ અને પ્લેટિનમ બાહ્યાવકાશમાંથી જ આવ્યા હશે સોનું મોટાભાગના એસિડ માટે પ્રતિરોધક છે , જો કે તે એક્વા રેજીયા ( નાઈટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ ) માં ઓગળી જાય છે જે દ્રાવ્ય ટેટ્રાક્લોરોરેટ એનિઓન બનાવે છે . સોનું નાઈટ્રિક એસિડમાં અદ્રાવ્ય છે . ચાંદી અને મૂળ ધાતુઓને ઓગાળી દે છે , જે લાંબા સમયથી સોનાને શુદ્ધ કરવા અને ધાતુના પદાર્થોમાં સોનાની હાજરીની પુષ્ટિ કરવા માટે ઉપયોગમાં લેવાતી મિલક્ત છે જે એસિડ ટેસ્ટ શબ્દને જન્મ આપે છે . સોનું સાઇનાઇડના આલ્કલાઇન દ્રાવણમાં પણ ઓગળ છે . જેનો ઉપયોગ ખાણકામ અને ઇલેક્ટ્રોપ્લેટિંગમાં થાય છે . સોનું ઓગળી જાય છે પારો , મિશ્રઘ્ર એલોય બનાવે છે , અને સોનું માત્ર દ્રાવ્ય તરીકે કાર્ય કરે છે , આ રાસાયણિક પ્રતિક્રિયા નથી . બીજી બાજુ , સ્પેનની યુનિવર્સિટી ઓફ ગ્રેનાડાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એ વાતની સ્થાપના કરવામાં આવી છે કે સોનું આપણા પ્રહના સૌથી ઊંડા પ્રદેશોમાંથી પૃથ્વીની સપાટી પર આવ્યું છે . પૃથ્વીનો આંતરિક ભાગ ત્રણ મોટા સ્તરોમાં વહેંચાયેલો છે :પોપડો ( crust ) , આવરણ અને કોર . આવરણ એ પોપડામાંથી કોરને અલગ કરતું સ્તર છે જેમાં આપણે બધા રહીએછીએ , અને તેની ઉપરની સીમ મહાસાગરોની નીચે લગભગ ૧૭ કિલોમીટર અને ખંડો હેઠળ ૭૦ કિલોમીટર પર સ્થિત છે . માનવજાત પાસે આ આવરણની સીમા સુધી પહોંચવા માટેના સાધન નથી અને તેથી તેના વિશે સીધી રીતે વધુ જાણવાનું શક્ય નથી . પરંતુ જ્વાળામુખીના વિસ્ફોટ તેમની સાથે ખંડો હેઠળના આવરણમાંથી સપાટી પર નાના ટુકડાઓ લાવે છે , જેને ‘ ઝનોલિક્સ ’ કહેવામા આવે છે આ ઝેનોલિક્સનો આ સંશોધનમાં અભ્યાસ કરવામાં આવ્યો છે . તેમાં , સંશોધકોને પૃથ્વી ઊંડા આવરણમાંથી આવતા નાના નાના સોનાના કણો મળ્યા છે , જેની જાડાઈ માનવ વાળ જેટલી છે સંશોધકોએ જણાવ્યું હતું કે સંશોધનનું કેન્દ્ર આર્જેન્ટિનાના પેટાગોનિયા ખાતેના ડેસેડો મેસિફનો પ્રદેશ છે . તેમની પસંદગીનુ કારણ એ છે કે તે પ્રદેશ હેઠળનુ આવરણ અનન્ય , અસામાન્ય છે તે પોતાની સપાટી પર સોનાની થાપણો પેદા કરવાની વૃત્તિ ધરાવે છે . સોનું , તેમજ અન્ય દુર્લભ ધાતુઓ પૃથ્વીના પોપડાની નીચે , આવરણની અંદરના ઊંડાણમાંથી પીગળેલા ખડકોના નાના ટુકડાઓ જ્વાળામુખીની ધુમ્સ દ્વારા સપાટી પર લાવી શકાય છે . તેના પરથી વૈજ્ઞાનિકો હવે એ પણ સમજી શકશે છે કે શા માટે ગ્રહના પોપડાના કેટલાક ભાગોમાં અન્ય કરતા વધુ સોનાની સાંદ્રતા છે પૃથ્વીના પોપડામાં જ્વાળામુખી દ્વારા ઉત્પાદિત ખડકોનો જેમ કે પૂર્વ આફ્રિકન રિફ્ટ , મધ્ય ભારતમાં ડેક્કન ટ્રેપ્સ અને ઉત્તરમાં સાઇબેરીયન ટ્રેસ , રશિયા હવાઇયન ટાપુઓમાં સોનું અને અન્ય દુર્લભ ધાતુઓની વધુ સાંદ્રતા હોવાની શક્યતા છે.

Tags: , , , , , , ,