રોગી પોતે સૌથી સારો ડોકટર બની શકે છે. આ સુત્રો અનુસરશો તો તમને દવાખાનાથી દૂર રહેવામાં મદદ કરશે. નીચે આપેલા સૂત્રો આજની જીવન શૈલીને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવેલ છે. આ સૂત્રોનું પાલન તમને સ્વસ્થ અને સુખી જીવન આપશે.
જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે એક એક ઘૂંટ મોઢામાં ગોળ ગોળ ફેરવીને સુખાસનમાં બેસીને પીવું. સવારે ઉઠીને તરત જ વાસી મોઢાએ જેટલું પી શકાય તેટલું હૂંફાળું પાણી લોટામાં પીવું. ભોજન બનાવતી વખતે ભોજનને સૂર્યપ્રકાશ અને પવનનો સ્પર્શ મળે તે ખૂબ જ જરૂરી છે. ભોજન બનાવ્યા પછી જેટલું જલદી તેનો ઉપયોગ થાય તેટલું સારું. સવારે સૂર્યોદયથી અઢી કલાક સુધીમાં ભાવતું ભોજન કરી, બપોરે નાસ્તા જેવું જમો અને સાંજે સૂર્યાસ્ત પહેલા હળવું ભોજન કરવું. જમ્યા પહેલાં ૪૫ મિનિટ અને જમ્યા પછી કલાક ૩૦ મિનિટ ( દોઢ કલાક ) સુધી પાણી પીવું જોઈએ નહીં. જમ્યા પછી સવારે ફળ કે ફળનો રસ , બપોરે જીરાથી વઘારેલી છાશ કે સાદી છાશ અને રાત્રે દેશી ગાયનું દૂધ લેવું. હંમેશા સિંધવ મીઠાનો જ ઉપયોગ કરો તેનાથી શરીર ને ખૂબ જ પોષક તત્ત્વો મળે છે. ભોજનમાં મેંદાનો ઉપયોગ કરવો નહીં. ઘઉંનો લોટ ૧૦ દિવસ અને મકાઈ, બાજરી જુવારનો લોટ ૭ દિવસથી વધારે વધારે જૂનો ખાવો નહીં. બપોરનું ભોજન સવાર કરતાં થોડું ઓછું કરવું. સાંજનું ભોજન ( બિલકુલ હળવું ) કર્યાં પછી ૧૦ મિનિટ વજ્રાસન અને ૫૦૦ થી ૧૦૦૦ કદમ ટહેલવું ( ચાલવું) ઠંડા પીણા, શરાબ અને ચા પીવી નહીં, તેની જગ્યાએ ઘણી જ પોષ્ટિક વસ્તુઓ છે તે પીવા …
જેમ કે લીંબુ પાણી , નાળિયેર પાણી વગેરે … સૂતી વખતે પારિવારિક (સાસાંરિક) વ્યક્તિએ દક્ષિણ દિશામાં અને સન્યાસી , બાળકો , બ્રહ્મચારી તથા સંતોએ પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ ભોજન ખૂબ જ ચાવીને કરવું ( ભોજનને એટલું ચાવો કે તે રસ બની જાય ) ઘરમાં એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરવો નહીં. તેની જગ્યાએ માટી , પિત્તળ , તાંબુ , લોખંડ કે સ્ટીલના વાસણો સૌથી સારા માટીના અને છેલ્લે સ્ટીલ ચાલે. જમ્યા પછી સોપારી , તમાકુ , અને કાથા વગરનું પાન જરૂર ખાવું જોઈએ. આવું પાન કફ , વાત અને પિત્તને બરાબર સમતોલ રાખે છે. જમ્યા પછી ૧૦ મિનિટ વજ્રાસનમાં બેસી ૨૦ થી ૨૫ મિનિટ ડાબા પડખે સૂઈ જવું આપની કાર્ય કરવાની તાકાત અને ગતિ વધી જશે . ૪૦ વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ ઘઉંના દાણા જેટલો ચુનો (પાણી , છાશ , જ્યુસ કે દહીં સાથે) લેવો જોઈએ. પથરીના રોગીએ ચુનો લેવો નહીં ચુનો વાતનાશક છે. તે ઘુંટણ , કમર અને સાંધાના દુ : ખાવા નહીં થવા દે. આટલા નિયમો અપનાવશો તો ક્યારેય બીમાર નહિ પાડો