જગજાહેરમાં ગળું તો કપાયું પણ એ વાતનો અફસોસ છે કે ત્યાં કોઇ સાચો મર્દ નહોતો

જગજાહેર ગળું તો કપાયુંર્દ હતો નહિ કે શુ એક બાળકી નો જીવ બચાવી ના શક્યો…..

ૐ શાંતિ grishma vekariyaતારુ ગળુ નહી પણ આ નમાલા સમાજ નુ નાક કપાણુ છે…આ ઘટના નજરે જોનાર એકેએક ને સજા થવી જોઈએ..

નામાલાવે એક એક પથ્થર ઉપાડી ને માર્યો હોત તો પણ જીવ બચી શક્યો હોત પણ આપણા સમાજ ને તમાશો જોવા મા જે આનંદ આવે એ ઘરે વીતે ત્યારે ખબર પડે બાકી પીડિત પરિવાર ના સભ્યો ને શ્રી કૃષ્ણ હિમમત આપે એવી પ્રાર્થના….

ગ્રીષ્મા વેકારીયા નું જગજાહેર ગળું તો કપાયું પણ સાથે-સાથે આપણું નાક પણ કપાયું છે. ત્યાં ઉભેલા દરેક વ્યક્તિનું નાક કપાયું છે. સમાજ માં રહીયે છીએ તો આપણી પણ ફરજ છે કે આવી ગુનાહિત પ્રવુતિ થતી હોય તેને અટકાવી દેવી જોઈએ. નહીં કે તમે ઉભા રહી તેને મોબાઈલ માં વિડીયો બનાવો. સુરતમા આવી ઘટના ખુબજ ગંભીરતાથી લેવા જેવી બાબત છે. કાયદો અને સરકાર તો તેના કામ કરશે જ પણ દરેક માતા પિતા ને મારી વિનંતી છે દીકરીઓ સાથે સહજ મૈત્રી સ્વાભાવ થી સંબંધ રાખી તેને સમજાવો કે પાશ્ચાત્ય સંસ્કૃતિ નું અનુકરણ ના કરે. દીકરી વયસ્ક થયે સનાતન સંસ્કૃતિ પ્રમાણે લગ્ન જીવન ની સમજ અને જવાબદારી સમજાવે. સરકાર અને સંસ્કાર બંને ની જરૂર છે આપણી દીકરીઓ ના રક્ષણ માટે.

એ, કરગરતી રહી… દર્દથી કણસતી રહી… બચાઓ બચાઓની બુમો પાડતી રહી… અને પેલો નફ્ફટ ઝાલીમ બેખોફ બનીને એક નિઃસહાય યુવતી ગ્રીષ્મા વેકરીયાના ગળા પર ધારદાર છુરી ફેરવતો રહ્યોં…જાણે મદારીનો ખેલ ચાલતો હોય એમ ત્યાં જમા થયેલ નપુંસક જનમેદનીનું ટોળું તમાશો જોવા ઉભી રહી ગયું… ટોળામાંથી કોઈએ બુમો પાડી.. કોઈએ દર્દભર્યા સીસકારા બોલાવ્યા તો વળી કોઈએ મોબાઈલમાં વિડિઓ ઉતાર્યા..!! વિડિઓ પૂરો જોઇ નથી શકાતો કે નથી શેર કરી શકાતો કેમ કે હૈયું ધ્રુજી ઉઠે છે..સાલું ગજબ કહેવાય નહિ.!! એક તરફી પ્રેમમાં પાગલ થયેલો એવો એક લબર મુછીયો યુવાન ધોળા દિવસે ખુલ્લે આમ હાથમાં ખંજર લઈને છેક પીડિત યુવતીના ઘર સુધી આવી ગયો… કોઇ કંઇ સમજે વિચારે એ પહેલાં તો યુવતીના મોટા બાપા અને તેના ભાઇને છરીના ઘા મારીને ઘાયલ કરી નાખ્યા…! ત્યારબાદ..? ત્યારબાદ પેલા યુવાને પેલી યુવતીને પોતાના જ ઘરની ઘસડીને બહાર લાવ્યો… અન યુવતીના ગળા પર ચપ્પુ રાખીને આખી સોસાયટીને બાનમાં લઇ લીધી…અન જોત જોતામાં પેલા યુવાન પ્રેમીએ જાહેરમાં અતિ નિર્દયતાથી પેલી યુવતીનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી…અને મેં હમણાં કહ્યું તેમ સોસાયટીના લોકો મદારીનો ખેલ જોતા હોય એમ ઉભા ઉભા પેલી યુવતીને તડપતી કરગરતી અને રડતી જોઇ રહ્યાં હતા..! સાલા નપુંસકો…
ગઇ કાલ સાંજની તો વાત છે..! ગઇકાલે અમાર સુરતમાં ટોટલ ત્રણ મર્ડર થયા…પાછા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ અમાર સુરતના જ….સાલા નર પીચાસો ને કાયદા કાનૂન નો જરા પણ ખૌફ રહ્યોં નથી… સાલાઓ ખુલ્લે આમ દિન દહાડે મર્ડર ઉપર મર્ડર કરી રહ્યાં છે… એમાંનો જ આ કિસ્સો છે જેમાં એકતરફી પ્રેમમાં પાગલ એવો યુવાન ખુલ્લે આમ એક યુવતીનું તેના જ ઘર આગળ ગળું કાપી રહ્યોં છે.. અન નપુંસક પબ્લિક તમાશો જોઇ રહી છે… બચાઓ બચાઓની બુમરાણ મચાવતી રહી અન પેલો હરામી…..

સાલી કરુણતા તો જુઓ.. ખુલ્લેઆમ એક દીકરીની ઠંડા કલેજે નિર્મમ હત્યા કરી નાંખી…. જો આજ સોસાયટીમાં કોઇ રાજપૂત, આહીર, દરબારનું ઘર હોત અન એ કોમનો યુવાન ત્યાં હાજર તો કદાચ પેલી યુવતી બચી ગઇ હોત.. કારણકે ઇતિહાસ સાક્ષી છે આ કોમના યુવાનોએ કોઈપણ સમાજની બેન દીકરીની રક્ષા કાજે પોતાના પ્રાણની પણ આહુતિ આપવામાં પાછી પાની કરી નથી… બાકી એ સિવાયની બધીજ કોમ જીભડા કાઢીને ઉભી રહે….

ઠીક છે હવે, આ બાબતે ઘણું લખી શકાય તેમ છે.. પણ પણ.. એટલું તો ચોક્કસ કહી શકાય કે..આજે અમુક તમુક સમાજને બાદ કરતાં બાકીનો બધા સમાજ…..
ટૂંકમાં ભગવાન મૃતક યુવતીના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…

Tags: , , , , , ,