Monday, March 20, 2023
Homeસમાચાર12 માની એક્ઝામ આપતા આપતા વિદ્યાર્થીનુ હ્રદય બેસી ગયુ

12 માની એક્ઝામ આપતા આપતા વિદ્યાર્થીનુ હ્રદય બેસી ગયુ

અમદાવાદમાં 12 માની એક્ઝામ આપતા આપતા અચાનક આવું થયું અને થયું મૃત્યુ, જેણે જોયું ચીસો પાડવા લાગ્યા

આપણા રાજ્યમાં આજથી 10 માં સ્ટાન્ડર્ડની અને 12ની બોર્ડની એક્ઝામ્સ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે પરીક્ષાના ફર્સ્ટ ડે જ એક ખુબ જ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ એટેક આવ્યો હતો. પછી તે સ્ટુડન્ટને હાલત ગંભીર જણાતા તેને તાત્કાલીક 108 મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેનું મૃત્યુ થયું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારની એસ જી પટેલ સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શેખ મોહમ્મદ અમન મોહમ્મદ આરીફ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. આ સ્ટુડન્ટનું આજે 12 માં સામાન્ય પ્રવાહ એકાઉન્ટ વિષયના પેપરમાં પરીક્ષા શેઠ સીએલ હિન્દી હાઈસ્કૂલમાં હતી.

પરીક્ષા શરૂ થઈ એ દરમિયાન પેહલે તેને ઉલ્ટી થઈ હતી. આમ છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા બેઠો હતો, પરંતુ તેને પરસેવો થવા લાગ્યો હતો. જેથી સ્કૂલના સ્થળ સંચાલક દ્વારા 108ને કોલ કરવામાં આવ્યો હતો. જે બાદ 4:45 વાગે 108 આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનું બી પી હાઈ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટને પહેલા જ તમામ પેરેન્ટ્સ અને શિક્ષકો ઉપરાંત મંત્રીઓ દ્વારા પણ વારંવાર કહેવામાં આવતું હોય છે કે, આ ફક્ત એક પરીક્ષા છે કદાચ આમાં ફેઈલ થયા તો અન્ય મોકો મળશે. વિદ્યાર્થીઓ તેમ છતા પણ ખુબ જ ટેન્શરમાં રહેતા હોય છે. પરિણામ અને પરીક્ષા બાબતે તેઓ ખુબ જ ટેંશનમાં રહેતા હોય છે. આવી સ્થિતિમાં મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ હળવા મને પરીક્ષા આપે. આ પ્લીઝ બધાએ ધ્યાન રાખવું.

4 વર્ષ પહેલા પણ આંકલાવમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ મૃત્યુ થયું છે. તે વિદ્યાર્થી સંસ્કૃતનું પેપર લખી રહ્યો હતો અને અચાનક જ ચક્કર આવવાથી નીચે પડી ગયા બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. નીચે પડી ગયેલા વિદ્યાર્થીને આંકલાવની રેફરલ-સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

પરીક્ષામાં ચેકિંગ સ્કવોડ, CCTV કેમેરા, એક્ઝામના સેન્ટરની આસપાસ કડક પ્રતિબંધો કરવામાં આવ્યા છે. ૧૨ માની પરીક્ષામાં ન્યાયીક રીતે લેવાય તે માટે અને પેપર લીકની ઘટના ન બને તે માટે સીસીટીવી સામે પરીક્ષાના પ્રશ્નના બોકસ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોકસ ખોલતા પહેલા ખંડ નીરીક્ષક અને સ્થળ સંચાલકની સહી કરવાની સુચના આપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના અમુક જીલ્લાઓમાં શિક્ષણ બોર્ડ દ્વારા આચાર્ય અને શિક્ષકોની એક વિજીલન્સ ચેકીંગ સ્કવોડ બનાવવામાં આવી છે. જે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર નજર રાખશે.

પરીક્ષાના સેન્ટરમાં વિદ્યાર્થીને પરીક્ષા શરૂ થયા પછીના અડધા કલાક બાદ હાર્ટ એટેક આવ્યાની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં પહેલા વિદ્યાર્થી ઉલ્ટી કરવા બહાર જાય છે. પછી તે બેંચમાં માથું રાખીને સૂઈ જતો જોવા મળે છે. પછી સુપરવાઈઝર વિદ્યાર્થીને ઉઠાડીને નીચે મોકલે છે. ત્યાર બાદ વિદ્યાર્થી ત્યાંથી ઊભા થઈને જાતે જ પ્રિન્સિપાલની ઓફિસમાં જાય છે. પછી વિદ્યાર્થી પોતે જ ચાલીને 108ની એમ્બ્યુલેન્સમાં બેસે છે, જ્યાં વિદ્યાર્થીનું બીપી માપવામાં આવે છે. બીપી વધારે અને પરસેવે રેબઝેબ હોવાથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

RELATED ARTICLES

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments