તમારી જીવન શૈલીમા આટલા બદલાવ કરશો તો કેન્સરથી પણ બચી શકાય છે

કેન્સર થતું કેવી રીતે અટકાવવું? આ વસ્તુઓને નિયમિત ખાવાથી થઈ શકે છે કેન્સર..આ લક્ષણો દેખાય તો હોય શકે છે કેન્સર
કેન્સર થવા પાછળના મુખ્ય લક્ષણો
• લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
• લાંબા સમયથી ખાંસી અથવા છિદ્રમાંથી લોહી પડે
• સતત મોટી થતી ગાંઠ જેમાં દુ:ખાવો થાય કે ન થાય
• અપચો અચથવા ખોરાક ગળવામાં તકલીફ પડવી
• માસિકમાં અનિયમિતતા/વધુ પડતુ લોહી નીકળવું
• યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું
• સ્તનમાં સોજો, લાલાશ, ત્વચામાં ફેરફાર
• 1-2 મહિનાથી પેશાબ/મળની હાજતમાં ફેરફાર
• મસા અથવા તલના આહાર/દેખાવમાં ફેરફાર
• થાક લાગવો/સમજી ન શકાય તેવો તાવ
• કારણવગર વજનમાં નોંધપાત્ર ઘટાડો શરીરમાં રોગના કોઇપણ લક્ષ્ણો આવે તે પહેલાં સમયાંતરે કરવામાં આવતી તપાસને સ્કીનીંગ કહેવામાં આવે છે જેને કારણે કેન્સરનું વહેલા પહેલા તબકકામાં નિદાન થઇ શકે છે.
• ગર્ભાશયના મુળના કેન્સર માટે પેપ ટેસ સ્તન કેન્સર માટે જાત તપાસ/મેમોગ્રાફી, આંતરડાના કેન્સર માટે કોલોનોસ્કોપી (દુરબીનની તપાસ), મોઢાના કેન્સર માટે નિયમિત જાત તપાસ તથા ડોકટર દ્વારા પરિક્ષણ, પ્રોસ્ટેટ કેન્સર માટે પીએસએનો ટેસ્ટ

કેન્સર થતું કેવી રીતે અટકાવવું? કેન્સરના મુખ્ય લક્ષણો શું હોય છે? કેન્સર થતું કેવી રીતે અટકાવી શકાય. માત્ર ને માત્ર તંદુરસ્ત સ્વસ્થ્ય અને વ્યસન વગર જીવનશૈલી અપનાવો તો 60-70% કેન્સર થતા અટકાવી શકાય છે. આ ઉપરાંત નિયમિત ડોકટરી તપાસ કરાવીને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. જો વહેલું નિદાન કરીને સારવાર દ્વારા મટાડી શકાય છે.

તમારા જીવન શૈલીમાં આટલા ફેરફારો કરો

તમાકુ/પાનમસાલા)ધ્રુમપાનથી હમેશા દુર રહો આ વાતનું ખાસ ધ્યાન રાખો સેક્ધડ હેન્ડ સ્મોક જે વ્યક્તિ પોતે ધ્રુમપાન નથી કરતા પરંતુ ઘરમાં અથવા કામના સ્થળે ધ્રુમપાનના ધુમાડાના સંપર્કમાં આવે છે. તેમને પણ ફેફસાના કેન્સર થવાનું જોખમ 20-30 % વધી જાય છે. તો તેનાથી દુર રહો. શરાબનું વ્યસ્ન ટાળો, તેનાથી લીવર, સ્વરપેટી, મોઢાના-ગળાનાં કેન્સર થઇ શકે છે. વધુ પડતા સુર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો તેનાથી ચામડીના કેન્સર થઇ શકે છે.,

યોગ્ય વજન જાળવો/નિયમિત 40-45 મિનિટ કસરત કરો. વધુ પડતો ચરબી યુકત/પ્રોસેસ્ડ અથવા યુઝરવેટીવ વાળો ખોરાક ન લો. ખોરાકમાં આખા ધાન્ય વધુ પ્રમાણમાં લો. ખોરાકમાં પુરતા પ્રમાણમાં ફળો તથા લીલાશાકભાજીનો ઉપયોગ કરવો. બહેનોએ 1 વર્ષ સુધી બાકળને સ્તનપાન કરાવવું જોઇએ. વિશ્વ કેન્સર દિવસનો 2019-20 નો સંકલ્પ છે i am and i will એટલે કે આપણે સૌ વ્યક્તિગત ધોરણે કેન્સર થતું અટકાવવાના પ્રયાસો કરીશું તો કેન્સર થતા અને તેનાથી થતા મૃત્યુ દરને ચોકકસ ઘટાડી શકીશું. કારણ કે એ વાત સૌએ ધ્યાનમાં રાખવી જોઇએ કે કેન્સર કોઇને કોઇપણ ઉંમરે થઇ શકે છે.

કેન્સર થવાના કારણો —– પ્રમાણ
તમાકુ, ધ્રુમપાન, પાનમસાલા —– 30-40%
વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ —– 10-15%
વધુ પડતી વજન 15 —– 15-20%
બેઠાડુ, કસરત વગરનું જીવન —– 5%
અયોગ્ય આહારની ટેવ —– 5%
વારસાગત —– 45%
કોઇ ચોકકસ કારણો વગર —– 25%
આલેખન : ડો. શિવાની ભટ્ટ
આર્ય ગેસ્ટ્રો અને કેન્સર કિલનીક,જામનગર

આ પણ વાંચો :