Thursday, March 30, 2023
HomeHealth tipsશરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

જો તમે પણ ઘુટણના દુખાવાથી પીડાવ  છો?? શરીરમાં યુરિક એસીડની માત્રામાં વધારો થવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે જેમાંની એક છે ઘુટણનો દુખાવો. જો તમે પણ એનાથી પીડાતા હોય તો દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. જાણો કેવી રીતે..

યુરિક એસીડ શરીરની અંદર બને છે પણ જો જરૂરતથી વધારે માત્રામાં તેનું ઉત્પાદન થાય તો ઘણી બધી તકલીફો શરીરમાં વધી શકે છે. શરીરમાં યુરિક એસિડની માત્રામાં વધારો થવાથી ઘુટણના દુખાવાની સમસ્યા થઇ શકે છે. સ્નાયુઓની વચ્ચે યુરિક એસિડના લીધે ક્રિસ્ટલ બનવાથી દુખાવો થાય છે અને તેમાં દૂધનું સેવન એ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધ યુરિક એસિડની સમસ્યાને ખતમ કરવામાં અકસીર સાબિત થાય છે.o9

ઘણા રિસર્ચના અંતે એવું માનવામાં આવે છે કે શરીરમાં બનતા યુરિક એસીડને કંટ્રોલમાં દૂધ પીવાથી લાવી શકાય છે. દૂધનું સેવન એ શરીરમાં રહેલા બિનજરૂરી યુરિક એસિડને બનતો અટકાવે છે.
હેલ્થ એક્સપર્ટનું માનીએ તો દુધમાં પ્યુરીનની માત્રા ઘણા ઓછા પ્રમાણમાં હોય છે અને એનાથી શરીરના હાડકા પણ મજબુત બને છે, એનાથી ઘુટણમાં દુખાવાનો ખતરો પણ દુર રહે છે.

શરીરમાં યુરિક એસીડની માત્રાને કંટ્રોલ કરવા માટે વિટામીન સી યુક્ત પદાર્થોનું સેવન વધારે માત્રામ અકરવું જોઈએ, જેમ કે – સંતરા, ટામેટા, લીંબુ બગેરે.. વિટામીન સી યુક્ત પદાર્થોના સેવનથી યુરિક એસિડની સમસ્યાને સરળતાથી અને ઓછા સમયમાં કંટ્રોલમાં લાવી શકાય છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments