સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા

પાણી પીવાના નિયમો (૪૮ બિમારીઓ નહીં થાય)

(૧) જમવા બેસવાના ૪૫ મિનિટના સમયગાળામાં પાણી પીવું નહીં.

(૨) જમ્યા બાદ દોઢ કલાકે પાણી પીવું, જમ્યા પછી તરત એક ઘૂંટ પાણી પી શકાય. પાણી હંમેશા ઘુંટડે ઘૂંટડે જ પીવું.

(૩) સવારે દાતણ કર્યા પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી પીવું અથવા તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી પીઓ. (૪) ફ્રીઝનું ઠંડુ પાણી પીવું નહીં, માટલીનું અથવા તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવું. ઠંડા પાણીથી

જઠરાગ્નિ મંદ પડશે અને પથરી થવાની શક્યાતાઓ વધશે.

(૨) રસોઇ કરવા માટે માટીના વાસણો ઉત્તમ છે. ત્યારબાદ સ્ટીલ, પિત્તળનો ઉપયોગ કરવો, એલ્યુમિનિયમના વાસણોમાં રસોઇ બનાવવી નહીં. એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિક, મેલામાઇન, બોનચાઇના જેવા આ વાસણોમાં ખાવું નહીં. આ ધાતુઓ ઝેર સમાન છે.

(૩) રસોઇ કરતી વખતે રસોઇને સૂર્યપ્રકાશ અને હવાનો સ્પર્શ થવો જોઇએ. જો ન થાય તો તે રસોઇ ઝેર સમાન બનશે. પ્રેશર કુકર તથા માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ ન કરવો. (૪) ભોજન રાંધ્યા બાદ ૪૮ મિનિટ પછી વાસી ગણાય છે. સાંજે સૂર્યાસ્ત પહેલાં જમવું.

(h) દળેલો લોટ ૭ દિવસમાં પૂરો કરવો ત્યારબાદ તેની પોષકતા ઘટતી જશે. હાથની ઘંટીનો લોટ શ્રેષ્ઠ છે. (૬) ઘેરા રંગના શાકભાજી, ફળો, અનાજનો ઉપયોગ કરવો.

(૭) વિરુદ્ધ ખોરાક ખાવો નહીં, જેમકે દૂધ સાથે કોઇપણ ફળ, દહીં સાથે કઠોળ, મધ અને દૂધ. બે ભોજન વચ્ચે ૫ થી ૬ કલાકનું અંતર રાખવું.

(૮) બપોરે જમ્યા બાદ ૧૫, ૨૦ મિનિટ ડાબે પડખે સૂવું, રાત્રે જમ્યા બાદ ૨ કલાક પછી સુવું. રાત્રે જમ્યા બાદ ૧૦૦૦

પગલાં ચાલવું. જમ્યા બાદ ૧૦ મિનિટ વજ્રાસનમાં બેસવાથી ખોરાકનું પાચન સરળતાથી થશે. (૯) મનમાં તનાવ હોય તો ઉપવાસ કરો. ઉંડા શ્વાસ અવાર-નવાર લેવો.

(૧૦) રાત્રે સૂતી વખતે માથુ પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવું. ઊંઘ પૂરતી લેવી. (૧૧) આયોડીય યુક્ત મીઠું વાપરવું નહીં તેના બદલે સીંધાલુણ અથવા સાદુ મીઠું વાપરવું.

(૧૨) સફેદ ગોળ કેમિકલવાળો છે તે ન વાપરવો. દેશી ગોળ જે ચોકલેટી કલરનો છે તેનો વપરાશ કરવો. ખાંડનો વપરાશ કરવો નહીં તેના બદલે ખડી સાકર વાપરો.

(૧૩) શાકભાજી અને ફળો હુંફાળા પાણીથી બરાબર ધોઇ છાલ સાથે સમારીને વાપરો. ફ્રીજમાં મૂકેલા ખાધ પદાર્થો, પીણા તંદુરસ્તી માટે ખૂબ જ નુકશાનકર્તા છે.

(૧૪) પાણી હંમેશા બેસીને પીવું. દૂધ હંમેશા ઉભા ઉભા પીવું. સાંધાના દુઃખાવા થશે નહીં.

(૧૫) બેસીને પલાઠી વાળીને જમવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ઉભા ઉભા ખાવાથી નુકશાન થાય છે.

(૧૬) કફ થયો હોય તો જ થુકવું. પાણી પીતા લાળ જઠરમાં જવી જોઇએ. પાન સરળતાથી થશે.

(૧૭) ફળ, શાકભાજી, દાળ જ્યારે પણ ખાવ ત્યારે એક જ જાતના ખાવ, જાત જાતના ફળ, શાકભાજી, દાળ ભેગા કરીને ન ખાવ. મેંદાની તમામ બનાવટ, આઇસ્ક્રીમ, ફાસ્ટ ફુડ, સ્વાસ્થ્ય માટે ત્યાગો.

(૧૮) આપણી પ્રકૃતિ પ્રમાણે આપણા દેશની આબોહવામાં થતા ખાવાના પદાર્થો ઉત્તમ છે. (૧૯) સવારનો નાસ્તો બંધ કરો. સવારે ભરપેટ જમી લો. બપોરે ઓછું જમો. સાંજે એકદમ હળવું ભજન લો.

(૨૦) સવારે – બપોરે જમ્યા બાદ છાશ લઇ શકાય. રાત્રે જમ્યા બાદ એક કલાક પછી દૂધ લઇ શકાય.

(૨૧) ટૂથપેસ્ટને બદલે લીમડા, બાવળ કે વડનું દાંતણ વાપરો. બ્રેડ, પીઝા, મેગી, બર્ગર તથા પેકેટ ફુડની જગ્યાએ તાજા બનાવેલા નાસ્તા, સીંગ-ચણા, મકાઇ વગેરે વાપરો. પેકીંગવાળા ખાદ્ય પદાર્થોમાં પ્રિઝર્વેટીવ નુકશાનકારખ છે