તમારું બાળક તોડફોડ કરે છે ખુબ ચંચલ છે તો દરેક માતા પિતા આ આદત બદલશો તો તમારું બાળક આપમેળે સુધરી જશે.

જો તમારુ બાળક ખુબ જ તોફાની છે અને ચંચળ છે ? તોડફોડ વધારે કરે છે ? તેમજ સ્કુલમાંથી પણ ફરિયાદ આવે છે ? ભણવા માટે એક ધારો બેસી નથી શક્તું ? આવા અનેક પ્રશ્નો બાળકના નાનપણના ઉછેર પર આધાર રાખે છે બાળક તો સ્વભાવે ચંચળ જ હોય. થોડુક તોફાન કરે તો મીઠુ લાગે વ્હાલું લાગે , પરંતુ જો વધુ પડતી ચંચળતા, બે ધ્યાનપણુ કે તોફાન તેના વિકાસમાં અવરોધ બની જાય છે. તેનું ભણવાનું બગડી શકે છે. અને કુટુંબમાં માનસિક તનાવ ઉત્પન્ન કરી શકે છે. અને તેનું ભવિષ્ય પણ બડ્ડી જાય છે આસમ્સ્યાન નિવારણ માટે રેક માતા પિતા આ આદત બદલવી પડશે તો જ તમારું બાળક સુધારશે

નાના બાળકને જો બીજે ધ્યાન દોરવી શકાય તો તેમ કરવું એકદમ સારું પડે. જેમકે જેવું બાળક જીદે ચડે કે તરત તેને આજુબાજુ કે ઘરની બહાર કોઈ વસ્તુ, જાનવર વગેરે બતાવતાં વાતો કરવા માંડવી. પણ મોટા બાળક સાથે આવું કામયાબ ના નીવડે ત્યારે નીચેના મુદ્દાઓ ધ્યાન રાખવા.

જીદે—કજિયે ચડેલું બાળક હાથ—પગ—માથું પછાડે, આળોટે ત્યારે આસપાસ તેને વાગી જાય તેવું કે કંઈ તૂટી જાય એવી વસ્તુ પડી હોય તો ખસેડી લેવી.

બાળક કેમ વધારે ચંચળ બને તેનું મુખ્ય કારણ શું છે : 5 ટકા જેટલા જ બાળકો વધારે પડતા ચંચળ રોગના કરને હોય છે તમારા ડોક્ટર પાસે તેનું નિદાન -તપાસ જરૂર કરાવવી જોઈએ. આવા બાળકોને ઘલ્લઘ એટેન્શન ડેફીસીટ હાય પર ડાયનેટીક ડીસીઝ હોય છે. આને માનસિક રોગ પણ કહેવામાં આવે છે છે. જેની શરીરના હલનચલન તથા વિચાર અને લાગણીશીલતા પર અસર ખુબ અસર પડે છે પરંતુ ધય્ન રહે બધા ચંચલ બાળકો આ રોગનું કારણ નથી હોતા

બાળકની રોજિંદી સંભાળ કેવી રીતે રાખશો : તમારો પ્રેમ, હૂંફ, લાગણી તથા વ્યવહાર તેના રોગને સુધારવમ જરૂર મદદ કરશે. તેનની સાથે લડશો, મારશો, ઉતારી પાડશો કે હતાશ કરશો નહીં તેને નાનુ-નાનુ કરી શકે તેવુ, ગમે તેવુ તથા સરળ કામ સોંપો, મોટા કે લાંબા ગાળાના એસાઇન્ટમેન્ટને નાના ભાગમાં વહેંચી નાખો. તેના સ્ટડી ટેબલ પર તેનું ધ્યાન ખેંચાય તેવા ફોટા કે વસ્તુઓ રાખવી નહીં. તેના શાળાના પરિણામને તેની શક્તિને આધારે મુલવો, જે તે વિષયમાં રસપ્રદ રીતે ભણાવો અને માત્ર પરિક્ષાલક્ષી નહીં વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણ ધરાવો, તેને સમય આપો તથા પ્રોત્સાહિત કરો. તેની નબળાઈઓ જણાવવાને બદલે શક્તિઓને બિરદાવો. બાળકના અયોગ્ય વર્તનને ધિક્કારવું, બાળકને નહીં, તમે નિયમો તથા કામ માટે નમ્ર રીતે દ્રઢ રહો અને સતત પ્રયત્નશીલ રહો. તેનું ધ્યાન વધારવા નાની નાની પ્રવૃત્તિઓ મદદ કરશે.

સારવાર શા માટે જરૂરી છે : વધુ પડતું બેધ્યાનપણું તેના માનસિક તથા શૈક્ષણિક વિકાસને અવરોધે છે. તેનું મગજ સુવિકસિત હોવા છતાં રોજીંદા તથા ભણવાના કાર્યોમાં પાછળ રહી જાય છે. બાળકોના ડોક્ટર, મગજના ડોક્ટર તથા મુખ્યત્વે ચાઈલ્ડ માયકોલોજીસ્ટની ટીમ આ રોગની સારવાર નક્કી કરશે-સારવાર તરીકે દવાઓ તથા બીહેવીયોરલ ટ્રેઇનીંગ મુખ્ય હોય છે. માતા-પિતાનો સારવારની સફળતામાં ખૂબ જ અગત્યનો ફાળો હોય છે.

મોતી પરોવવા, તોડવા, જોડવાના રમકડા, પીંછી કે માટી કામ, પેન્સીલથી સ્કેચ કરવા, ચિત્રો કાપવા અને ચોંટાડવા, વાર્તા વાંચવી અને સંભળાવવી બે ચિત્રોમાંથી ફેર શોધવો વગેરે. તેના સ્નાયુમાં ચપળતા આવે તે માટે સ્વીમીંગ કે સ્કેટીંગ કરાવો, કુદવાની, રમતો, ડાન્સ, કરાટે જેવા આનંદદાયક વ્યાયામમાં જોડો. બાળકને હિંસક ટીવી સીરીયલ કે વધારે પડતા જંક ફૂડથી દૂર રાખો. કુટુંબના સભ્યો વચ્ચે બાળક માટે સુસંગત શિસ્તતા નિયમો પળાવો, એક લડે અને બીજી વ્યક્તિ છાવરશે તો બાળકની માનસિક જરૂર બગડશે.

યાદ રાખો : બધા બાળક સરખા નથી હોતા, તેની આવડત કે ઓછા માર્ક તે તેનો દુર્ગુણ નથી, ચંચળતા સ્વભાવગત છે. ધીમેધીમે સતત પ્રયત્નોથી જરૂર સુધરશે. તમારા બાળકોની બીજા બાળકો સાથે સરખમણી કરવાનું ટાળો તમારા બાળકોના હમેશા માટે વખાણ કરો તેનુંઈ વાહ વાહ કરો આમ કરવાથી તમારા બાળકને આગળ કઇંક હાંસલ કરવાની ભાવના જાગશે