Skip to content

સુરતના વેપારીએ કરી અનોખી ઓફર 1 કિલો દોરીના ગૂંચળાના બદલામાં આપે છે 1 કિલો ખમણ

તાજેતમાં મકર સંક્રાંતિનો તહેવાર ગયો છે આ તહેવારમાં લોકો પતંગ ચગાવ્ય વિન રહે જ નહિ પરંતુ આપણી આ મજા પશુ પંખીના પરિવારને વીખી નાખ્યા છે પતંગ ચગાવવાથી કેટલાક વીજળી તાર તૂટ્યા છે તો કેટલાક માણસોના ડોકા કપાયા છે તો કેટલા પક્ષીઓના જીવ ગયા છે પતંગની દોરીનો ભોગ બને છે અને મૃત્યુ પણ પામે છે આ રસ્તા પર વેરાયેલા પતંગના દોર દુર કરવા માટે આ સુરતના વેપારીએ અનોખી ઓફર મૂકી છે

આ ભાઈએ રસ્તા પર ઠેર ઠેર પડેલી દુર કરવા માટે આ યુક્તિ અજમાવી છે આ વર્ષે પવન સારો હોવાથી લોકોએ મન ભરીને પતંગ ઉડાડવાનો આનંદ લીધો છે પરંતુ કેટલાક લોકોનો આ આનંદ કેટલાક લોકો માટે અકસ્માત અથવા તો કેટલાક લોકો માટે મોતની ભેટ બની જાય છે આથી સુરતના રહેવાશી આ વેપારી ભાઈએ સમગ્ર દોર સાફ કરવા માટે આ આકર્ષણ ઓફર સુરતવાસીઓ માટે મુકવામાં આવી છે જે લોકો ખાવાના શોખીન હશે તે લોકો ચોક્કસ આ કામ કરશે આ ઓફર ૨૦ જાન્યુઆરી સુધી રાખવામાં આવી છે આ દુકાનનું નામ જય ગોપીનાથ ખમણ અને લોચો છે ચેતનભાઈ અને પરેશભાઈ આ દુકાન સાંભળી રહ્યા છે આ દુકાનદાર એક નવી જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે મારી તમને એક સુચના છે જો તમે આ ઓફરનો લાભ લ્યો કે ના લ્યો પણ તમારી આજુબાજુમાં દેખાતી ઝાડ પર કે રસ્તા પર દેખાતી દોરીને ભેગી કરીને તેનો નાશ કરજો(બંને ત્યાં સુધી સળગાવી દેજો ) આમ કરવાથી કેટલાક પક્ષીઓનો જીવ બચી શકે છે

જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, દેશવિદેશ વિશેની માહિતી તેમજ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા worldnewshost ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો

5 thoughts on “સુરતના વેપારીએ કરી અનોખી ઓફર 1 કિલો દોરીના ગૂંચળાના બદલામાં આપે છે 1 કિલો ખમણ”

Leave a Comment