આ તમામ ઉખાણા ના જવાબ નીચે આપેલા છે જવાબ જોયા વગર પહેલા કોયડો/ઉખાણો સોલ્વ કરવાની કોશિશ કરજો જો ઉખાણા સારા લાગે તો મિત્રો સાથે શેર કરજો
૧) તમે આવતા’તા અમે જતા’તા, અમને દેખીને તમે રોઈ શું પડ્યા?……..૨) નાનેથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉં
દિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં ૩) રાતમાં રહું છું, પણ દિવસમાં રહેતો નથી દીવો કરો તો, દીવાની નીચે સંતાઈ જાઉં છું પણ દીવાની ઉપર હું રહેતો નથી ૪) કોઈ આપે છે, કોઈ ખાય છે, ખાવા ને આપવા છતાંયે એ કોઇને પસંદ નથી ૫) લુચ્ચાનો સરદાર ને પાખંડનો છે પીર; જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર ૬) વધ્યા કરે કાયમ, ક્યારેય એ ઘટતી નથી દર વર્ષે એ આવે ત્યારે, ગમતું છતાંયે ગમતું નથી ૭) પાળીતો છું, પણ કૂતરો નથી નકલ કરું છું, પણ વાંદરો નથી૮) ઝાડનું છોકરું ને ઘેર ઘેર વસતું; હજાર ચીજો થાય, જે સુથાર ઘરે રમતું૯) રાઇ દેવામાં રાણી હું, ફળ દેવામાં માહિર હું ફળ રૂપે તો કોઈને ન ગમતી પણ, મારું ધ્યાન ન રાખે તો જીવ એનો લેતી ૧૦) ન તો મને દાંત છે, ન તો મને મોઢું,
નવો નવો સજાવી લો તોયે બટકું ભરી લઉં છાનું માનું
૧૧) આખું હોઉં તો પૂજામાં સમાઉં તૂટી જાઉં તો ઉપયોગમાં આવું ૧૨) મારી પાસે છે શહેર, ગામ, તાલુકા ને જિલ્લા તોયે મારી પાસે ઘર નથી મારી પાસે છે જંગલ ઘણા તોયે મારી પાસે વૃક્ષ ને વેલીઑ નથી મારી પાસે છે નદી, તળાવ ને સમુદ્ર ઘણાં, પણ તોયે મારી ધરતી સૂકી ૧૩) ઉપર જાઉં, નીચે જાઉં જ્યાં લઈ જવા માગો ત્યાં જાઉં પર્વતોનાં શિખરો પર પણ જતી ને,
નીચે ખીણ સુધી પણ આવી જતી લોકો કહે છે કે હું આવતી જતી ને લઈ જનારી છું પણ તોયે મારી જગ્યાને છોડી ક્યાંય જતી નથી હું ૧૪) ચોટી પણ છે મને અને પગ પણ છે મને તોયે મારી જગ્યા પરથી હલતો નથી તેવો હું અચલ છું ૧૫) દિવસે હું કામ કરું નહીં ને, રાત્રીભર હું જાગતો રહું તોયે દર મહિને પૂરું કમાઈ લઉં ૧૬) વીસ જણાના માથા કાપ્યાં તોયે ન તો લોહી નીકળ્યું, અને ન તો ખૂન કર્યું૧૭) જલીને બને ને, જલમાં રહે આંખોને જોઈ ખૂસરો કહે જલીને બનતો તોયે નજર ઉતારે
ને જલમાં રહી સુંદરતા વધારે ૧૮) સંજ્ઞામાં હું અક્ષર છું, સર્વનામમાં હું નથી ફરી જ્ઞાનીમાં હું વસી જાઉં છું, મૂર્ખમાં હું વસતો નથી
નામ મારું કહો ચતુર સુજાણ હું બારાખડીનો ક્યો અક્ષર છું? ૧૯) વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી દૂધ આપું તોયે હું ગાય નથી
મોળો છું તોયે હું મધુરો છું. પૂજન કરો મારું ત્યારે દેવોનું હું પ્રતિક છું
૨૦) ફાટું છું પણ કપડું નથી ફાટું ત્યારે અવાજ કરતું નથી ૨૧) સીટી એની ઘરે ઘરમાં વાગે ખાવાનું એ ઝટપટ બનાવે ૨૨) નાક ઉપર આવીને શાનથી બેસે પગને વાંકા વાળી કાન પર ગોઠવે ૨૩) ગંગાના નિર્મલ કિનારે હરિનાં દ્વાર ઝટપટ ખૂલે મનની મનસા પૂરી કરી કરતી, સાધુ સંતો સૌ એને જુએ ૨૪) એનું પ્રત્યેક અંગ એ કામ આવતું એનાથી તો જીવન ચાલતાં હરિયાળીની સાથે પ્રાણવાયુ આપી પોઝિટિવ એનર્જી વધારતાં ૨૫) ચોંસઠ ખાનાનાં મેદાનમાં બાળકો ને મોટાઓ રમે
વિશ્વને મળતું ભારતદેશ તરફથી દાન, એને જોઈ ખેલાડીઓને આવતું તાન૨૬) દૂર-સુદૂર સુધી લઈ જાય સવારીઑ, ક્યાંક ઘણો માલ સામાન નાખે એક માં ની પાછળ પાછળ ગાડીને ચાલતી જુઓ ૨૭) સૂરમાં હું શાંતિથી વસું છું પણ તાલમાં હું રહેતો નથી સ્વરમાં હું રહું છું પણ સ્પંદનમાં હું દેખાતો નથી જુઓ બારાખડીનાં અક્ષરમાં પણ હું સમાયો છું, તો જરા વિચારીને કહો તો…ચતુર સુજાણ ૨૮) વર્ષારાણી વાદળોનાં રથ પર બેસી ધરતી માથે આવતી વર્ષા રાણીને આવતી જોઈને, એ તો ઠાઠથી ઉપર જતી ૨૯) એ તો કોણ છે જે ઘર તો લઈ લે છે આખું પણ જગ્યા જરાપણ નથી રોકતું ૩૦) કાગડામાં છું પણ, હંસમાં નથી ગાય-ભેંસમાં છું પણ ઉંટમાં નથી
જવાબ : ૧] ધુમાડો ૨] ચંદ્ર ૩] અંધારું ૪] ગુસ્સો અને માર ૫] શિયાળ ૬] ઉંમર-આયુ ૭] પોપટ ૮] લાકડું ૯] રાઇફલ ૧૦] જોડા (ચંપલ, બૂટ વગેરે) ૧૧] નાળિયેર ૧૨] નકશો-મેપ ૧૩] સડક ૧૪] પર્વત ૧૫] રાતનો ચોકીદાર ૧૬] નખ ૧૭] કાજલ ૧૮] અક્ષર-જ્ઞ ૧૯] નાળિયેર ૨૦] દૂધ ૨૧] પ્રેશર કૂકર ૨૨] ચશ્મા ૨૩] હરદ્વાર-હરિદ્વાર ૨૪] વૃક્ષ વનસ્પતિ ૨૫] શતરંજ ૨૬] રેલ્વે ૨૭] અક્ષર-ર ૨૮] છત્રી ૨૯] પ્રકાશ ૩૦] કાળો રંગ