આ અભિનેત્રીઓના પ્લાસ્ટિક સર્જરી પહેલા ચહેરા કેવા હતા જોવા ફોટા પર ક્લિક કરો

અનુષ્કાએ હોઠ પર સર્જરી કરાવી હતી જ્યારે અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મ પીકેમાં જોવા મળી હતી ત્યારે તેના હોઠ પર સર્જરી કરાવવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી. માત્ર ટ્રોલ જ નહીં, તેના વિશે ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. આ પછી અનુષ્કાએ તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ મારું શરીર છે અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા લિપ જોબ મેળવવા પહેલા મારે લોકોને કહેવું પડશે . બોમ્બે વેલ્વેટ ફિલ્મમાં મારા લૂક માટે આવું કરવામાં આવ્યું હતું . ડ્રામા ક્વિને પણ સર્જરી અંગે ખુલાસો કર્યો છે અભિનેત્રી રાખી સાવંત અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે . તેથી તેને ડ્રામા ક્વિન પણ કહેવામાં આવે છે . જ્યારે રાખી સાવંત કરણ જોહરના શોમાં જોવા મળી હતી ત્યારે તેણીએ ખુલાસો કર્યો કે તેણે બ્રેસ્ટ સર્જરી કરાવી છે તેણીએ કહ્યું કે આમાં ખોટું શું છે . આ ઉપરાંત રાખીએ બિગ બોસમાં પોતાની નોઝ જોબ વિશે પણ જણાવ્યું

આ અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરીનો ગર્વથી સ્વીકાર કર્યો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીની સુંદરતાનું ઘણું મહત્વ હોય છે . લોકોનું માનવું છે કે અભિનેત્રી જેટલી સુંદર હશે તેટલી જ લોકો તેને પસંદ કરશે . આવી સ્થિતિમાં આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો પણ સહારો લે છે બોલિવૂડમાં પ્લાસ્ટિક સર્જરી એક સામાન્ય વાત છે અને ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના હોઠ , નાક અને જડબાની લાઇન પર સર્જરી કરાવી છે . જોકે એવી કેટલીક અભિનેત્રીઓ છે જેમણે ખુલ્લેઆમ પ્લાસ્ટિક સર્જરીનો સ્વીકાર કર્યો છે . આજે વાત કરીએ એવી અભિનેત્રીઓ વિશે જેમણે ગર્વથી પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાનો સ્વીકાર કર્યો છે . પ્લાસ્ટિક સર્જરી કરવાનો અફસોસ નથી : કોયના મિત્રા ‘ ઓ સાકી સાકી ’ ગર્લ કોયના મિત્રા પણ આ યાદીમાં સામેલ છે તેની સર્જરી પણ થઇ છે તેણીએ કહ્યું હતું કે , મને પ્લાસ્ટિક સર્જરી કરવાનો અફસોસ નથી . મારો ચહેરો અને મારું જીવન છે . મને નથી લાગતું કે તેમાં કંઇ ખોટું છે અને કોઇને તેની સાથે સમસ્યા હોવી જોઇએ

મારો ચહેરો છે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અભિનેત્રી શ્રુતિ હાસન પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાની વાતને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને જણાવી હતી . તેણીએ લખ્યું કે કોઇપણ વ્યક્તિ કોઇને જજ ન કરી શકે . હું એ કહીને ખુશ છું કે આ મારું જીવન છે , મારો ચહેરો છે અને મારી પ્લાસ્ટિક સર્જરી થઇ છે , જે સ્વીકારવામાં મને શરમ નથી . શિલ્પા શેટ્ટીએ નાક પર સર્જરી કરાવી છે શિલ્પા શેટ્ટી તેની સુંદરતા અને ફિટનેસ માટે જાણીતી છે . પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રીએ પોતાની સુંદરતા વધારવા માટે નાકની સર્જરી કરાવી હતી . શિલ્પા શેટ્ટીની પ્રથમ તસવીરોમાં તે સંપૂર્ણપણે અલગ દેખાઇ રહી છે . એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ સ્વીકાર્યું કે તેણીએ સર્જરી કરાવી છે . તેણીએ કહ્યું કે , હા મેં નોઝ જોબ કરાવ્યું છે . આમાં મોટી વાત શું છે ?