આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે

દહીંમાં હળદર મિલાવી આ રીતે ઉપયોગ કરશો તો માખણ જેવી થઈ જશે ત્વચા ! હંમેશા ચમકતો રહેશે ચહેરો હળદર અને દર્દી લગાવવાથી તમારી ત્વચાને ઘણી રીતે ફાયદો થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક એન્ટિ – ઇન્ફ્લેમેટરી , એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ – એજિંગ ગુણધર્મો છે. બીજી તરફ દહીંમાં ઝિંક , કેલ્શિયમ, વિટામિન બી અને લેકિટક એસિડ મળી આવે છે. આ બંને વસ્તુઓ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે અને તેનાથી ચહેરા પર ચમક આવે છે. ત્વચા પર ગ્લો આવશે :

હળદર અને દહીંના ઉપયોગથી ત્વચામાં ચમક આવશે. તેમાં ઝિંક અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે , જે ત્વચા માટે ફાયદાકારક દહીં હળદર , ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો અને ૧૦ મિનિટ સુધી રાખો. થોડી વાર પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો . તેનાથી ચહેરા પર ગ્લો આવશે . વૃદ્ધત્વની સમસ્યા દૂર થશેઃ દહીં અને હળદરનો ઉપયોગ ત્વચા પર વધતી ઉંમરના ચિન્હોને પણ ઘટાડે છે

હળદર અને દહીંમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે . બીજી તરફ હળદરમાં જોવા મળતું કર્યુમિન કરચલીઓ દૂર કરે છે . દર્દીમાં વિટામીન – એ અને ઝિંકનું પ્રમાણ પણ ત્વચાની સ્થિતિસ્થાપક્તા જાળવવામાં મદદરૂપ થાય છે.એક બાઉલમાં એક ચમચી હળદર , એક ચમચી દહીં , ૧ ચમચી એલોવેરા જેલ અને ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી અને તેને ચહેરા પર લગાવો આ પેકને ૧૫ મિનિટ સુધી રહેવા દો . પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો .

જતેનાથી ત્વચામાં ગ્લો આવશે તૈલી ત્વચાની સમસ્યામાંઃ તૈલી ત્વચાની સમસ્યા માટે ઈંડાનો સફેદ ભાગ દહીં અને હળદરમાં મિકસ કરીને લગાવો . તેનાથી ખીલ અને તૈલી ત્વચાની સમસ્યા દૂર થશે . આ પેક તૈયાર કર્યા બાદ તેને ચહેરા પર ૧૦ મિનિટ સુધી રાખો . પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો . ઈંડામાં પ્રોટીન જોવા મળે છે , જે ત્વચા માટે ફાયદાકારક રહેશે . ડાઘ માટે ફાયદાકારકઃ ફોલ્લીઓને હળવા કરવા માટે હળદર , દહીં અને ગુલાબજળના મિશ્રણમાં ચંદન પાવડર મિક્સ કરો. હવે આ પેકને ચહેરા અને ગરદનના ભાગ પર લગાવો . જ્યારે ફેસપેક સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો . હળદરમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ , એન્ટિસેપ્ટિક અને એન્ટીઓક્સર્સીડન્ટ ગુણ હોય છે . તેમજ દર્દીમાં લેક્ટિક એસિડ પણ હોય છે . તે ત્વચાને એસ્ફોલિયેટ કરે છે અને ડાઘ ઘટાડવામાં મદદ કરે છે