2 સગા ભાઇઓએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા ! એક જ પરિવારના 2 દીપક ઓલવાયા

2 સગા ભાઇઓએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા ! એક જ પરિવારના 2 દીપક ઓલવાયા

ગુજરાતમાંથી અવાર નવાર જ આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર તો કોઇ પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે તો ઘણીવાર કોઇ આર્થિક સંકળામણને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે. આવા કિસ્સા વારંવાર સામે આવ્યા છે ત્યારે રાજકોટમાંથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે સગા ભાઇઓએ આત્મહત્યા કરી છે ત્યારે ચકચાર મચી જવા પામ્યો છે . રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં બનાદાસ ટ્રેડીંગ નામની અનાજ-કરીયાણાની હોલસેલની દુકાનમાં વેપારી ભાઇ બંધુએ ઝેરી દવા પી સાથે આપઘાત કરી લેતા પરિવારના માથે આભ તૂટી પડ્યુ છે. હાલ તો પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ આર્થિક સંકળામણ સામે આવ્યુ છે.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટ મોરબી હાઇવે પર 8 માર્ચના રોજ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે બનાદાસ પેઢીની ઓફિસમાં બે સગા ભાઈઓ વિપુલ સૂચક અને યતીન સૂચકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ કુવાડવા પોલિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.તપાસમાં સામે આવ્યુ છે કે, બન્નેએ કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પર જ બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયુ હતુ.

બંને ભાઈઓએ શટર બંધ કરીને વિષપાન કરી લીધાનું અનુમાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે એક સંબંધી અનુસાર, પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી અને આવું પગલુ તેઓએ કેમ ભર્યુ તે પણ સમજમાં આવતુ નથી..મૃતક વિપુલ સૂચક બનાદાસ ટ્રેડિંગ નામની પેઢી સંચાલન કરતા હતા જયારે યતીન સૂચક મેડિકલ સ્ટોર ધરાવતા હતા. યતીન ભાઇ મોટા બતા અને તેમના નાના ભાઇ વિપુલ હતા.
ત્યારે અચાનક બંનેએ સાથે રાજકોટ યાર્ડમાં પેઢીની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મીડિયા અહેવાલ અનુસાર લાશ જે સ્થિતિમાં મળી હતી તે મુજબ બંને ભાઇઓ ઓફિસમાં નીચે પલાઠી વાળીને સામસામે બેઠા હતા અને ઝેરી દવાની બે બોટલ તેમજ પાણીની એક બોટલ સાથે હતી, બંનેએ પોતપોતાની બોટલમાંથી ઝેરી દવાના ઘૂંટડા પીધા અને આપઘાત કરી લીધો.