આયુર્વેદમાં જાસૂદના ફૂલને વાળના ગોથ માટે બેસ્ટ ઔષધી માનવામાં આવે છે . તમને કદાચ ખ્યાલ ન હોય તો આપણા બગીચામાં ઊગતાં સુંદર અને સુગંધીદાર ફૂલો એટલાં ગુણકારી હોય છે કે તે તમારા વાળની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ લાવે છે . જો વાળ વધારે ખરતા હોય તો જાસૂદનાં ફૂલ અને તેનાં પાંદડાં તેમાં ઘણાં લાભકારી છે . વાળમાં જાસૂદનાં ફૂલ હેરટિસ હેતા પટેલ અને તેનાં પાંદડાં બંને વાળ માટે દવાનું કામ કરે છે . તે વાળને ખરતા તો રોકે જ છે પણ સાથેસાથે વાળના ગ્રોથમાં વધારો પણ કરે છે અને સમય પહેલાં આવતા સફેદ વાળમાંથી પણ છુટકારો અપાવે વાળના ગ્રોથમાં વધારો કરે છે સમય સાથે વાળની ચમક અને તેનો સોથ ઓછો થઈ જાય છે . જાસુદના ફૂલમાં પ્રાકૃતિક રૂપ રહેલા એમિનો એસિડ વાળને જરૂરી પોષકતત્ત્વો પૂરાં પાડે છે જેનાથી વાળનો ગ્રોથ વધવામાં મદદ મળે છે . એમિનો એસિડ કેરાટિન નામનું એક ખાસ પ્રકારનું સ્ટ્રશ્ચરલ પ્રોટીન બનાવે છે જે વાળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે . કેરાટિન વાળને મજબૂત બનાવે છે જેનાથી વાળ ઓછા તૂટે છે . આ ઉપરાંત તે વાળની થિકનેસ P વધારે જો તમે પાર્લરમાં જઈને પૈસા ખર્ચીને વાળને કેરાટિન કરવાનું વિચારી રહ્યાં હોય તો તે પહેલાં ઘરે જ જાસૂદનો પયોગ કરીને વાળને કેમિકલયુક્ત કેરાટિન કરવાનો પ્રયોગ કરી શકો છો તમને વાળમાં ફર્ક જોવા મળશે . વાળને કંડિશન્ડ કરે છે મોટાભાગે શેમ્પમાં રહેલાં કૅમિકલથી વાળમાંથી નેચરલ ઓઈલ જતું રહે છે .
સામાન્ય રીતે શેમ્પના ઉપયોગથી વાળ નિસ્તેજ અને ડ્રાય થઈ થાય છે . તેમજ અન્ય કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ વાળમાં બીજી અનેક સમસ્યાઓ સર્જાય છે . આ કારણે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરતા જાસૂદનો ઉપયોગ કરવો સલાહભર્યું છે , તેનાથી તમારા વાળને જરૂરી પોષણ મળી રહેશે અને વાળમાં રહેલું નેચરલ ઓઈલ પણ જળવાઈ રહેશે . જાસુદનાં ફૂલો અને પાંદડાંમાં સારા એવા પ્રમાણમાં મ્યુસિલેજ હોય છે જે એક નેચરલ કંડિશનરનું કામ કરે છે . તમે જોયું હશે કે જાસૂદનાં ફૂલો અને પાંદડાંને ક્રશ કરવામાં આવે તો તે એકદમ ચીકણું અને મૂધ થઈ જાય છે અને આ જ સ્કૂધ પદાર્થ કડિશનરનું કામ કરે છે . ખોડો કરે છે દૂર , જેના વાળ વધારે પડતા ઓઈલી હોય , ખોડાની સમસ્યા રહેતી હોય અને ખંજવાળ પણ આવતી હોય તો તેમાં જાસૂદ લાખ દુખો કી એક દવા જેવું કામ કરે છે . જાસૂદ આ પ્રકારના સ્કેલ્પ પર એક એસ્ટ્રિજન્ટનું કામ કરે છે અને હૅલ્પનાં છિદ્રો અને ગ્રંથિઓમાંથી નીકળતા તેલને કંટ્રોલ કરે છે , વાળમાં જાસૂદનાં પાંદડાંનો ઉપયોગ કરવાથી વાળમાં પીએચ જસૂદનું તેલ લેવલ જળવાઈ રહે છે અને વાળને સ્કૂધ ઈફેક્ટ મળે છે અકાળે આવતા સફેદ વાળમાં રાહત સામાન્ય રીતે જાસૂદનો ઉપયોગ અકાળે સફેદ થયેલા વાળને સંતાડવા માટે એક પ્રાકૃતિક ડાઈ તરીકે કરવામાં આવતો હતો .
જાસૂદમાં રહેલું એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન મેલેનિન વાળ વધારવામાં પણ મદદરૂપ રહે છે . મેલેનિન પિગમેન્ટ વાળને તેનો નેચરલ કલર આપે છે . કેવી રીતે કરશો વાળમાં જાસૂદનો ઉપયોગ જાસૂદનું તેલ તમારા સ્કેલ્પને નવજીવન તો આપે જ છે પણ આ સાથે તમારા વાળના ગોળમાં પણ વધારો કરે છે , તે વાળનાં મૂળિયાંમાંથી વાળને પોષણ આપે છે અને બ્લડ સર્ક્યુલેશનને પણ સારું બનાવે છે . અઠવાડિયામાં ત્રણ વખત વાળમાં જાસૂદના તેલનો ઉપયોગ કરી શકો છો . જાસૂદનું તેલ બનાવવા માટે , જાસૂદનાં આઠ ફૂલ અને આઠ પાંદડાંને સારી રીતે ધોઈને સાફ કરી લો . જાસૂદનાં ફૂલની પાંખડીઓને તોડીને અલગ કરો . હવે ફૂલની પાંખડીઓ અને પાંદડાંને સાથે પીસો અને મુલાયમ પેસ્ટ બનાવો . • આ પેસ્ટને એક કપ જેટલા નારિયેળના તેલમાં મિક્સ કરો અને થોડી વાર માટે તેને ગરમ કરો . • તેલ ઠંડું થયા બાદ તેલને ઉપયોગમાં લો આ તેલથી વાળમાં સારી રીતે માલિશ કરો અને ત્રીસ મિનિટ બાદ માઈલ્ડ શેપૂથી વાળને ધોઈ લો .