કડવી મેથી ખાવાના મીઠા ફાયદા વિષે જાણો

કડવી મેથીના મીઠા ફાયદા વિષે શું તમે જાણો છો? આપનું શરીર હેલ્થી રહે તે માટે પૌષ્ટિક ખોરાક પણ લેવાનો શરૂ કરી દીધા હશે તમે બધા લોકો એ. આપનું શરીર તદુરસ્ત રહે એ માટે બધા ફળો, શાકભાજી, સૂકામેવા આ બધામાં ભરપૂર | પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં હોવાથી વધારે ખાવા જોઈએ એવું કહેવાય છે ઠંડીની ઋતુમાં લીલોતરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે બાળકો લીલા શાકભાજી ખાવા માટે અવારનવાર આનાકાની કરતા હોય છે પરંતુ જો તમે બાળકોને લીલી શાકભાજીની અવનવી વાનગી બનાવીને આપશો તો તે હોશે હોશે લીલી શાકભાજી ખાવાનું શરુ કરી દેશે.

હવે આપણે મેથીની ભાજીની જ વાત કરીએ તો તેમાં અઢળક પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે અને તેના ફાયદા પણ અનેકગણા છે . જેમ કે , કબજિયાત હોય અથવા પાચનશક્તિ સંબંધી કોઈ સમસ્યા હોય તો તેમાં મેથી ઘણી ફાયદાકારક ગણવામાં આવે છે. લીલી મેથીના સેવનથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાત અને ગેસ જેવી સમસ્યામાં પણ રાહત મળે છે. બાળકોના પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો મેથી ખાવાથી બાળકને પેટના કૃમીમાં ઘણી રાહત મળે છે . લાંબો સમય સુધી બાળકોને મેથીનો રસ પીવડાવવાથી ખુબ રાહત મળે છે. રોજ શાક તરીકે મેથીની ભાજી ખાવાથી હૃદયસંબંધી બીમારીઓમાં રાહત મળે છે. મેથીમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિવાઇરલ ગુણ શરદી – ઉધરસ અને તાવમાં ખુબ મોટો ફાયદો કરે છે. જો નિયમિત એક ગ્લાસ જેટલા પાણીમાં મેથીને ઉકાળી તેમાં મધ અને લીંબુનો રસ ભેળવી હૂંફાળું પાણી પીવાથી કાયમી શરદીમાં રાહત મળે છે.

મોટાભાગના લોકોને મેથીની કડવી ભાજી નથી ભાવતી જો તમે ઘરે મેથીના ભાજીમાંથી બનતી અવનવી વાનગી બનશો તો ઘરના તમામ સભ્યો હોશે હોશે મેથીની ભાજી ખાતા થશે અને મેથીની ભાજી ખાવાના ફાયદા અનેક ગણા છે