કળીયુગમાં ભગવાન જોવા હોય તો કામનાથ મહાદેવ મંદિર જરૂર જજો

ગુજરાતમાં અનેક એવા મંદિરો આવેલા છે જે અનેક રીતે ફેમસ છે ઘણા બધા મંદિરોનો ઈતિહાસ ખુબ અજીબ હોય છે અને આપણને વિશ્વાસ ન આવતો હોય તો પણ વિશ્વાસ આવી જાય આ કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ કૈંક આવો જ છે પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પ માં બન્યું હોવાની લોકવાયકા છે અહીંની પરંપરા સાંભળીને માણસોનું માથુ ચકરાઈ જાય. પણ આ દરેકના આસ્થાની વાત હોય છે. આથી તો અહી લાક્જો લોકો શ્રધ્દ્ધા થઈ અહ આવે છે

ગુજરાત રાજ્યમાં માં એક એવુ અનોખું મંદિર આવેલું છે કે જેમાં ૬૦૦ થી વધુ વર્ષથી(600 year old) ૬૫૦ કાળા ( black)માટીના ઘડામાં ઘી સચવાયેલું પડ્યું છે. લગભગ આ ઘી નો જથ્થો ૧૩ થી ૧૪ હજાર કિલો જેટલો હશે આ ઘી તેમ છતાં બગડતું નથી કે ઘી માંથી વાસ આવતી નથી તેમજ તેમાં કોઈ પ્રકારની જીવાત પડતિ નથી. આ એક શ્રદ્ધાનો વિષય છે ત્યારે આજે આવા મંદિર વિશે જાણીએ. દરેક શ્રધાળુ લોકોના વિશ્વાસનું પ્રતિક છે આં મંદિર

આ મંદિર ખેડા જીલ્લાના નડિયાદથી ૪૦  કિલોમીટર દૂર રઢુ નામનુ એક ગામ આવેલું છે. આ ગામ વાત્રક નદીના કિનારે છે. રઢુમાં ગામમાં નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદી માની એક ગાદી આવેલી છે. રવિ શંકર મહારાજની જન્મભૂમિ પણ અહી આવેલી છે

પહેલી વખત આ વાત સાંભળીને આશ્ચર્ય થશે કે ૬૦૦ વર્ષથી ૬૫૦ કાળા માટીના ઘડા માં ઘી ભરેલું છે છતાં પણ બગડતું નથી આપણી ઘરે બે ચાર મહિના ગરમીમાં ઘી બગડી જતું હોય છે તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સ્ટોર કરી રાખેલું ઘી ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે.

ગુજરાતમાં આવેલું આ એવું મહાદેવ મંદિર છે કે જ્યાં દિવસેને દિવસે ઘીના ભંડાર વધતા જાય છે. આ ઘીને મંદિરની બહાર લઇ જવાતું નથી કે કોઈ જ રીતે બીજા ઉપયોગમાં લેવાટુ નથી. માન્યતા મુજબ આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. આ માટે કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલા જ વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. આ ઉપરાંત શ્રાવણ મહિનો આવે અલે આખા મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે છતાં પણ ઘી નો વધારો અટકાવી શકતો નથી. કે ઘી ઘટતું નથી

માન્યતા પ્રમાણે તાજી જન્મેલ ગાય અને ભેંસનું પહેલું વલોણાનું ઘી મંદિરને અર્પણ કરવામાં આવે છે : આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જાેડાયેલી છે. જેમાં રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે ૩૫ જેટલી માટીની ગોળીઓ ઘીથી આમાજ ભરાઈ જાય છે. તેમજ દરેક શ્રધ્ધા મુજબ માન્યતાઓ રાખે છે અને જે માનતા પૂરી થતા મંદિરે ઘી ચડાવે છે. કિલોથી લઈને ઘીના ડબ્બાઓ સુધીની ચઢામણી ગામેગામથી શ્રદ્ધાળુઓ દ્વારા આવે છે. આજ કારણે આજે ૧૩ હજારથી કિલોથી પણ વધારે ઘી અહી એકઠું થઈ ગયું છે. શ્રાવણ મહિનામાં અહી ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જાેવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારા લોકો દર્શન કરવા આવે છે. ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષો પુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે.

આજથી ૫૭૫વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ.

આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાયછે તે સમયે વરસાદ અને ભારે પવન હતોછતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે. આટલાવર્ષો પછી પણ ભક્તજનોમાં આ સ્થાનકનું મહત્વ અને શ્રધ્ધા જળવાઈ રહ્યા છે.

કામનાથ મહાદેવ જેમને લાડમાં દાદા કહે છે

શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કામનાથમહાદેવ જેમને લાડમાં દાદા કહે છે તેમની રથયાત્રા કરે છે. આખા ગામમાં ભક્તિ અને ભાવથી યાત્રા નીકળે છે. પ્રભુ દર્શનની સાથે ભાતીગળ લોકમેળાનો આનંદ મણે છે. મંદિરમાં ટ્રસ્ટ નીમાયું છે જેના કારણે વહીવટ સુવ્યવસ્થિત ચાલે છે. આજ ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથીઅન્નક્ષેત્ર ચાલે છે જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે.