નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસનું કરૂણ મોત 11 માસનો દીકરો માતા વગરનો થઈ ગયો

કડી તાલુકામાં આશાબેન નંદાસણ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જેઓ વામજ ગામના વતની છે આશરે દોઢેક વર્ષ પૂર્વે અંબાસણ ગામે રાજુભાઈ રબારી સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે આશાબેનના લગ્ન થયા હતા તેઓ 2016-17 વર્ષ દરમિયાન પોલીસની નોકરીમાં લાગ્યા હતા . આશરે દોઢ એક મહિના પૂર્વે તેઓની કડી ખાતે બદલી થઈ હતી અનર નંદાસણ પોલીસ સ્ટેશનમાં પોતે પોલીસ સ્ટેશનમાં એટેચ તરીકે ફરજ બજાવતા હતા. આશાબેન અંબાસણ ગામ ખાતે રહેતા હતા, પરંતુ તેમના માતાની તબિયત નાતંદુરસ્ત હોવાથી છેલ્લા ચાર દિવસથી પોતાના પિયર વામજ ખાતે પોતાના દીકરા સાથે ગયા હતા

આ દરમિયાન આશાબેન એકટીવા લઈને પોતાના પિયર કડી તાલુકાના વામજ ગામે જઈ રહ્યા હતા. એકટીવા લઈને એકટીવા લઈને આ દરમિયાન રાજપુર પાટિયા પાસે પહોંચતા પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. આશાબેન ને 11 માસનો દીકરો માં વગરનો બન્યો છે. આશાબેનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વિદાય આપવામાં આવી હતી.

આશાબેન બુધવારે પોતાની ફરજ પૂરી કરીને એકટીવા લઈને પોતાના પિયર રાજપુર પાટિયાથી છત્રાલ વામજ ગામે જઈ રહ્યાં હતા. પાછળથી આવી રહેલા એક હેવી ટ્રક ચાલકે ટક્કર મારતાં આશાબેન ને રોડ ઉપર પછડાયા હતા. જ્યાં અકસ્માત સર્જાતા આજુબાજુના તમામ લોકો દોડી આવ્યા હતા તાત્કાલિક નંદાસણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તેમજ તેમના પરિવારજનોને જાણ કરાતા તેમના પતિ રાજુભાઈ રબારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આશાબેન રબારીને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. આશાબેનને 11 માસનો વેદ નામનો દીકરો છે જે માતાના કરુણ મોત નીપજતા માતા વગરનો નોંધારો બની ગયો છે.

આશાબેનના દિવ્ય આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર પર આવલા સંકેતને સહન કરવાની શક્તિ આપે એજ પ્રભુને પ્રાર્થના

Tags: ,