ઉનાળામાં ગરમાગરમ જોક્સની મજા

જોક્સ ૧: શિક્ષક: ભૂરા ઊભો થા, તારે કવિતા બોલવાની છે. ….

.ભૂરો ચોપડી લઈને ઊભો થયો….સાહેબે ચોપડી લઈ લીધી:

“મોઢે બોલવાની છે.”…

ભૂરો: “વાહ સાહેબ, તમારે પગાર લેવાનો અને જોઈને બોલવાની!…અને અમારે ફી ભરવાની અને મોઢે બોલવાની???!!!

જોક્સ ૨: ગુજરાતનું નવુ સૂત્ર: પેટ્રોલ,ડીઝલ, મોંઘવારી ને રાખજો માપમાં, નહીંતર લોકો જોડાઈ જશે આપમાં…

દર્દી : ડોક્ટર સાહેબ ઝાડા થઇ ગયા છે

ડોક્ટર : લીંબુ શરબત પીવો

દર્દી : સાહેબ લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થયા છે

જોક્સ ૩: આજે શાકમાર્કેટ માં એક ભાઈ ને ખૂબ પરસેવો વળી ગયો હતો, તો મેં કીધું ભાઈ તબિયત બરાબર ન હોય તો લિબું પીવો

તો મને કે છે

ભાઈ લીંબુ નો ભાવ સાંભળીને જ તો પરસેવો વળી ગયો છે

જોક્સ ૪: હદ છે યાર, કોઈની નજર ન લાગે એટલે ઘરની બહાર ‘લીંબુ મરચા’ બાંધ્યા તા’ ???

ને હવે એના ઉપર જ લોકોની નજર લાગે સે…

જોક્સ ૫: લીંબુ માં થોડોક ભાવ શુ વધ્યો એમાં આ બાયું કાળો દેકારો કરેહ..
350 માં મળતું નંગ અમે 1200 દઈને લાવી છીએ અમે કાંઈ બોલ્યા?
સંસાર છે હાયલા રાખે

જોક્સ ૬: ટીચર વિધાર્થીને સમુદ્રની વચ્ચો વચ્ચ લીંબુનું ઝાડ ઉગે તો તો તું લીંબુના ઝાડ પરથી લીંબુ કઈ રીતે ઉતારીસ

વિદ્યાર્થી: ચકલી બનીને

ટીચર: ચકલી તને કોણ બનાવશે

વિધાર્થી: જે સમુદ્રમાં લીંબુ ઉગાડશે એ

ઉનાળના ભરપુર તડકામાં ગમે એટલું આઈસ્ક્રીમ, લસ્સી, શેરડીનો રસ, લીંબુ પાણી પીવડાવો તોય

જોક્સ ૭: ઘરવાળી પિયર જાય ત્યારે જ ઠંડક થાય છે આવું લોકો કહે છે મારું નામ ન લેતા હો

પપ્પુ પોતાની પત્નીને હનીમૂન પર મનાલી લઈ જાય છે

પત્ની : તું મને કેટલો પ્રેમ કરે છે?

પપ્પુ : 72 ટકા.

પત્ની : 100 ટકા કેમ નહિ?

પપ્પુ : 28 ટકા જીએસટી કપાય છે ગાંડી.

જોક્સ ૮: સરે ક્લાસમાં પૂછ્યું : એક મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો?

છોકરો : આલિયા ભટ્ટ.

સર સોટી હાથમાં લઈને : આ શીખ્યો છે તું ક્લાસમાં?

એટલામાં બીજો છોકરો બોલ્યો : સર તે તોતડો છે, આર્યભટ્ટ બોલી રહ્યો છે.

જોક્સ ૯:

પત્ની પતિને : ઉઠો અને નાસ્તો બનાવવા જાવ.

પતિ ઉઠ્યો અને સીધો ઘરની બહાર જવા લાગ્યો.

પત્ની : ક્યાં જઈ રહ્યા છો?

પતિ : વકીલ પાસે, તારી સાથે છૂટાછેડા લેવા છે.

થોડીવાર પછી પતિ પાછો ઘરે આવ્યો અને શાકભાજી કાપવા લાગ્યો.

પત્ની : શું થયું?

પતિ : કાંઈ નહિ, વકીલ સાહેબ પણ વાસણ ધોઈ રહ્યા હતા.