Monday, March 20, 2023
Homeઅવનવુસૌથી સસ્તું સ્કૂટર ફક્ત તમે 36,000 રૂપિયામાં ખરીદી શકશો

સૌથી સસ્તું સ્કૂટર ફક્ત તમે 36,000 રૂપિયામાં ખરીદી શકશો

ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું માર્કેટ દિવસે દિવસે ઘણું વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરમાં નવી-નવી કંપનીઓ એડવાન્સ ફીચર્સ સાથે પોતાની પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવી રહ્યા છે. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની બાઉન્સનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર તાજેતરમાં જ લોન્ચ થયું છે. તેનું નામ Bounce Infinity E1 છે. આ સ્કૂટર લોન્ચ થયું ત્યારથી ખુબ જ ચર્ચામાં આવી ગયું છે. તેના ઘણા બઘા કારણો છે. તેમાંનું એક કારણ તેની બેટરી પણ છે. ગ્રાહકો તેને બેટરી વગર પણ ખરીદી શકે છે. બેટરી માટે તમારે કંપનીના સ્વેપિંગ મશીનની મદદ લેવી પડશે. અહીં તમે ડિસ્ચાર્જ થયેલી બેટરીને બદલી શકો છો. તેની કિંમત 36,000 રૂપિયા જ છે, જે માર્કેટમાં સૌથી સસ્તી ગાડી છે જેમાં બેટરી આપવામાં આવી નથી. ઇલેક્ટ્રિક ટુ વ્હીલ સેગમેન્ટમાં દેશનું સૌથી સસ્તું ઈ-સ્કૂટર પણ છે.

Bounce Infinity E1ની ડિઝાઇન એકદમ premium છે. તે advance featureથી ખુબ સજ્જ છે. 36,000 રૂપિયામાં આ e-scooter સંપૂર્ણપણે ફાયદાકારક ડીલ બની શકે છે. જો કે, બેટરી અને ચાર્જર સાથે આ સ્કૂટરની કિંમત રૂ. 68,999 ( delhi x-showroom ) છે. આ વાંચીને તમને મૂંઝવણ થતી હશે કે આટલું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર કેવી રીતે બનતું હશે? ઈ-સ્કૂટર તૈયાર કરવાનો ખર્ચ કેટલો થતો હશે

અલ્ટીયસ ઓટો સોલ્યુશન્સના સ્થાપક રાજીવ અરોરાની કંપની પણ ઈ-વ્હીકલ્સનું પ્રોડક્શન કરી રહી છે. તેણે આ જ વર્ષે EV એક્સપોમાં બે મોડેલ પણ રજૂ કર્યા છે આ સાથે તેણે ઈ-સ્કૂટર manufacturing લગતી દરેક બાબતો વિગતવાર સમજાવી.

એક electric scooter બનાવવામાં આવતો ખર્ચ કેટલો છે : એક ઈ-સ્કૂટર તૈયાર કરવામાં લગભગ 30 હજાર થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. મોંઘા ભાવની ગાડી અને આ ગાડીમાં મુખ્ય તફાવત કેટલો છે કારણ કે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સમાં વિવિધ પ્રકારની મોટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂટર બનાવવામાં સૌથી મોટો ખર્ચ સ્કૂટરની મોટર બનાવવામાં થાય છે. સ્કુટરમાં બે પ્રકારની મોટરનો ઉપયોગ કરવામાં આવે છે સ્કૂટરની કિંમત સ્કૂટરની મોટરની quality ના આધારે બદલાય છે  

ગાડીના ભાવમાં બેટરી ટોટલી ફ્રી: ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતી મોટા ભાગની લિથિયમ બેટરીની કિંમત 13 હજાર થી 15 હજાર પ્રતિ કિલો વોટ છે. પ્રતિ કિલોવોટ 15,000 રૂપિયાની સરકાર સબસિડી આપે છે. મેન્યુફેક્ચરર્સને કિલોવોટ દીઠ 2 હજાર રૂપિયાની બચત થાય છે. આ રીતે વાહનમાં ઉપયોગમાં લેવાતા અન્ય ભાગોની કિંમતમાં ઘટાડો થાય છે. જો સ્કૂટરની રેન્જ 120 કિમી સુધી હોય તો તેની બેટરી માટે 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, હવે સરકાર બેટરીની સંપૂર્ણ કિંમત પર સબસિડી આપી રહી છે.

સ્કુટરના બીજા પાર્ટ્સ બનાવવામાં કેટલો ખર્ચ લાગે છે તે જાણવું ખુબ જરૂરી છે ?
જો સ્કુટરમાં સારી ગુણવતાવાળું સ્ટીલ વાપરવામાં આવે તો લગભગ 5 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. અને સ્કુટરમાં વપરાતા પ્લાસ્ટિકની કિંમત લગભગ 7 હજાર રૂપિયા જેટલી છે. એવી જ રીતે હાર્નેસ, લાઈટ, કંટ્રોલર, કન્વર્ટર વગેરે જેવી વસ્તુઓ પાછળ 2થી 3 હજાર રૂપિયાનો જ ખર્ચ થાય છે. ઇલેક્ટ્રિક સ્કુટર પર બીજા પાર્ટ્સમાં લગભગ 15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે.

તમામ ઈલેક્ટ્રિક સ્કૂટર પોતપોતાની કેટેગરીમાં સાવ સસ્તા છે. બધા સ્કુટરમાંમાં અલગ-અલગ મોટર વાપરવામાં આવે છે તેમજ અને અલગ અલગ ક્ષમતા વારી બેટરી વાપરવામાં આઅવે છે આના કારણે તેમની કિંમતમાં ઘણો તફાવત થાય છે. Bounce Infinity E1ની ડિઝાઇન અને તેમાં આપવામાં આવેલાં feature તેને premium categoryમાં લાવે છે. સૌથી સારી વાત એ છે કે તેમાં સ્વેપ કરી શકાય તેવી બેટરી આપવામાં આવે છે. જેને બહાર કાઢીને ઘરમાં ગમે ત્યાં ચાર્જ કરી શકાય છે અથવા તો કંપનીનાં બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બદલી પણ શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments