બાહુબલી-2 પછી RRRની કમાણી 1000 કરોડને પાર ગઈ, રાજામૌલી દેશના સૌથી સફળ ડિરેક્ટર બન્યા

બાહુબલી-2 પછી RRRની કમાણી 1000 કરોડને પાર ગઈ ડિરેક્ટર રાજામૌલી દેશના સૌથી સફળ બન્યા

તેમની ફિલ્મો દુનિયાભરમાં અત્યાર સુધી રૂ. 3460 કરોડ કમાઈ ચૂકી છે. જ્યારે બોલિવૂડના નંબર વન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ 19 વર્ષમાં 14 ફિલ્મ રિલીઝ કરીને દુનિયાભરમાંથી રૂ. 2694 કરોડની કમાણી કરી છે. રોહિત શેટ્ટીની સૌથી સફળ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસે રૂ. 396 કરોડ બિઝનેસ કર્યો હતો.

  • બાહુબલી-2 પછી આરઆરઆરની કમાણી 1000 કરોડને પાર, રાજામૌલી દેશના સૌથી સફળ ડિરેક્ટર

ટોલિવૂડના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી હવે દેશના સૌથી સફળ ડિરેક્ટર બની ગયા છે. તેમની ફિલ્મો દુનિયાભરમાં અત્યાર સુધી રૂ. 3460 કરોડ કમાઈ ચૂકી છે. જ્યારે બોલિવૂડના નંબર વન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ 19 વર્ષમાં 14 ફિલ્મ રિલીઝ કરીને દુનિયાભરમાંથી રૂ. 2694 કરોડની કમાણી કરી છે. રોહિત શેટ્ટીની સૌથી સફળ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસે રૂ. 396 કરોડ બિઝનેસ કર્યો હતો.

બીજી તરફ, રાજામૌલીની અત્યાર સુધીની સૌથી સફળ બાહુબલી-2 ફિલ્મે રૂ. 1810 કરોડની કમાણી કરી છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસનો રેકોર્ડ છે. જોકે, આરઆરઆર આ રેકોર્ડ પણ તોડી શકે છે.

રાજામૌલીની RRR 10 દિવસમાં જ બાહુબલી-2ની 50% કમાણી કરી ચૂકી છે

  • રાજામૌલીએ 2015થી 3 ફિલ્મો બનાવી.
  • ત્રણેય બ્લૉકબસ્ટર રહી એટલે કે 100% સફળતાનો રેકોર્ડ.
  • 1000 કરોડના બજેટની ફિલ્મો બનાવી ચૂક્યા છે.
  • આરઅારઆરએ સૌથી મોટા બજેટની 2.0ને પછાડી.

રાજામૌલીએ સાત વર્ષમાં ફક્ત 3 ફિલ્મ બનાવી, કમાણી 3460 કરોડ, બોલિવૂડના રોહિત શેટ્ટીએ 19 વર્ષમાં 14 ફિલ્મ બનાવી, કમાણી 2694 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *