ભારતીય જાહેર વહીવટમાં બ્રિટીશ વારસાની ભૂમિકા:

ભારતીય જાહેર વહીવટમાં બ્રિટીશ વારસાની ભૂમિકા: ભારતીય જાહેર વહીવટના મૂળ મૌર્ય સામ્રાજ્ય, મુઘલ વહીવટમાં જોવા મળે છે, તેમાં મોટા ભાગની ભૂમિકા બ્રિટીશ શાસન વ્યવસ્થાની છે. આજના સમયમાં બ્રિટીશ વહીવટના લક્ષણો:

1) બ્રિટીશ શાસનના દરમિયાન લોર્ડ કોર્નવોલીસ દ્વારા ‘સિવિલ સર્વિસ કોડ’ બનાવવામાં આવ્યો જેથી તેને ‘આધુનિક સિવિલ સર્વિસ’ના પિતા માનવામાં આવે છે.
2) લોર્ડ ડેલહાઉસી દ્વારા તાર-ટપાલ, રેલ્વે વ્યવસ્થા વગેરે વિકાસકાર્યો શાસનવ્યવસ્થા સુદ્રઢ કરવા ઉપયોગી બન્યા.
3) કાળક્રમે રજુ થયેલ વિવિધ એક્ટ, 1853 મુજબ સિવિલ સેવાની ભરતી સ્પર્ધાત્મક પરિક્ષા દ્વારા કરવામાં આવી, જે મુજબ હાલ કેન્દ્ર અને રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે. 4) ભારત સરકાર અધિનિયમ, 1919 મુજબ દ્વિ-ગૃહી વિધાનસભાની રચના કરવામાં આવી હતી, જે હાલ ઘણાં રાજ્યોમાં જોઈ શકાય છે..

5) ભારત સરકાર અધિનિયમ-1935 અનુસાર હાલમાં ભારતીય બંધારણમાં ઘણી લાક્ષણીકતાઓ જોવા મળે છે. જેમકે સંઘાત્મક વ્યવસ્થા/સમવાય તંત્ર, રાજ્યપાલનું પદ, લોક સેવા આયોગની જોગવાઈઓ, ન્યાયપાલિકાની શક્તિ વગેરે…. તેમજ તે અનુસાર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના, સુપ્રીમ કોર્ટની સ્થાપના વગેરે. આ અધિનિયમ મુજબ જ અનુસૂચી-7 બનાવવામાં વિભાજીત કરે છે. 1) સંઘયાદી 2) રાજ્યયાદી 3) સહવર્તી યાદી.

6) હાલમાં પ્રવર્તમાન IPC અને CrPC કાયદાઓ, વર્નાક્યુલર પ્રેસ એક્ટ વગેરે બ્રિટીશ વારસાની જ અગત્યની ભૂમિકા છે.7) મેકોલેને આધુનિક શિક્ષણ પદ્ધતિના જનક માનવામાં આવે છે.

8) લોર્ડ રિપન દ્વારા ‘સ્થાનીય સ્વશાસન’ની નીવ રાખવામાં આવી, જે અંતર્ગત 73 અને 74માં બંધારણીય સુધાર દ્વારા હાલની વાસ્તવિક પંચાયતી રાજ વ્યવસ્થા અમલી બની.

9) આ ઉપરાંત બ્રિટીશ સરકારથી લીધેલા લક્ષણો સંવિધાનમાં સ્વીકારવામાં આવ્યા જેમ કે, સંસદીય સરકાર, કાયદાનું શાસન, એકલ નાગરિકતા વગેરે…

10) આ ઉપરાંત કલેકટરનું પદ, સચિવાલય વ્યવસ્થા પણ બ્રિટીશ વારસાની દેન છે.

આમ, હાલની ભારતીય સિવિલ સેવા, બ્યુરોકેસી, તથા કેન્દ્ર, રાજ્ય અને સ્થાનીય સ્વશાસનની વ્યવસ્થામાં બ્રિટીશ વારસાની અગત્યની ભૂમિકા રહેલી છે.

Leave a Comment