100 વર્ષ ની વય હીરાબા નુ નિધન. પ્રભુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે

देश को कर्मयोगी सेवक देनेवाली महान जनेता हीराबा के चरणों में नमन.

ॐ शांति. ॐ शांति.

ભારતનો નાથ આજે જાણે અનાથ થયો…..માનનીય મોદીજી,આ ખોટ કોઈ ન પૂરી કરી શકે પણ દેશ ની દરેક મા ના આશીર્વાદ હંમેશા આપની સાથે રહેશે

પૂ. હીરાબા ને શ્રદ્ધાંજલિ??

મેં તમારી પાછળ આખી જીંદગી ખર્ચી નાંખી, મારી કેરિયર છોડી દીધી, મારા શોખને બાજુમાં મૂકી દીધા-હવે તમારો વારો…!” આવું કહેનારી મમ્મીઓને “હીરાબા” નહીં સમજાય. દિકરો એક કંપનીમાં સામાન્ય મેનેજર હોય તો ય મા છાતીભેર કહેતી હોય-“અમારા દિકરાનો તો વટ પડે…!” સંતાનોને ભણાવી-ગણાવી મોટા કરી-ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડવામાં પોતાનો સિંહફાળો છે એવું સમજતી ઘણી મમ્મીઓ સંતાનોનાં હોદ્દાને એનકેશ કરવામાં પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજતી હોય !

હીરાબાનો દિકરો દેશનો પ્રધાનમંત્રી છે…આખું વિશ્વ દિકરાની વાતો સાંભળતું હોય-એને માનતું હોય અને છતાં “હીરાબા”એ ક્યારેય વટ પાડ્યો નહીં-એમને અધિકાર હતો તો ય !

સંઘર્ષ દરેક માણસ કરતો હોય છે, દરેક મા કરતી હોય છે….પણ હીરાબાએ ક્યારેય પોતાનાં સંઘર્ષને એનકેશ કર્યો નહીં. ઘણાં કલેક્ટર્સ, કમિશનરની પત્નીઓ કે મમ્મીઓ લાલ લાઇટવાળી ગાડીમાં શાક ખરીદવા કે શોપિંગ કરવા નીકળતી હોય છે-આપણાં દેશનાં પ્રધાનમંત્રીશ્રીનાં માતા મત આપવા રિક્ષામાં ગયેલા !

સાદગી અને સંઘર્ષ એમનેમ નથી આવતા, એ લોહીમાં ઉતરતા હોય છે !

દરેક દિકરો નરેન્દ્ર મોદી નથી બની શકતો એનું એક કારણ એ પણ છે કે દરેક માતા હીરાબા નથી બની શકતી !

-એષા દાદાવાળા