પતંગની દોરીથી ઘાયલ પક્ષીને બચવા માટે આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરી પુણ્યનું કામ કરજો

પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ 20 જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે બિઝનેસ રિપટિર રાોટ જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરુણા ફાઉન્ડેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે . ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં 7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે . ઘાયલ પક્ષીઓની માહિતી મળતા જ કરુણા ફાઉન્ડેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચશે અને તેને તાત્કાલિક સારવાર પૂરી પાડશે . સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે . આ કંટ્રોલ રૂમ 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે .

ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી અબોલ પક્ષીઓની પાંખો કપાવાની ઘટના બને છે . અમુક કિસ્સામાં પક્ષીઓ મોતને ભેટે છે . ત્યારે આવા કિસ્સામાં હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે . તાલુકાવાઇઝ અપાયેલા નંબરો પર સંપર્ક કરવાથી પક્ષીઓને સારવાર મળી શકશે . કરુણા ફાઉન્ડેશનની ટીમ દર જસદણ વર્ષે ઉત્તરાયણ પર પક્ષીઓની સારવાર માટે સતત દોડતી રહે છે . આ વખતે શહેર ઉપરાંત તાલુકાઓમાં પણ કન્ટ્રોલરૂમ શરૂ કરાયા છે .

જેથી કોઇપણ તાલુકામાં પક્ષીઓ જો દોરીથી ઘાયલ થાય તો હેલ્પલાઇન નંબર પણ સંપર્ક કરવાથી પક્ષીઓને તુરંત સારવાર મળી રહેશે .

જિલ્લામાં હેલ્પલાઈન નંબર તાલુકો

રાજકોટ :8469936128

લોધિકા : 9909305505

ઉપલેટા :9723410072

કોટડાસાંગાણી 9099080273

જેતપુર : 9099962062

ધોરાજી :9426519761

પડધરી : 7990247405

ગોંડલ :9904600308

જામકંડોરણા: 9925007207

વીંછિયા :7046250225

જસદણ : 8200965067