આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ

હાલનાં ધારાધોરણ મુજબ પુરુષનું હિમોગ્લોબીન લેવલ ૧૩ થી ૧૭ G% અને સ્ત્રીનું હિમોગ્લોબીન ૧૨.૫ થી ૧૫ G% હોવું જોઈએ.

વનસ્પતિજન્ય ખોરાકમાં રહેલું લોહતત્વ શરીરમાં જલ્દીથી શોષાતું નથી. આથી શાકાહારી લોકોમાં લોહતત્વની ખામી વધારે જોવા મળે છે. ધાવણાં બાળકોને તેમની માતાના દૂધમાંથી પૂરતું લોહતત્વ મળી રહે છે. પણ જો આ બાળકો બહારના દૂધ પર રહેતાં હોય તો તેમને લોહતત્વની ઉણપ ઉભી થાય છે.“વિટામીન સી” ની હાજરીમાં લોહતત્વ શરીરમાં સારી રીતે શોષાય છે. આથી લોહતત્વવાળા ખોરાકની સાથે લીંબુ કે સંતરા જેવાં વિટામીન સી ધરાવતાં ફળ લેવાથી વધારે ફાયદો થાય છે. પરંતુ “કેલ્શિયમ”ની હાજરીથી શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો થાય છે. એટલા માટે લોહતત્વવાળા ખોરાકની સાથે દૂધ લેવામાં આવે તો દૂધના કેલ્શિયમને લીધે ખોરાકનું લોહતત્વ શરીરમાં બરાબર ભળતું નથી. ઘઉંના થુલામાં રહેલ ફાય્ટીક એસીડ (Phytic Acid) પણ શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો કરે છે. ચા અને કોફીમાં રહેલ કેફીન અને ટેનિન પણ શરીરમાં લોહતત્વના શોષાવાની ક્રિયામાં અવરોધ ઉભો કરે છે. માટે જમવાની સાથે કે જમ્યા પછી તરતજ ચા કે કોફી લેવાં જોઈએ નહીં. લોહતત્વની ઉણપ ગરીબ અને પૈસાદાર બંને વર્ગને નડે છે. ગરીબ વર્ગને પોષક ખોરાકના અભાવે અને પૈસાદાર વર્ગને રીફાઇન્ડ, રેફ્રિજરેટેડ અને જંક ખોરાકની આદતોને લીધે લોહતત્વની ઉણપ થાય છે. જોકે ગરીબ વર્ગ લોઢાનાં વાસણ, ચપ્પુ વિગેરે વાપરે છે, તેથી તેમને લોહતત્વની થોડીઘણી પૂરણી થઇ જાય છે. જો તમે ડોક્ટરની સલાહ મુજબ લોહતત્વની ગોળીઓ કે દવા લેતા હો તો જાણી લો કે જમ્યા બાદ આ ગોળીઓ લઈએ તો શરીરમાં લોહતત્વ ઓછું શોષાય છે. પરંતુ જો આ ગોળીઓ ભૂખ્યા પેટે લઈએ તો પેટમાં બળતરા અને બીજી અનેક તકલીફો કરે છે. તેથી આવી ગોળીઓ જમ્યા પછી લેવી હિતાવહ છે. ઉપરાંત આ ગોળીઓ દૂધ સાથે લેવી ના જોઈએ, કારણકે દુધમાં રહેલા કેલ્શિયમને લીધે લોહતત્વ શરીરમાં બરાબર ભળતું નથી. આમ છતાં દવાઓને લગતા દરેક સૂચનનો અમલ યોગ્ય ડોક્ટરની સલાહ મુજબ જ કરવો.

હવે જો લોહીમાં હિમોગ્લોબીન નિર્ધારિત માત્રાથી ઓછું હોય, તો લોહીમાં ઓક્સીજન પણ ઓછો ભળે. પરિણામે શરીરના કોષોને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળે નહિ. જેને લીધે તે બધા કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકે નહીં. આવા સંજોગોમાં શરીરને થાક, સુસ્તી, અશક્તિ, ચક્કર આવવાં, ગભરામણ થવી, શ્વાસ ચઢવો, પગમાં સોજા ચઢવા જેવી અનેક તકલીફો થઇ શકે છે. આવું ન થાય એટલા માટે આપણા લોહીમાં પૂરતું હિમોગ્લોબીન હોવું ખુબ જરૂરી છે.

હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા શું કરવું?: સૌ પહેલાં આપણે સમજવું પડશે કે હિમોગ્લોબીન બનવા માટે શું જરૂરી છે. તો જાણી લો કે હિમોગ્લોબીનના ત્રણ અગત્યના ઘટક છે: લોહતત્વ (Iron), ફોલિક એસીડ (Folic Acid), અને વિટામીન બી૧૨ (Vitamin B12). આ ત્રણે ઘટકમાં લોહતત્વ સૌથી અગત્યનું છે. તેથી શરીરમાં લોહતત્વનું પ્રમાણ વધારવામાં આવે તો હિમોગ્લોબીનનું પ્રમાણ આપોઆપ વધે છે. શરીરને લોહતત્વ મુખ્યત્વે ખોરાકમાંથી મળે છે. આપણું શરીર જરૂર પૂરતા લોહતત્વનો ઉપયોગ કરે છે અને વધારાના લોહતત્વને યકૃત (Liver), ફેફસાં અને હૃદયમાં જમા કરે છે. જયારે શરીરને લોહતત્વની ઉણપ ઉભી થાય, ત્યારે આ વધારાના લોહતત્વનો ઉપયોગ થાય છે. કુદરતની કેવી અદભૂત વ્યવસ્થા !!

સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં કેટલા ઓહિના ટકા જરૂરી છે તેના વિષે જાણી તો ૧ વર્ષ સુધીનું બાળક   ૦.૫, ૧ થી ૧૨ વર્ષ , સુધીનું બાળક : ૧.૦, કિશોર :૧.૮,પુખ્ત પુરુષ : ૦.૯, માસિક આવતું હોય તેવી સ્ત્રી: ૨.૪, ગર્ભવતી સ્ત્રી : ૩.૫, માસિક ના આવતું હોય તેવી સ્ત્રી : ૦.૯

હિમોગ્લોબીન અને લોહીના ટકા વધારવા માટે દરરોજ આ બધા શાકભાજી, ફળ અને ખોરાક ખાવાની ટેવ રાખો તમારું હિમોગ્લોબીન વધી જશે

શાકભાજી: પાલક, બીટ, રીંગણ, ગાજર, ટામેટાં, ડુંગળી, ફુદીનો, અન્ય ખોરાક: ચાળ્યા વગરનો ઘઉંનો લોટ, સાઠી ચોખા, બાજરી, કઠોળ, સોયાબીન, ગોળ,મધ, બદામ, ખજુર, અમુક માંસાહારી ખોરાક….ફળ: કેળાં, અખરોટ, સફરજન, જરદાલુ, કાળી દ્રાક્ષ,