ચોમાસા માં વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે નો અકસીર ઇલાજ

ચોમાસા માં વાઈરલ તાવ , કફ , શરદી , ઉધરસ માટે નો અકસીર ઇલાજ : – ઔષધિ : સૂંઠ પાવડર 50 ગ્રામ . કાળા મરી પાઉડર -20 ગ્રામ , હળદર પાઉડર – 50 ગ્રામ , દેશી કેમીકલ વગર નો ગોળ 250 ગ્રામ. ઔષધિ ( દવા ) બનાવવા ની રીત : દેશી ગોળ ને કડાઈ માં ગરમ કરવો.ઓગડે એટલે તેમાં બાકી ની ત્રણેય ઔષધિ નો પાઉડર નાખી બરાબર મિક્સ કરવો.ત્યાર બાદ વટાણા ના દાણા જેવડી ગોળીઓ બનાવવી . – ઉપયોગ કરવાની રીત : વાઇરલ તાવ, શરદી, કફ ની તકલીફ વખતે બે – બે કલાકે 1-1 ગોળી હુંફાળા ગરમ પાણી સાથે લેવી. માત્ર બે દિવસ માં જ વાઇરલ તાવ , કફ , શરદી શરીર માં થતો દુઃખાવો , કળતર જાદુઈ દુર થશે અને કોઇપણ જાતની સાઈડ ઇફેક્ટ વગર

કોઈપણ જાતનો તાવ આવ્‍ય હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.

સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.

કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.

લસણની કલી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.

તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.

ફલૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જય છે.

તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ લેવાથી ફલૂનો તાવ મટે છે.

પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલૂનો તાવ-બેચેની મટે છે.

૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલૂનો તાવ મટે છે.

એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.

ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.

ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.

મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.

જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે.

ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્‍યુમોનિયાનો તાવ મટે છે.

તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.

તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.

ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.

મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્‍યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં, પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.

એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ પા ચમચી મધમાં લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે.

શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે. સંનેપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્‍યારે ગરમી લાવવા માટે રાઈના તેલનું માલિશ કરવાથી આરામ થાય છે.

ફલૂના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફલૂનો તાવ ઉતરે છે. આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.