અલગ અલગ પ્રકારના પીઝા બનાવવાની રીત

વેજ બ્રેડ પીઝા બનાવવા માટે જરૂરી સામગ્રી: ,12 સ્લાઈસ બ્રેડ (વહાઈટ અથવા બ્રાઉન), 1 કપ પીઝા સોસ, 50 ગ્રામ પનીર, 1 કપ છીણેલું મોઝેરેલા ચીઝ, 1 કપ છીણેલું પ્રોસેસ્ડ ચીઝ, 1/4 કપ ટામેટા ના ટુકડા, 1/4 કપ લીલું કેપ્સિકમ ના ટુકડા, 1/4 કપ બાફેલા મક્કાઈ ના દાણા, 1/4 કપ કાંદા ના ટુકડા, 1/4 કપ જીણું સમારેલું જાંબલી કોબીજ, 1/4 કપ સમારેલું લેટુસ, 2 ટેબલસ્પૂન જીણા સમારેલા લીલા મરચાં, જરૂર મુજબ ચીલી ફ્લેક્સ, જરૂર મુજબ ઓરેગાનો, જરૂર મુજબ માખણ, 1 ટીસ્પૂન મરી પાઉડર, 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન પીઝા મિક્સ હર્બ્સ મસાલા,

વેજ બ્રેડ પીઝા બનાવવાની રીત: સૌ પ્રથમ બધી સામગ્રી ફોટા માં બતાવ્યા મુજબ તૈયાર કરી લો.હવે પનીર ના ટુકડા કરી, તેમાં 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/4 ટીસ્પૂન ઓરેગાનો અને 1/8 ટીસ્પૂન ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. ઓવન ને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રી હીટ કરવા મૂકી દો. ત્યારબાદ વે બ્રેડ ઉપર માખણ ચોપડી ને તેની ઉપર પીઝા સોસ લગાવી દો। ત્યારબાદ તેની ઉપર મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝ થોડી-થોડી ભભરાવો. હવે તેની ઉપર સમારેલા ટામેટા, કેપ્સિકમ, કાંદા, મક્કાઈ ના દાણા, જાંબલી કોબીજ, લેટુસ, લીલા મરચાં અને પનીર નું ટોપિંગ કરી દો। તમે મનગમતા ટોપિંગ્સ મૂકી શકો છો। ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાઉડર, ચાટ મસાલો, પીઝા મિક્સ હર્બ્સ મસાલો ભભરાવો।. ફરી તેની ઉપર મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝ મુકો। હવે ઉપર ફરી સમારેલા કેપ્સિકમ અને ટામેટા છુટા-છુટા ગોઠવી દો। ત્યારબાદ તેને પ્રી હીટ કરેલા ઓવન માં 180 ડિગ્રી પર 5-7 મિનિટ બેક કરો. તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી ચીઝી ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા। ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. મેં અહીં પીઝા સાથે ગાર્લિક ઓઇલ, હર્બ્સ, ફ્રેન્ચ સોસ, અને ઓરિઓ મિલ્ક શેક સર્વ કર્યા છે.

ભાખરી પીઝા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 રેડીમેટ મસાલા ભાખરી નું પેકેટ, 1 ઝીણું સમારેલું, 1 ઝીણું સમારેલું ગાજર, 1 સમારેલી કાંદા, 1 સમારેલું ટમેટું, ૨ ચમચી પીઝા સોસ, ૨ ચમચી મેયોનીઝ, 1 વાટકો મોઝરેલા ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉપરથી sprinkle કરવા માટે

ભાખરી પીઝા બનાવવા માટેની રીત: સૌપ્રથમ મસાલા ભાખરી ને લો. તેના પર પીઝા સોસ અને મેયોનીઝ લગાવી સમારેલા વેજીટેબલ પાથરો. તેના પર મોઝરેલા ચીઝ નાખી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટો. હવે તેને preheat કરેલા કડાઈ ઉપર, કઢાઈમાં નીચે મીઠું મૂકીને 15 મિનિટ સુધી ચઢાવો. પછી તેને ઢાંકી દો 15 મિનિટમાં તૈયાર થઈ જશે આપણા ભાખરી પીઝા… સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો

રોટલીના પીઝા બનાવવા માટે જરૂરી સામગ્રી: સેકેલી રોટલી, 2 ટામેટાં, 1 ડુંગળી, 1 મરચું, ચીઝ, 1 ચમચી લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ટામેટાં સોસ જરૂર મુજબ

રોટલીના પીઝા બનાવવાની રીત: સૌ પ્રથમ ટામેટાં ડુંગળી મરચાં સમારેલી લેવાનૂ. ત્યારબાદ તેમા લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી દેવાનૂ પછી તેણે મીક્સ કરી લેવું. હવે રોટલી મા સોસ લગાવી લેવાનૂ પછી તેમા મીક્સ કરેલૂ મૂકી દેવાનૂ પછી તેમા ચીઝ નાખી દેવું. તેણે એક કડાઈમાં તેલ ગરમ કરવાનૂ પછી તેમા રોટલી મૂકી દેવાનૂ ઢાંકી દેવું. તો તૈયાર છે રોટલી પીઝા

પાપડી પીઝા બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫ -૩૦ નંગ પાપડી ની પૂરી, ૧/૨ કપ મેંદો, ૧/૨ કપ ઘઉં નો લોટ, ૨ ટી સ્પૂન રવો મીઠું સ્વાદાનુસાર, ૨ ટી સ્પૂન તેલ મોણ માટે, પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે, પીઝા બનાવવા માટે, ૧/૨ કપ પીઝા સોસ, ૧/૨ ડુંગળી ઝીણી સમારેલી, ૧/૪ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું, ૧/૨ કપ બાફેલી મકાઈ, ૧/૪ કપ ટામેટા ઝીણા સમારેલા, ૧/૨ , પ ચીઝ છીણેલું, ૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ, ૨ ટી સ્પૂન ઓરેગાનો,

પાપડી પીઝા બનાવવા માટેની રીત: સૈા પ્રથમ મેંદો,ઘઉં નો લોટ અને રવો લો.તેમાં સ્વાદ મુજબ મીઠુ નાખો.મોણ માટે તેલ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લો. તેને ૧૦ મિનિટ રેસ્ટ આપો.ત્યાર પછી મોટો લુવો લઈ ને મોટી અને પાતળી રોટલી વણી લો.હવે નાની વાટકી અથવા કટર ની મદદ થી કટ કરી તેમાં કાંટા વડે કાણા પડી લો.હવે તેને મિડીયમ તાપે તેલ મા ગુલાબી રંગ ની તળી લો. હવે બધા વેજીટેબલ,ચીઝ,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો આ બધું તૈયાર કરી લો. હવે એક પ્લેટ મા બનાવે લો પૂરી ગોઠવો.તેના ઉપર ચમચી થી પીઝા સોસ પાથરો.તેના ઉપર બધા વેજીટેબલ વારા ફરતી મૂકો. હવે તેના ઉપર ચીઝ પાથરો.હવે તેને ૨ મિનિટ માટે માઈક્રો મા મૂકો અથવા લોઢી મા મુકી ને ચીઝ ઓગળે ત્યાં સુધી રાખો.ઉપર ઢાંકી દેવું જેથી ચીઝ મેલ્ટ થઈ જાય. હવે તેને એક પ્લેટ મા લઈ ને ઉપર થી થોડું વધારે ચીઝ નાખી ને સર્વ કરવું. તો તૈયાર છે પાપડી પીઝા આ પીઝા ખાવાની ખુબ મજા આવે છે

Tags: , , ,