ભાદરવાના તાપમાં આવતા તાવ, શરદીથી બચવા દાદીમાના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

વર્ષાઋતુની ની વિદાય અને શરદ ઋતુનું આગમન થાય એટલે આ ભાદરવો. ભાદરવામાં દિવસે ધોમ તડકો અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદમાં કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.

ભાદરવાના તાપ અને તાવથી બચવા માટે દાદીમાંના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો દરેકે અજમાવવા જોઈએ જેથી ભાદરવામાં આવતી આ બીમારીથી બચી શકાય.

હવે આ સિઝનમાં સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રહેવું તે માટેની આયુર્વેદની ગાઈડ લાઈન આપવાનો વિનમ્ર પ્રયાસ કરું છું.

 આ સિઝનમાં કાકડી, ભીંડા, ગલકાં, તુરિયા, ચીભડાં, દહીં, છાશ, અથાણાં, વધુ પડતાં તીખા, ખારાં ( નમક), ખાટાં પદાર્થોનું સેવન ન કરવું કે જે આ ઋતુમાં પિત્ત વધારે છે.     શરદઋતુનો તડકો ઉનાળા કરતાં પણ વધુ આકરો અને પિત્તવધૅક હોઈ તડકામાં બહાર જવાનું થાય તો માથે કોટનની ટોપી કે કપડું ખાસ ઢાંકીને જ નીકળવું. પિત્તશામક આહાર જેવો કે દુધ, દુધ પાક, ખીર, માલપુઆ, દુધ પૌંઆનું વિશેષ સેવન કરવું.( શ્રાધ્ધ પક્ષમાં ખીર, દુધ પાક, માલપુઆ તથા શરદપૂર્ણિમાએ ખાવામાં આવતા દુધપૌંઆના રિવાજ પાછળ પણ આયુર્વેદ જ છે જે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિના મહાન ઋષિમુનિઓ અને આયુર્વેદાચાર્યોએ આપણા તહેવારો અને પરંપરામાં ખુબ જ સહજતાથી વણી લીધેલ છે.) શાકભાજીમાં કારેલા, કંકોડા અને પરવળ જેવા કડવા શાકભાજીનો ઉપયોગ કરવો.( કડવો રસ પિત્તશામક છે.)  

” આવરે વરસાદ, ઘેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક” આ કહેવતમાં પણ આયુર્વેદ અને ચોમાસાની ઋતુની ગાઈડ લાઈન છે.  ઊની ઊની રોટલી મતલબ કે વષૉઋતુંમા અષાઢ-શ્રાવણમા ગરમા ગરમ અને હલકું ખાવાથી વાયુનું શમન થાય છે.અને 

કારેલાનું શાક મતલબ કડવા રસનું સેવન કરવાથી પિત્તનું શમન થાય છે. વરસાદને ઘેબરીયો પરસાદ ગણીને આવકારવામાં આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ભાવ છે. શરીરમાંથી વધારાનું પિત્ત ઝાડા વાટે બહાર નીકળી જાય તે માટે હરડે કે ત્રિફળા ચૂર્ણ જેવા રેચક ઔષધો આ સિઝનમાં નિયમિત લેવાનું સુચવેલ છે.

તાવ ના આવે તે માટે તેના પ્રિવેન્શન માટે કડું-કરિયાતું,ગળોનો ઉકાળો કે સુદર્શન ઘનવટી જેવી ઔષધીય ગોળીનું નિયમિત સેવન કરવું.(૨ ગોળી દિવસમાં એકવાર લઈ શકાય)  નવરાત્રીમાં રાત્રે શીતળ વાતાવરણમાં ગરબા કરવા એ પણ પિત્તનું કુદરતી શમન કરે છે.

અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બેએલચી વાટીને ઉમેરી દેવી.

(જો ખીર અને કેળા – બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ)
(૪) ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.

सर्वे भवन्तु सुखिनः – सर्वे सन्तु निरामयाः આ માહિતી આપણા દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચાડી સમાજને બીમારીથી બચાવવામાં તમે તમારી ફરજ નિભાવો.. એ જ પ્રાર્થના…આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે – रोगाणाम् शारदी माता. અને ‘ યમની દાઢ ‘ પણ કહી. આપણામાં એક આશિર્વાદ પ્રચલીત હતો. शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી. અસ્તુ. આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે સૌને ખાસ SAHRE કરજો

Tags: , ,