Skip to content

મોંઘી દવાઓ, ક્રીમ અને મલમથી થાકી ગયા હોય તો હઠીલું અને ત્રાસદાયક ખરજવું મટાડવાની દેશી દવા અજમાવો

ખરજવું એક એક એવો રોગ છે કે જો યોગ્ય સારવાર કે યોગ્ય પરેજી કરવામાં ન આવે તો આ રોગથી બચવું ખુબ મુશ્કેલ બને છે આથી જયારે ખરજવાની શરૂઆત હોય ત્યારે જ પરેજી રાખજી જોઈએ આ રોગ ચેપી છે અને વારંવાર થતો રોગ છે. દવા પી એટલે રોગ માટી જાય છે અને જેવી દવા બંધ કરી એવો આ રોગ ફરી થાય છે

આયુર્વેદિક દ્રષ્ટિએ ખરજવું થવાનું મુખ્ય કારણ કફદોષ માનવામાં આવે છે. action)ની સ્વાભાવિક ક્રિયા બરાબર કરી શકે છે. યોગ્ય પરેજી લેવામાં ન આવે તો ખરજવા જેવો હઠીલો રોગ મટાડવો શક્ય નથી.અને એટલે જ લોકો ફરિયાદ કરતા હોય છે કે ખરજવું વર્ષો સુધી મટતું નથી અને વારંવાર ફરીથી થાય છે.

ખરજવું હોય તેને રાખવા જેવી ચાવચેતી : ચીકણા પદાર્થો પણ કફવર્ધક હોય તેલ, ઘી માખણ,મલાઇ પણ સંપૂર્ણપણે બંધ કરવા પડે છે, ગળ્યો ખાટો અને ખારો(નમક) રસવાળા પદાર્થો કફકારક હોવાથી તેને સંપૂર્ણપણે બંધ કરવા પડે છે.  નમક વગર લાંબા સમય સુધી ચાલે તેમ ન હોય ઓછા પ્રમાણમાં અને શક્ય હોય તો સિંધવ-મીઠું લઈ શકાય. ઘઉંની રોટલી,ખાખરા,ભાખરી તેલ વગરની ખાવી જોઈએ. કઠોળને વાઘરવા કરતા બાફીને ખાય શકાય. ગાજર, કાકડી , ડુંગળી વગેરે કચુંબર બનાવીને ખાઈ શકાય.

 ૧) મહામંજિષ્ઠાદિ ઘનવટી ગોળી ૨-૨-૨ સવાર-બપોર-સાંજ સાદા પાણી સાથે લેવી.

૨) ત્રિફળા ગૂગળ ગોળી ૨-૨-૨ સવાર-બપોર-સાંજ ભૂકો કરી સાદા પાણી સાથે લેવી.

૩) રાત્રે રોજ રાત્રે સૂતી વખતે કફ અને મળની શુદ્ધિ માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કે ત્રિફળાચૂર્ણ દોઢ ચમચી જેટલું પાણી સાથે લેવું.

૪) સવાર તથા સાંજે ૧-૧ ગોળી સુવર્ણ વસંતમાલતી વાટી મધમાં મિક્સ કરીને ચાટવી.

રોગની તીવ્રતા મુજબ બે-ત્રણ મહિના કે પાંચેક મહિના(આઠ-દસ વર્ષ જૂના ખરજવામાં) સુધી ઉપચાર ચાલુ રાખવો પડી શકે છે. સંપૂર્ણપણે ખરજવું મટી ગયા બાદ ધીમે ધીમે રોજિંદા ખોરાક પર આવવું જોઈએ.પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચીકણા, ગળ્યા,ખાટા અને ખારા ખોરાક કાયમ માટે ઓછા પ્રમાણમાં લેવા નહીંતર કફની વૃદ્ધિ થતા રોગ ફરી થઇ શકે છે.

તો મિત્રો, મોંઘી દવાઓ, ક્રીમ અને મલમ અજમાવીને થાકી હારી ગયેલા દર્દીઓ મન મક્કમ કરીને આ ઉપચાર કરશે તો ચોક્કસ આ હઠીલા અને ત્રાસદાયક રોગ ખરજવાથી કાયમી મુક્તિ મળશે.

  આ આર્ટિકલને શેર અને લાઈક જરૂરથી કરજો કેમકે સમાજમાં ખરજવાથી પીડાતા દર્દીઓની સંખ્યા બહુજ મોટી છે.

Leave a Comment