શ્રેણી ભૂકંપ (Earthquake Swarms) ની વ્યાખ્યા આપો. તે આફ્ટરશોકસ અને ફોરશોકથી કઈ રીતે અલગ છે?

શ્રેણી ભૂકંપ નાના ભૂકંપનો એક ક્રમ છે. તેમાં સ્પષ્ટ રીતે ઓળખ થઈ શકે તેવો ભૂકંપ આવતો નથી. શ્રેણી ભૂકંપ ઘણા બધા અઠવાડિયા સુધી રહે છે. તે ઓછા પરિમાણના હજારો ભૂકંપ ઉત્પન્ન કરી શકે છે.

આફ્ટરશોકસ અને ફોરશોકસ
• ફોરશોકસ એવા ભૂકંપ છે જે ભૂકંપની પહેલા જે તે સ્થાન પર આવે છે. જ્યાં સુધી તે ક્ષેત્રમાં મોટો ભૂકંપ ન આવે ત્યાં સુધી તે ક્ષેત્રમાં આવેલ ફોરશોકસની ઓળખ થઈ શકતી નથી.
• આફટરશોક ખૂબ મોટા ભૂકંપના આવ્યા બાદ તે સ્થાન પર આવતા નાના-નાના ભૂકંપીય ઝટકાઓ છે.
• જયારે ભૂકંપ આવે છે ત્યારે તે ક્ષેત્રની આસપાસની સ્થિતિ તનાવગ્રસ્ત ક્ષેત્રમાં બદલાય જાય છે. પૃથ્વી સંતુલનની અવસ્થામાં આવવાના પ્રયત્ન કરે છે. આ કારણે આફ્ટરશોકની પ્રક્રિયા થાય છે.
• આફ્ટરશોક સમય જતા ઓછા થતા જાય છે પરંતુ, તે ઘણા દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે.

શ્રેણી ભૂકંપની વિશેષતાઓ
• શ્રેણી ભૂકંપ ઓછા પરિમાણના ભૂકંપની શૃંખલા છે જે એક સ્થાનીય ક્ષેત્રમાં અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી અસર બતાવે છે.
• જયારે ભૂકંપીય ઉર્જા પૃથ્વીની અંદર જમા થાય છે ત્યારે ઘણા-બધા ભૂસ્તર મારફત થોડી-થોડી માત્રામાં બહાર નીકળે છે. આ રીતે ભૂકંપની શૃંખલાનું નિર્માણ થાય છે.
• શ્રેણી ભૂકંપ ઘણી માત્રામાં ઓછા પરિમાણ સાથે આવે છે. ઘણી વખત તેઓ ધ્વનિ ઉત્સર્જન સાથે ઉત્પન્ન થાય છે.
• શ્રેણી ભૂકંપ જ્વાળામુખી ફાટવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તે પૃથ્વીની સપાટીની નીચે રહેલા મેગ્માના સંકેત આપે છે.
• પરંતુ, તમામ શ્રેણી ભૂકંપ મેગ્માં અને જ્વાળામુખી સાથે જોડાયેલા હોતા નથી. તેનું કારણ વિવર્તનિક બળ પણ હોઈ શકે છે.
• ઉદાહરણ તરીકે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના દક્ષિણના પઠાર ક્ષેત્રમાં ભૂકંપીય તરંગોના અનુભવ થવાનું કારણ વિવર્તનિક ગતિવિધિઓ છે.

ભૂકંપીય ગતિવિધિઓ એક મોટા ભૂકંપ અને તેના બાદ આફ્ટરશોકના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે. અથવા શ્રેણી ભૂકંપના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે બંને પૃથ્વીની સપાટીની અંદર ભૂકંપીય ગતિવિધિઓ દર્શાવે છે.

Tags: , , ,