વિશેષ રૂપથી નબળા જનજાતીય સમૂહો (PVTG)ના નિર્ધારણ માટેના માપદંડોને ઉલ્લેખિત કરો. તેમના દ્વારા કેવી સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોનો ઉલ્લેખ કરો

આદિવાસી સમૂહો અંતર્ગત પણ ઘણા સમૂહ વિશેષ રૂપથી નબળા છે. જે સામાજિકની સાથે-સાથે આર્થિક રૂપથી પણ પછાત છે. વર્ષ 1973માં ઢેબર આયોગ દ્વારા આવા PVTGને એક અલગ શ્રેણીના રૂપમાં વર્ગીકૃત કર્યા હતા. જે આદિવાસી સમૂહો વચ્ચે અલ્પ વિકસિત છે.
• વર્તમાનમાં ભારતના 18 રાજ્યો અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં 75 PVTG અધિસૂચિત છે. PVTGના નિર્ધારણ માટે નીચેના માપદંડ છે.
• સ્થિર અથવા ઘટતી જનસંખ્યા
• નિમ્નતર સાક્ષરતા
• અર્થવ્યવસ્થાનું જીવન નિર્વાહ સ્તર

સમસ્યાઓ
• અપર્યાપ્ત આધારભૂત સર્વેક્ષણના કારણે તેમને કલ્યાણકારી યોજનાઓનો લાભ મડતો નથી.
• PVTG સૂચિના અપગ્રેડેશનનો અભાવ.
• આ સમૂહોની જનસંખ્યામાં સ્થિરતા ઉપરાંત તેજીથી ઘટાડો થઈ રહ્યો છે. ઉદા. છતીસગઢમાં બિરહોર જનજાતિ.
• ઓધોગિક પરિયોજનાઓ, પર્યટક ગતિવિધિઓ, જળવાયુ પરિવર્તનના કારણે તેના આવાસને ક્ષતિ પહોંચી રહી છે.
• નિર્ધનતાને કારણે તેઓ ભૂખમરી, કુપોષણ, સ્થાયી રોગ લ્યુકેમિયા વગેરેનો શિકાર બને છે.
• આ સમૂહો ખાસ કરીને મહિલાઓની શૈક્ષણિક સ્થિતિ અન્ય જન-જાતીય સમૂહની અપેક્ષાએ ઘણી ખરાબ છે.
• સુરક્ષિત પેયજળ, સ્વચ્છતા, દુર્ગમ ક્ષેત્ર તથા અન્ય માળખાકીય સુવિધાઓનો અભાવનો સામનો કરી રહ્યા છે.
• ઓળખ સંબંધિત માન્યતા તથા તેના અધિકાર વિશે જાગૃતતાની કમીથી તેઓ વધુ સંવેદનશીલ બની રહ્યા છે.

સરકારના પ્રયાસો
• વિશેષ રૂપથી નબળા જનજાતીય સમૂહોના વિકાસ માટે આવાસ, ભૂમિ-વિતરણ, કૃષિ વિકાસ, પશુપાલન સહાય વગેરે માટે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
• બંધારણની કલમ – 275(1) અંતર્ગત અનુસૂચિત જનજાતીય સમૂહો માટે કાર્ય કરનારને વિતીય સહાયતા સરકાર દ્વારા આપવામાં આવે છે.
• તેમના વન અને આવાસીય અધિકારને સંરક્ષિત કરવા માટે કાનૂની માન્યતા.

કોઈ પણ PVTG ગ્રુપ માટે યોજના બનાવતા સમયે તેના સ્થાનીય સંસાધન તથા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાર્ય કરવાથી આ સમૂહોની સ્થિતિમાં આવશ્યક સુધાર લાવી શકાશે