આ નાની નાની ટીપ્સ વસ્તુનો બગાડ અટકાવશે અને રસોઈનો સ્વાદ વધારશે

પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે તે હલકું અને શીઘ્ર પચી જનારું હોય છે. બાળકને જો ઝાડા થઇ ગયા હોય તો તેના માટે આ અતિ ઉત્તમ રહેશે. આ સિવાય આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે કે પછી દાળ-ચોખામાં આ પાણી નાંખી તેને રાંધી શકાય છે.

ચોખા બાફતી વખતે ચોખાને સુગંધિત બનાવવા માટે સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટૂકડો નાંખી દો.

પ્રેશર કુકરની રીંગ ઢીલી પડી ગય હોય તો અથવા કુકરની સીટી ન વાગતી હોય તો કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રિઝમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે. અને કુકરની સીટી વાગવાનું શરુ થશે

ખીરને સ્વાદિષ્ટ બનાવવા માટે બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખો. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.

શાકમાં મરચું પાવડર વધી જાય તો શાકની તીખાસ ઓછી કરવા માટે તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

ટામેટાની છાલ આસાનીથી ઉતારવા માટે ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે.

 પરોઠાને સ્વાદિષ્ટ અને મુલાયમ બનાવવા માટે આ રીત થી પરાઠા બનાવશો તો પરાઠા સ્વાદિષ્ટ અને મુલાયમ બનાવતી વખતે લોટમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે

લસણ ઝડપથી ફોલવા માટે આ ટીપ્સ અપનાવો જો તમારા નખ નાના હોય તો લસણ ફોલવાની ખુબ મુશ્કેલી પડે છે આથી લસણ ફોલવાની ખુબ કંટાળો આવે છે ઓ તમે લસણ ઝડપથી ફોલવા માંગતા હોય તો આ ટીપ્સ અપનાવો એટલે લસણ ઝડપથી ફોલાઈ જશે લસણની કળીઓને ગરમ પાણીમાં નાંખો અને બે મિનિટ રહીને બહાર કાઢી લો. આમ કરવાથી લસણ જલદી જ ફોલાઇ જશે.

લસણ ઝડપથી ફોલવા માટે | પ્રેશર કુકરની રીંગ ઢીલી પડી ગય હોય તો | કુકરની સીટી ન વાગતી હોય તો | શાકમાં મરચું પાવડર વધી જાય તો | ચોખા બાફતી વખતે ચોખાને સુગંધિત બનાવવા માટે

ચોખા બાફતી વખતે એક વધારે ટીપ્સ એ છે કે, એક ચપટી મીઠું અને થોડા લીંબુના રસને પાણી સાથે મિક્સ કરી તેમાં બાફો. આથી ચોખા વધુ સફેદ અને ચમકદાર બનશે.

જો તમે રોજ બરોબર ચા ન પીતા હોવ અને ચાના ડબ્બામાં ચાની પત્તિઓ ભેજમાં આવી ગઈ હોય, તો ડબ્બામાં ચા નાંખતા પહેલાં એક સૂતી કપડાનો ટુકડો નાંખી દો. આથી ચાની પત્તિઓ લાંબા સમય સુધી તાજી અને સૂકી રહેશે.

જો તમે સીઝન દરમ્યાન મકાઈ ખાવાના શોખીન હોવ તો મકાઈ વધુ સ્વીટ અને નરમ બનાવવા પાણીમાં ચીની અને લીંબુનો રસ મિક્સ કરીને તેમાં મકાઈ બાફો.