જાણવા જેવુંસમાચાર

દોઢ વર્ષ પહેલા આ જ્યોતિષીએ કરી હતી રશિયા-યુક્રેનના યુદ્ધની ભવિષ્યવાણી

એક ભારતીય પંચાંગમાં દોઢ વર્ષ અગાઉ થઇ હતી ભવિષ્ય વાણી જે અત્યારે સાચી થઇ છે રશિયા – યુક્રેનના યુદ્ધનો સંકેત અપાયો હતો ભલે રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું હોય પણ આ યુદ્ધના સંકેત મોહાલીના કુરાલી નિવાસી પંડિત ઇંદુશેખર શર્માએ પોતાના પંચાંગ શ્રી માતંડમા દોઢ વર્ષ અગાઉ તેનો સંકેત આપી દીધો હતો. આ પંચાંગ લગભગ ઓગસ્ટ ૨૦૨૦ માં પ્રસિદ્ધ થયું હતું. નોંધનીય છે કે આ પંચાંગ પાછલા ૯૫ વર્ષથી પ્રસિદ્ધ થાય છે. દેશના ઘણા પ્રસિદ્ધ ખેલાડીઓ પણ તેની ચોક્કસ ગણનાના ફેન છે. જ્યોતિષી શર્માએ પોતાના ૯૪ મા પંચાંગમાં ખગોળીય ગ્રહ નક્ષત્રની ગણના અનુસાર પૂર્વાનુમાન લગાવ્યું હતું કે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨ પછી સાત એપ્રિલ ૨૦૨૨ સુધી શનિ અને મંગળનો મકર રાશિમાં યોગ યુરોપીય દેશોની નીતિ વિશ્વવ્યાપી અશાંતિ અને અઘોષિત યુદ્ધનું વાતાવરણ બની શકે છે. આ રીતે ભવિષ્યવાણી કરવામાં આવી છે

સોશિયલ મીડિયા પર પણ આ પૂર્વાનુમાન છવાઈ ગયું છે . પંચાંગનું પેજ નંબર ૫૦ સોશિયલ મીડિયા પર વાઇ ૨ લ થઈ ગયું છે . શ્રી માર્તડ પંચાંગનું પેજ નંબર ૫૦ વાઇરલ થઈ રહ્યું છે શર્મા પેઢીઓથી જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ અનુસાર જ્યોતિષી શર્માએ આ પંચાંગના પેજ નબર ૫૦ ઉપર આ પૂર્વાનુમાનનો ઉલ્લેખ કર્યો છે . તેમણે આપેલી તારીખો રશિયા અને યૂક્રેન યુદ્ધ વિષેની ભવિષ્ય વાણી સાચી પડી છે તેમણે જણાવ્યું હતું કે જ્યોતિષશાસ્ત્ર કોઈ ભવિષ્યવાણી કરી શક્યું નથી . જ્યોતિષશાસ્ત્રમાં ગણનાના આધારે અનુમાન લગાવવામાં આવે છે . નોંધનીય છે કે શર્માના વડવાઓ પણ રાજા મહારાજાઓ પાસે રાજ્યોતિષીનું કામ કરતા હતા. તે સમયે પટિયાલાના મહારાજા , વિલાસપુરના મહારાજાથી લઇને ઘણા રાજા મહારાજાઓ તેમના જ્યોતિષ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની આગળની રણનીતિ તૈયાર કરતા હતા સોલનના મહારાજાએ શર્માના પિતાને રાજ જ્યોતિષીની પદવી આપી હતી

One thought on “દોઢ વર્ષ પહેલા આ જ્યોતિષીએ કરી હતી રશિયા-યુક્રેનના યુદ્ધની ભવિષ્યવાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *