પત્ની : ‘તમને મારો જન્મદિવસ પણ યાદ નથી રહેતો ?’ પતિ : ‘ક્યાંથી રહે ? તારી ઉંમર વધતી જતી હોય

પોપટે કોઈ પ્રતિસ્પર્ધામાં લંડનની ટિકિટો જીતી.
તેણે ખુશ થઈને ઘરે ફોન કર્યો અને પત્નીને પૂછ્યું – શું તું મારી જોડે લંડન આવવાનું પસંદ કરીશ.
પત્ની – જરૂર, પણ એ તો બતાવો કે તમે કોણ બોલી રહ્યા છો ?

પતિ- જો હું ક્યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યો હોય તો હું મરી જાઉં.
પત્ની- અને જો હું ક્યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોય, તો હું વિધવા થઈ જાઉં.

પતિ- (પત્નીને) હું રાત્રે સપનુ જોયુ.
પત્ની – શુ જોયુ.
પતિ – કે તુ પ્રેમ કરી રહી છે.
પત્ની – કોને ?
પતિ – એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.

પત્ની – ચાલો તમારી બેગ પેક કરો, મેં 10 લાખની લોટરી જીતી છે.
પતિ – શુ શું પેક કરું ? આપણે ક્યાંક ફરવા જવાનું છે ?
પત્ની – ફક્ત પોતાનો સામાન પેક કરો અને ઝડપથી આ ઘરમાંથી નીકળો.

પતિ -હવે તમે ઝગડો બંધ કરો હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.
પત્ની-તમે રહો શાંતિ સાથે હું રમણ સાથે રહેવા માંગુ છુ.

પત્ની : ‘તમને મારો જન્મદિવસ પણ યાદ નથી રહેતો ?’
પતિ : ‘ક્યાંથી રહે ? તારી ઉંમર વધતી જતી હોય એવું જરાય નથી લાગતું.’

પતિને પિયરે ગયેલી પત્નીનો તાર મળ્યો. તેમાં લખ્યું હતુ – પ્રિયે, તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાં હું અડધી રહી ગઈ છું. તમે ક્યારે આવી રહ્યા છો ?
પતિએ જવાબમાં લખ્યું – હવે તો હું એક મહિના પછી જ આવીશ.