વિશ્વનું એક એવું શક્તિપીઠ આવેલું છે કે જ્યાં આરતી કરતી વખતે વચ્ચે એક મિનિટ વિરામ લેવાય છે .જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા હોય છે. મા અંબાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે મૂળ સ્થાનકમાં માતાજીની મૂર્તિ જ નથી. પરંતુ અહીં વીસાયંત્રની જ પૂજા કરવામાં આવે છે.
જય આદ્યશક્તિ … આ આરતી આગળ વધે છે અને તેરશે તુળજારૂપ તમે તારૂણી માતા … પંક્તિ પછી અચાનક આરતી રોકાય છે અને એક મિનિટ પછી ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા … પંક્તિથી આરતી પુનઃ શરૂ થાય છે . આ વિરામ દરમિયાન પૂજારી પોતાની આંખે પાટા બાંધી મા અંબાના વીસાયંત્રની વિશેષ પૂજા કરે છે . અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નથી , પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે . આ યંત્ર શુદ્ધ સોનાનું છે . માતાજીના યંત્રના સ્થાનમાં આખથી જોવાનો નિષેધ હોઇ પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે .