તમારા બાળકોને નાનપણથી શીખવો આ વસ્તુ ભવિષ્યમાં ખુબ કામ લાગશે દરેક માતા-પિતા ખાસ વાંચીને શેર કરે

બાળકને જો નાનપણથી જ ટાઇમ મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવે તો ભવિષ્યમાં એ તેમના માટે બહુ ફાયદાકારક સાબિત થાય છે . સફળતા મળે એ માટે સતત મહેનત કરવાની જરૂર હોય છે

બાળકને સફળતાના રસ્તે લઇ જતાં લાઇફ લેસન્સ રેક માતા – પિતા ઇચ્છતા હોય છે કે તેમનું બાળક જીવનમાં સતત આગળ વધે અને પ્રગતિનાં શિખર સર કરે . જોકે સફળતા મળે એ માટે સતત મહેનત કરવાની અને સાતત્યપૂર્વક હકારાત્મક પ્રયાસો કરવાની જરૂર હોય છે બાળક સ્વતંત્રતાપૂર્વક અને આત્મવિશ્વાસથી આગળ વધે એ માટે તેમને જીવનમાં મહત્ત્વના લાઇફ લેસન્સ શીખવવા બહુ જરૂરી છે . જો બાળકને કેટલીક વસ્તુઓની કેળવણી આપવામાં આવે તો એનું વ્યક્તિત્વ મજબૂત બને છે અને એ સફળતાના રસ્તે આગળ વધી શકે છે . ડિસીઝન પાવર વ્યક્તિએ જીવનમાં જે કોઇ જગ્યાએ પણ પહોંચે છે એની પાછળ તેણે જીવનના અલગ અલગ તબક્કે લીધેલા નિર્ણયો જવાબદાર હોય છે . આમ , સફળતા મેળવવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ હોવી જરૂરી .

અભ્યાસ , નોકરી અને લગ્ન … જીવનના આ તમામ વળાંકો એવા છે જે કે જ્યાં યોગ્ય નિર્ણય લેવાનું બહુ જરૂરી બની જાય છે . આ મામલાઓમાં યોગ્ય રીતે નિર્ણય લેવામાં આવે તો જીવન ઝપાટાભેર આગળ વધે છે . બાળક પોતાનાં જીવનના આ મહત્ત્વના નિર્ણય સારી રીતે લઇ શકે એ માટે એનામાં યોગ્ય નિર્ણય લઇ શકવાની શક્તિ હોવી જોઈએ બાળકની ક્ષમતા વિકરો એ માટે નાનપણથી જ તેમને તેમનાં જીવનના નાના – નાના નિર્ણયો આપમેળે લેવા દો . બે મનગમતી પ્રવૃત્તિમાંથી પસંદગીની એક પ્રવૃત્તિ સિલેક્ટ કરવી , પહેરવાનાં કપડાંનું સિલેક્શન કરવું અને બે અલગ અલગ ભોજનમાંથી એક વાનગી પસંદ કરવી … આવા નાના નાના પ્રયાસ બાળકમાં આત્મવિશ્વાસ પ્રેરે છે અને એનામાં ધીમે ધીમે પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકવાની ક્ષમતા વિકસે છે . મની મેનેજમેન્ટ જીવન સારી રીતે જીવવા માટે જે લાઇફ સ્કિલની જરૂર હોય છે એમાં પાયાની જરૂરિયાત પૈસાનો યોગ્ય રીતે વહીવટ કરવાની આવડત છે . બાળકને પૈસાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરતા આવડવું જ જોઇએ . આ સ્કીલ શીખવવા માટે બાળકને દર અઠવાડિયે કે પંદર દિવસે એક નિશ્ચિત રકમ પોકેટમની તરીકે આપો અને આ રકમમાંથી જ તેનો ખર્ચ ઉપાડવાનું જણાવો . તેને શીખવો કે જો તેને કોઇ મોંધી વસ્તુ ભવિષ્યમાં ખરીદવી હશે તો એ માટે વધારાની રકમ અત્યારના પોકેટમનીમાંથી બચાવવી પડશે . આના કારણે તેમને બચત કરવાનું પ્રોત્સાહન પણ મળશે અને એ યોગ્ય રીતે પૈસાને વાપરતા શીખી શકો .

જો બાળક થોડું મોટું હોય તો એનું બેન્ક એકાઉન્ટ ખોલાવો અને દર મહિને નાની નાની રકમ પ્રોત્સાહન તરીકે એમાં જમા કરાવો . આ રીતે બાળક તેનું એકાઉન્ટ ઓપરેટ કરતા પણ શીખશે . સમયનું સન્માન બાળકને જો નાનપણથી જ ટાઇમ મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવે તો ભવિષ્યમાં એ તેમના માટે બહુ ફાયદાકારક સાબિત થાય છે . બાળક ટાઇમ મેનેજમેન્ટ શીએ એ માટે તેમને જાતે જ પોતાના સમયપત્રકનું સંચાલન કરવા દો . બાળકને યોગ્ય સમયે ઉઠાડવાને બદલે એને તેની પોતાની એલાર્મ ક્લોક લઇ લો જેથી તે જાતે સ્કૂલના સમય પ્રમાણે નિયમિત રીતે આપમેળે તૈયાર થઈ શકે . બાળક તેનું સ્કૂલનું કામ સારી રીતે કરી શકે અને બીજી એક્ટિવિટીને સમયસર ન્યાય આપી શકે એ માટે તેમને પ્લાનર લઇ આપો અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખવો .