90% લોકો નહિ જાણતા હોય તકમરીયા ખાવાના ફાયદા

તકમરીયા ના ફાયદા વિષે જાણશો તો ઉનાળાની ગરમીથી બચવા જરૂર સેવ કરશો | તકમરિયાના ફાયદા | તકમરિયા ના ઉપયોગ

વજન ઘટાડવામાં ઉપયોગી છે તકમરિયા

કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે તકમરિયા

તકમરિયા ખાવાથી રોગ પ્રતોકારક શક્તિ વધે છે

ઉનાળો આવતાની સાથે જ આપણે અલગ અલગ પ્રકાર ના ઠંડા પીણા પીવાનું ચાલુ કરીએ છીએ. જેથી કરીને ઉનાળાની ગરમીથી બચી શકાય તો ગરમીથી બચવા માટે ખુવ ઉપયોગી છે તકમરિયા તમારો પ્રશ્ન હશે કે દરરોજ કેટલા પ્રમાણમાં તકમરિયા ખાવા જોઈએ અને કેવી રીતે ખાવા જોઈએ તો એક દિવસમાં 1.5 ચમચી તકમરિયા ખાવા જોઈએ જેથી કરીને ઉનાળાની ગરમીથી બચી શકાય

  • તકમરિયામાં કેલ્શિયમ , આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે.
  • તકમરિયા એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. જે આપણને ત્વચા ના અનેક રોગો થી બચાવે છે. તકમરિયા નું સેવન કરવાથી, તેનો ફેસ પેક બનાવીને લગાવવાથી ત્વચા ખુબ જ સારી બને છે.
  • તકમરિયા કે જે તેના ખુબજ સારા પ્રમાણમાં પોશાક્યાત્વો ને કારણે સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે અને તેને પલાળી સવારે ખાલી પેટે સેવન કરવામાં આવે તો વજન ઓછુ કરવામાં ખુબજ મદદરૂપ થાય છે.

તકમરિયા નું પાણી બનાવવા માટે ની રીત : જરૂરી સમગ્રી

૧/૪ ભાગ તકમરિયા

  • ૪ કપ પાણી

સ્વાદાનુસાર લીંબૂ કે સંતરા

તકમરિયાનું પાણી બનાવવા માટેની રીત : સૌ પ્રથમ ૧/૪ ભાગ તકમરિયા અને ૪ કપ પાણી લઇ ને આ પાણીમાં તકમરિયા ને ૧ કલાક પલાળી રાખો. પછી તેમાં લીંબૂ કે સંતરા નો રસ નાખીને પીવું.

તકમરિયા ક્યાંથી મળશે : તકમરિયા ના પાન અને ફુલની મંજરી તુલસી જેવી જ હોય છે પરંતુ અલગ છે

તકમરિયાને અંગ્રેજીમાં શું કહે છે | તકમરિયા meaning in english : plant tukamaria અંગ્રેજી: Basil, Thai basil, sweet basil કહે છે વૈજ્ઞાનિક નામ: Ocimum basilicum (pilosum) કહે છે

તકમરિયાની ઓળખ અને તેના ફાયદા વિષે : તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજડાંવાળાં થાય છે. છોડવામાંથી લીંબુના જેવી સુગંધ નીકળે છે. જનાવરોનો તે ચારો છે. તે જંતુનાશક હોઈ ચેપી દરદ ચાલે છે ત્યારે લોકો તેનો છોડ ઘરમાં બાંધે છે. તેનાં પાનનો રસ જખમ રૂઝવે છે અને માખીનાં ઈંડાંનો નાશ કરે છે. ઝામરના ઉપર કાળાં મરી તથા તકમરિયાંનાં પાનની પોટીસ બાંધવાથી ફાયદો થવાનું મનાય છે.