Skip to content

ઉનાળાની ગરમીમાં ઘરે ગુલ્ફી બનાવવા માટેની રેસીપી વાંચો અને શેર કરો

    ઉનાળાની સીઝન આવે એટલે ઠંડુ ઠંડુ ખાવાનું ખુબ મન થતું હોય છે તો અમે લઈને આવીયા છીએ અલગ અલગ ફ્લેવરની ગુલ્ફી બનાવવાની રેસીપી

    માવાની ગુલ્ફી : માવા ની ગુલ્ફી બનાવવા | mava candy | mava gulfi | માવા ગુલ્ફી બનાવવા માટે જરૂરી સામગ્રી

    1. 1 || ટીન conduction milk
    2. 750 ml દૂધ
    3. 150 ગ્રામ માવો
    4. 3 પેકેટ મેરી ગોલ્ડ બિસ્કીટ
    5. 1 ચમચી ચાઇના ગ્રાસ
    6. 3 ચમચી બદામને કાજુનો ભૂકો
    7. 5-7 નંગ પીસ્તા
    8. કેસર ટેસ્ટ પ્રમાણે
    9. ઈલાયચી ટેસ્ટ મુજબ

    માવા ગુલ્ફી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દૂધને ઉકળવા મુકો. થોડીકવાર પછી એમાં નાખી દેવું. હવે દૂધને ગેસ નીચેથી ઉતારી અને ઠંડુ થવા મૂકી દો. હવે દૂધને અંદર બદામ કાજુ નો ભૂકો, મેરીગોલ્ડ બિસ્કીટ નો ભૂકો,એલચી પાવડર,માવો,પિસ્તા અને conduction milk નાખી દો. એ બધું સરખું મિક્ષ કરીને ગુલ્ફી ના મોલ્ડ ની અંદર નાખી દો. એક દિવસ ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દો. તૈયાર છે માવાની ગુલ્ફી રેસીપી પસંદ આવે તો જરૂર મિત્રો સાથે શેર કરજો

    મટકા કેસર ગુલ્ફી | માટલા કેસર ગુલ્ફી | MATLA KESAR GULFI | MATAKA KULFI : મટકા કેસર ગુલ્ફી બનાવવા માટે જરૂરી સામગ્રી

    1. ૨૫૦ ગ્રામ અમુલ ફ્રેશ ક્રીમ
    2. ૧૦-૧૨ નંગ બદામ
    3. ૧૦ કાજુ
    4. ૨ ચમચી પિસ્તા
    5. ૫ નંગ ઈલાયચી
    6. ૫ ચમચી ખાંડ
    7. ૭-૮ કેસરના તાંતણા દૂધમાં પલાળેલા
    8. ૫ ચમચી મિલ્ક પાઉડર
    9. ફોઈલ પેપર

    મટકા કેસર ગુલ્ફી બનાવવા માટેની રીત: સૌપ્રથમ બદામ કાજુ પિસ્તા અને ખાંડને લઈને મિક્સર જારમાં પીસી લો. પછી એક બાઉલમાં ફ્રેશ ક્રીમ લઈ તેને હેન્ડ વિસ્કર વડે ૫-૭ મિનિટ માટે મિક્સ કરો પછી તેમાં મિલ્ક પાઉડર દૂધમાં પલાળેલું કેસર પીસેલો પાવડરઅને ઈલાયચી પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો પછી આ મિશ્રણને નાના અથવા તો મીડિયમ સાઇઝના મટકામા લઈને ઉપરથી ફોઈલ પેપર લગાવીને ફ્રીઝરમાં છ થી સાત કલાક માટે અથવા તો ઓવર નાઈટ માટે સેટ થવા મૂકી દો. તૈયાર છે ઠંડી ઠંડી કેસર મટકા કુલ્ફી

    તરબુચનો આઈસ્ક્રીમ | WATER MELLON ICE CREAM | તરબૂચ રેસીપી | તરબુચનો આઈસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રી:

    1. 500 ગ્રામ તડબૂચના ટૂકડા
    2. 5 ટે ચમચી ઘટ્ટ કરેલું દૂધ
    3. 10 ચમચી ખાંડ

    તરબુચનો આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત: સૌપ્રથમ આપણે તરબૂચ ને ટુકડા કરી તેમાંથી બધા જ બી કાઢી લેવા અને  સાત થી આઠ કલાક ફ્રીઝરમાં રાખાે. ફ્રીઝરમાં રાખેલા ટૂકડાને બહાર કાઢી,મિશ્રણ જારમાં નાખો તેમાં ઉમેરો ઘટ્ટ કરેલું દૂધ અને ખાંડ મિશ્રણ જારમાં ઉમેરી મિશ્રણ કરી લો. હવે મિશ્રણને કન્ટેનરમાં કાઢી આઠ થી દસ કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકો. હવે મિશ્રણને કન્ટેનરમાં કાઢી આઠ થી દસ કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકો.

    Leave a Comment